ADecrease text size   AIncrease text size     ગુ  En Tr

॥ સ્વામીની વાતો ॥

Prakaran : ૬

Vat ૫૩ to ૫૩

જે જેને વહાલું હોય તે શિષ્યને દે છે. ને બાપને સ્ત્રી હૈયામાં છે તો તે છોકરાને હૈયમાં ઘાલી દે છે. એમ સાધુને વા'લા ભગવાન તે જીવના હૈયામાં ઘાલી દે છે. ને જેમ ખાધા વિના ભૂખ જાય નહીં, ને તાપ્યા વિના ટાઢ જાય નહીં, ને સૂર્ય વિના અંધકાર જાય નહીં, તેમ સમાગમ વિના અજ્ઞાન જાય નહીં. ભણેલો હોય તે ભણાવે પણ અભણ શું ભણાવે ? કેમ જે, એને મૂળમાંથી વિદ્યા નથી તે આપે ક્યાંથી ?

ગુરુ બીન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં.

ગુરુ બીન આત્મવિચાર ન લહત હે.

તેમ સદ્‍ગુરુ વિના કાંઈ નથી થાતું, 'તીન તાપકી ઝાળ જર્યો પ્રાની કોઈ આવે.' એ સવૈયો બોલીને કહે, એવા સાધુનો સમાગમ કર્યે છૂટકો છે; તે કરવો, તે પણ અર્થં સાધયામિ વા દેહં પાતયામિ એમ કરવો, ત્યારે રાજી થાય છે. તે સમાગમે તો એટલો ફેર પડે જેમ કાર્તિક સ્વામીએ પૃથ્વીની પ્રરિક્રમા કરી ને ગણપતિએ પાર્વતીના કહ્યાથી ગાયની કરી તે પણ પૃથ્વીની થઈ, જુઓ કેટલો ફેર પડ્યો ? ને કરોડ જન્મ સુધી અંતર્દ્રષ્ટિ કરે ને ન થાય તેટલું એક મહિનામાં થાય એવું આ સમાગમમાં બળ છે; માટે અમારો તો એ સિદ્ધાંત છે ને મહારાજે પણ કહ્યું છે જે, 'કોઈક મિષ લઈને આવા સાધુમાં જન્મ ધરવો એમ ઇચ્છીએ છીએ.' તે એવો જન્મ તો આપણે જ ધર્યો છે.

સત્સંગ (18.54) / (૬/૫૩)

૧. ભાવાર્થ: ત્રણ તાપથી દાઝેલો જીવ આ અનુપમ સંતના (અક્ષરબ્રહ્મ સત્પુરુષના) સંગમાં આવે તો તેને તરત જ શીતળ કરે અને તેના હૃદયની બળતરા દૂર કરી દે.

આ વાત બ્રહ્માનંદ સ્વામીના ‘તીન તાપકી ઝાળ જર્યો પ્રાની કોઈ આવે’ સવૈયામાં ઉલ્લેખાયેલી છે.

સવૈયો

તીન તાપકી ઝાળ જર્યો પ્રાની કોઈ આવે,

તાકું શીતલ કરત તુરત દિલદાહ મિટાવે;

કહી કહી સુંદર બેન રેન-અજ્ઞાન નિકાસે,

પ્રગટ હોત પહિછાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે;

વૈરાગ્ય ત્યાગ રાજત વિમળ ભવદુઃખ કાટત જંતકો,

કહે બ્રહ્મમુનિ આ જક્તમેં સંગ અનુપમ સંતકો.

[બ્રહ્માનંદ વિલાસ: ૧૧૫]

Whatever is dear to the master is given to the disciple. A father has a wife in his heart, so he enforces a wife in the son’s heart. Similarly, the Sadhu is fond of God, so he implants him in the jiva’s heart. And, just as, without eating hunger is not satisfied, without heat cold is not banished and without the sun darkness is not removed, similarly, without close association with the great Sadhu ignorance is not overcome. A learned can teach but what will an uneducated person teach? Since, at the root he has no knowledge, so how can he give it?
Guru bin gnān nahi, guru bin dhyān nahi.
Guru bin ātmavichār na lahat he.
1
Similarly, without a truly great Sadhu, nothing happens. After reciting the verse, “Tin tāpki jhāl jaryo prani koi āve,”2 Swami said, “There is no alternative but to keep the association of such a great Sadhu; do it, but with the aim of attaining one’s goal at any cost. Then he will be pleased. This association makes a great difference. Just as Kartik Swami circled the earth and Ganapati, by the advice of Parvati, circled a cow – and that, too, was considered a circumambulation of the earth. See how much difference association makes? And what does not happen even after ten million births of introspection, will happen in one month with the help of the great Sadhu. Such is the power of this association. Therefore, this is our principle and Maharaj has also said, ‘By making some excuse, I wish to be born in the midst of this kind of Sadhu.’ And such a birth has been taken by us.”

Satsang (18.54) / (6/53)

1. Without a guru there is no knowledge, no meditation, and no contemplation on the ātmā.

2. If one who is suffering from the three miseries comes to the Sadhu, one feels peace and one’s heartaches are removed. The Sadhu gives great spiritual guidance and removes the darkness of ignorance; one recognizes the manifest form of God and the sun of knowledge shines in one’s heart. Such a Sadhu, who is pure and radiates with detachment, removes the worldly miseries of people; Brahmamuni says that the best company in the world is that of the Sadhu. (Footnote 11, Vat 30.62 - English version; Vat 5-112 - Gujarati version)

Je jene vahālu hoy te shiṣhyane de chhe. Ne bāpne strī haiyāmā chhe to te chhokarāne haiyamā ghālī de chhe. Em Sādhune vā’lā Bhagwān te jīvnā haiyāmā ghālī de chhe. Ne jem khādhā vinā bhūkh jāy nahī, ne tāpyā vinā ṭāḍh jāy nahī, ne sūrya vinā andhkār jāy nahī, tem samāgam vinā agnān jāy nahī. Bhaṇelo hoy te bhaṇāve paṇ abhaṇ shu bhaṇāve? Kem je, ene mūḷmāthī vidyā nathī te āpe kyāthī?
Guru bīn gnān nahī, guru bin dhyān nahī.
Guru bīn ātmavichār na lahat he.

Tem sadguru vinā kāī nathī thātu, ‘Tīn tāpkī zāḷ jaryo prānī koī āve.’ E savaiyo bolīne kahe, evā Sādhuno samāgam karye chhūṭako chhe; te karavo, te paṇ Artham sādhayāmi vā deham pātayāmi em karavo, tyāre rājī thāy chhe. Te samāgame to eṭalo fer paḍe jem Kārtik Swāmīe pṛuthvīnī prarikramā karī ne Gaṇpatie Pārvatīnā kahyāthī gāynī karī te paṇ pṛuthvīnī thaī, juo keṭalo fer paḍyo? Ne karoḍ janma sudhī antardraṣhṭi kare ne na thāy teṭalu ek mahināmā thāy evu ā samāgammā baḷ chhe; māṭe amāro to e siddhānt chhe ne Mahārāje paṇ kahyu chhe je, ‘Koīk miṣh laīne āvā sādhumā janma dharavo em ichchhīe chhīe.’ Te evo janma to āpaṇe ja dharyo chhe.

Satsang (18.54) / (6/53)

1. Lākaḍānā ghāṭ utārvānu yantra.

Vat Selection

Options Prakarans Categories
Go to: Go
loading