share

॥ સ્વામીની વાતો ॥

Prakaran: ૫

Vat: ૩૯૨ to ૩૯૨

પંચાળાના વચનામૃતમાં કહ્યું છે જે, ‘જેમ જેમ ભગવાનનો સંબંધ રહે તેમ તેમ સુખ થાય છે; તે ભગવાન પરોક્ષ હોય ત્યારે કેમ સંબંધ રહે?’” પછી ઉત્તર કર્યો જે, “કથા, કીર્તન, વાર્તા, ભજન ને ધ્યાન તેણે કરીને સંબંધ કહેવાય. ને તે કરતાં પણ મોટા સાધુનો સંગ એ તો સાક્ષાત્ ભગવાનનો સંબંધ કહેવાય ને ભગવાનનું સુખ આવે. કેમ જે, તેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે. ને પ્રત્યક્ષ હતા ત્યારે પણ જેવા છે તેવા ન જાણ્યા તો સંબંધ ન કહેવાય ને એમ જાણ્યા વિના તો પ્રત્યક્ષ હોય તો પણ શું! ને તેમ જ જે સંતમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે તેને જાણે તો આજે પ્રત્યક્ષ છે ને એમ જાણ્યા વિના તો આજે પરોક્ષ છે.” ત્યારે એક સાધુએ કહ્યું જે, “મૂર્તિયું પ્રત્યક્ષ નહીં?” ત્યારે સ્વામી બોલ્યા જે, “પ્રત્યક્ષ ભગવાન તથા સંતના ચરિત્રમાં મનુષ્યભાવ આવે તો અમાવાસ્યાના ચંદ્રમાની પેઠે ઘટી જાય છે ને દિવ્યભાવ જાણે તો બીજના ચંદ્રમાની પેઠે વધે છે. તેમ મૂર્તિયું શું ચરિત્ર કરે જે તેનો અવગુણ આવે ને ઘટી જાય? માટે બોલતા-ચાલતા જે ભગવાન તે જ પ્રત્યક્ષ કહેવાય ને મોટા સંત હોય તે જ મૂર્તિયુંમાં દૈવત મૂકે છે, પણ મૂર્તિયું, શાસ્ત્ર ને તીર્થ ત્રણ મળીને એક સાધુ ન કરે. ને એવા મોટા સંત હોય તો મૂર્તિયું, શાસ્ત્ર ને તીર્થ ત્રણેને કરે. માટે જેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા હોય એવા જે સંત તે જ પ્રત્યક્ષ ભગવાન છે.”

સાધુનો મહિમા (44.23) / (૫/૩૯૨)

૧. પ્રત્યક્ષ ભગવાન એટલે ‘ભગવાનનું સ્વરૂપ’ એવો અર્થ સમજવો.

Only the great Sadhu can instil divinity in the murti. But the three – murtis, scriptures and places of pilgrimage – together do not equal a Sadhu. And such a great Sadhu is able to make all three – murtis, scriptures and places of pilgrimage. Therefore, such a Sadhu, in whom God fully resides, is the manifest form of God.

A sadhu asked, “Is God not manifest in the murtis?” Then Swami said, “If one attributes human traits to the actions of God and his holy Sadhu then one’s spiritual progress vanishes like the new moon; and if one attributes divine traits, then one progresses spiritually like the waxing moon of the second day of the bright half of the lunar month. And what actions do the murtis perform that one perceives faults in them and regresses? Therefore, only the talking-walking form of God (i.e. human form) is called manifest.”

Glory of the Sadhu (44.23) / (5/392)

Panchāḷānā Vachanāmṛutmā kahyu chhe je, ‘Jem jem Bhagwānno sambandh rahe tem tem sukh thāy chhe; te Bhagwān parokṣha hoy tyāre kem sambandh rahe?’” Pachhī uttar karyo je, “Kathā, kīrtan, vārtā, bhajan ne dhyān teṇe karīne sambandh kahevāy. Ne te karatā paṇ Moṭā Sādhuno sang e to sākṣhāt Bhagwānno sambandh kahevāy ne Bhagwānnu sukh āve. Kem je, temā Bhagwān sarva prakāre rahyā chhe. Ne pratyakṣha hatā tyāre paṇ jevā chhe tevā na jāṇyā to sambandh na kahevāy ne em jāṇyā vinā to pratyakṣha hoy to paṇ shu! Ne tem ja je Santmā Bhagwān sarva prakāre rahyā chhe tene jāṇe to āje pratyakṣha chhe ne em jāṇyā vinā to āje parokṣha chhe.” Tyāre ek sādhue kahyu je, “Mūrtiyu pratyakṣha nahī?” Tyāre Swāmī bolyā je, “Pratyakṣha Bhagwān tathā Santnā charitramā manuṣhyabhāv āve to Amāvāsyānā chandramānī peṭhe ghaṭī jāy chhe ne divyabhāv jāṇe to Bījnā chandramānī peṭhe vadhe chhe. Tem mūrtiyu shu charitra kare je teno avaguṇ āve ne ghaṭī jāy? Māṭe bolatā-chālatā je Bhagwān te ja pratyakṣha kahevāy ne Moṭā Sant hoy te ja mūrtiyumā daivat mūke chhe, paṇ mūrtiyu, shāstra ne tīrth traṇ maḷīne ek Sādhu na kare. Ne evā Moṭā Sant hoy to mūrtiyu, shāstra ne tīrth traṇene kare. Māṭe jemā Bhagwān sarva prakāre rahyā hoy evā je Sant te ja pratyakṣha Bhagwān1 chhe.”

Glory of the Sadhu (44.23) / (5/392)

1. Pratyakṣh Bhagwān eṭale ‘Bhagwānnu swarūp’ evo arth samajavo.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading