share

॥ સ્વામીની વાતો ॥

Prakaran: ૫

Vat: ૧૪૨ to ૧૪૨

હરિશંકરભાઈએ પૂછ્યું જે, “વડવાનળ અગ્નિ જેવા સાધુ કેમ સમજવા?” ત્યારે સ્વામીએ કહ્યું જે, “સત્સંગિજીવનમાં તેનાં લક્ષણ કહ્યાં છે જે, પુષ્પહારાય સર્પાય । એવું વર્તે, તથા ભગવાનની મૂર્તિને અખંડ ધારે તથા સત્સંગ શબ્દનો અરથ કર્યો છે તેવાં લક્ષણ હોય, તથા ઘણાક જીવને ભગવાન ભજાવે ને પોતે શુદ્ધ રહે, લગાર આજ્ઞા લોપે નહીં એવા હોય. ને કોઈ તો ઘણાને ભગવાન ભજાવે એવા ભગવાનના બળથી થયા હોય ને પોતે જાતા રહે એવા હોય, તે ગોપાળ સ્વામીને સત્સંગ કરાવ્યો તે ગુરુ પણ જાતા રહ્યા; માટે એમ મોટાઈ સમજવી નહીં. એ તો વહેવારિક મોટાઈ છે. પણ વચનામૃતમાં મોટાઈ કહી છે જે, ભગવાનનો નિશ્ચય હોય ને આજ્ઞા પાળે એ મોટા છે; ને વડવાનળ અગ્નિ જેવા ન હોય તો આટલા બધા માણસને સત્સંગ કરાવે ને પોતે નિર્લેપ કેમ રહે? માટે આપણે મનાય એ કાંઈ મોટા નહીં. મહારાજની આજ્ઞા પ્રમાણે મોટાઈ સમજવી. તે ચાર પ્રકારના પ્રશ્નમાં બીજાએ ધ્યાનનું કહ્યું ને મહારાજે વાતું કરવાનું કહ્યું.”

(૫/૧૪૨)

૧. સંતનાં ૬૪ લક્ષણ: ૧. દયાળુ, ૨. ક્ષમાવાળા, ૩. સર્વજીવનું હિત ઇચ્છનારા, ૪. ટાઢ, તડકો આદિક સહન કરનારા, ૫. કોઈના પણ ગુણમાં દોષ નહીં જોનારા, ૬. શાંત, ૭. જેનો શત્રુ નથી થયો એવા, ૮. અદેખાઈ તથા વૈરથી રહિત, ૯. માન તથા મત્સરથી રહિત, ૧૦. બીજાને માન આપનારા, ૧૧. પ્રિય અને સત્ય બોલનારા, ૧૨. કામ, ક્રોધ, લોભ તથા મદથી રહિત, ૧૩. અહં-મમત્વરહિત, ૧૪. સ્વધર્મમાં દૃઢ રહેનારા, ૧૫. દંભરહિત, ૧૬. અંદર અને બહાર પવિત્ર રહેનારા, ૧૭. દેહ તથા ઇન્દ્રિયોને દમનારા, ૧૮. સરળ સ્વભાવવાળા, ૧૯. ઘટિત બોલનારા, ૨૦. જિતેન્દ્રિય તથા પ્રમાદ-રહિત, ૨૧. સુખદુઃખાદિદ્વંદ્વ-રહિત, ૨૨. ધીરજવાળા, ૨૩. કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયોની ચપળતાથી રહિત, ૨૪. પદાર્થના સંગ્રહરહિત, ૨૫. બોધ કરવામાં નિપુણ, ૨૬. આત્મનિષ્ઠાવાળા, ૨૭. સર્વને ઉપકાર કરવાવાળા, ૨૮. કોઈ પણ પ્રકારના ભય રહિત, ૨૯. કોઈ પણ પ્રકારની આશારહિત, ૩૦. વ્યસનરહિત, ૩૧. શ્રદ્ધાવાળા, ૩૨. ઉદાર, ૩૩. તપસ્વી, ૩૪. પાપરહિત, ૩૫. ગ્રામ્યકથા ને વાર્તા નહીં સાંભળનારા, ૩૬. સત્શાસ્ત્રના નિરંતર અભ્યાસવાળા, ૩૭. માયિક પંચવિષય-રહિત, ૩૮. આસ્તિક બુદ્ધિવાળા, ૩૯. સત્-અસતના વિવેકવાળા, ૪૦. મદ્ય-માંસાદિકના સંસર્ગે રહિત, ૪૧. દૃઢ-વ્રતવાળા, ૪૨. કોઈની ચાડી-ચુગલી નહીં કરનારા, ૪૩. કપટરહિત, ૪૪. કોઈની છાની વાતને પ્રકટ નહીં કરનારા, ૪૫. નિદ્રાજિત, ૪૬. આહારજિત, ૪૭. સંતોષવાળા, ૪૮. સ્થિર બુદ્ધિવાળા, ૪૯. હિંસારહિત વૃત્તિવાળા, ૫૦. તૃષ્ણારહિત, ૫૧. સુખ-દુઃખમાં સમભાવવાળા, ૫૨. અકાર્ય કરવામાં લાજવાળા, ૫૩. પોતાનાં વખાણ નહીં કરનારા, ૫૪. બીજાની નિંદા નહીં કરનારા, ૫૫. યથાર્થ બ્રહ્મચર્ય પાળનારા, ૫૬. યમ તથા નિયમવાળા, ૫૭. આસનજિત, ૫૮. પ્રાણજિત, ૫૯. ભગવાનના દૃઢ આશ્રયવાળા, ૬૦. ભગવદ્‍ભક્તિ-પરાયણ, ૬૧. ભગવાન અર્થે જ સર્વ ક્રિયા કરનારા, ૬૨. ભગવાનની મૂર્તિમાં ધ્યાન-પરાયણ રહેનારા, ૬૩. ભગવાનની લીલાકથાનું શ્રવણ-કીર્તન કરનારા, ૬૪. ભગવાનની ભક્તિ વિના એક પણ ક્ષણ વ્યર્થ નહીં જવા દેનારા. [સત્સંગિજીવન (હરિગીતા) ૧: ૨૫-૩૭]

૨. મૂળ શબ્દ ‘સર્પાયન્તે પુષ્પહારા’ એવો છે. (સત્સંગિજીવન: ૧/૩૬/૭૦). અર્થ: ભગવાનના સાચા ભક્ત - સંતને મળયાગર ચંદનનો લેપ ઝેરના કાદવના લેપ જેવો લાગે છે. ફૂલના હાર તેને સર્પ જેવા લાગે છે. અલંકારો દૂષણરૂપ જણાય છે.

Harishankarbhāi asked, “How should one understand the Sadhu who is like the vadvānal fire?” Swāmi replied, “In the Satsangijivan, the qualities of such a sādhu1 are explained: pushpahārāya sarpāya.2 Moreover, he forever beholds the murti of God, and his characteristics are according to the definition of Satsang. Furthermore, he inspires many jivas to worship God, remains completely pure, and never disobeys the commands of God. There are many who may have gained the strength from God to encourage others to worship God, yet they themselves may abandon God. The guru who instilled Satsang to Gopāl Swāmi himself left; therefore greatness should not be understood in this way. This type of greatness is worldly. In the Vachanāmrut, greatness has been defined as having firm, unflinching faith in God and following his commands; such a person is great. If he is not like the vadvānal fire, then how can he remain unaffected, despite making so many people satsangis? Consequently, who we believe to be great is not greatness. Greatness is based on following Mahārāj’s command.”

(5/142)

1. The 64 qualities of a sadhu (as mentioned in the Satsangijivan/Harigita: 1/25-37) are, one who:

1. Is compassionate,

2. Is forgiving,

3. Wishes the betterment of all jivas,

4. Tolerates cold, heat, etc.,

5. Does not look at the flaws in others’ virtues,

6. Is tranquil,

7. Does not have an enemy,

8. Is devoid of jealousy and animosity,

9. Is free of ego and envy,

10. Honors others,

Expand all qualities

Harishankarbhāīe pūchhyu je, “Vaḍvānaḷ agni jevā sādhu kem samajavā?” Tyāre Swāmīe kahyu je, “Satsangijīvanmā tenā lakṣhaṇ1 kahyā chhe je, Puṣhpahārāy sarpāy |2 evu varte, tathā Bhagwānnī mūrtine akhanḍ dhāre tathā satsang shabdano arath karyo chhe tevā lakṣhaṇ hoy, tathā ghaṇāk jīvne Bhagwān bhajāve ne pote shuddha rahe, lagār āgnā lope nahī evā hoy. Ne koī to ghaṇāne Bhagwān bhajāve evā Bhagwānnā baḷthī thayā hoy ne pote jātā rahe evā hoy, te Gopāḷ Swāmīne satsang karāvyo te guru paṇ jātā rahyā; māṭe em moṭāī samajvī nahī. E to vahevārik moṭāī chhe. Paṇ Vachanāmṛutmā moṭāī kahī chhe je, Bhagwānno nishchay hoy ne āgnā pāḷe e moṭā chhe; ne vaḍvānaḷ agni jevā na hoy to āṭalā badhā māṇasne satsang karāve ne pote nirlep kem rahe? Māṭe āpaṇe manāy e kāī moṭā nahī. Mahārājnī āgnā pramāṇe moṭāī samajavī. Te chār prakārnā prashnamā bījāe dhyānnu kahyu ne Mahārāje vātu karavānu kahyu.”

(5/142)

1. Santnā 64 lakṣhaṇ: 1. Dayāḷu, 2. Kṣhamāvāḷā, 3. Sarvajīvnu hit ichchhanārā, 4. Ṭāḍh, taḍako ādik sahan karanārā, 5. Koīnā paṇ guṇmā doṣh nahī jonārā, 6. Shānt, 7. Jeno shatru nathī thayo evā, 8. Adekhāī tathā vairthī rahit, 9. Mān tathā matsarthī rahit, 10. Bījāne mān āpanārā, 11. Priya ane satya bolnārā, 12. Kām, krodh, lobh tathā madthī rahit, 13. Aham-mamatva-rahit, 14. Svadharmamā draḍh rahenārā, 15. Dambha-rahit, 16. Andar ane bahār pavitra rahenārā, 17. Deh tathā indriyone damnārā, 18. Saraḷ swabhāvavāḷā, 19. Ghaṭit bolnārā, 20. Jitendriya tathā pramād-rahit, 21. Sukh-dukhādi-dvandva-rahit, 22. Dhīrajvāḷā, 23. Karmendriyo tathā gnānendriyonī chapaḷtāthī rahit, 24. Padārthnā sangrah-rahit, 25. Bodh karavāmā nipuṇ, 26. Ātmaniṣhṭhāvāḷā, 27. Sarvane upakār karavāvāḷā, 28. Koī paṇ prakārnā bhay rahit, 29. Koī paṇ prakārnī āshārahit, 30. Vyasan-rahit, 31. Shraddhāvāḷā, 32. Udār, 33. Tapasvī, 34. Pāparahit, 35. Grāmyakathā ne vārtā nahī sāmbhaḷnārā, 36. Satshāstranā nirantar abhyāsvāḷā, 37. Māyik panchaviṣhay-rahit, 38. Āstik buddhivāḷā, 39. Sat-asatnā vivekvāḷā, 40. Madya-mānsādiknā sansarge rahit, 41. Draḍh-vratvāḷā, 42. Koīnī chāḍī-chugalī nahī karanārā, 43. Kapaṭ-rahit, 44. Koīnī chhānī vātne prakaṭ nahī karanārā, 45. Nidrājit, 46. āhārjit, 47. Santoṣhvāḷā, 48. Sthir buddhivāḷā, 49. Hinsārahit vṛuttivāḷā, 50. Tṛuṣhṇārahit, 51. Sukh-dukhmā sambhāvavāḷā, 52. Akārya karavāmā lājvāḷā, 53. Potānā vakhāṇ nahī karanārā, 54. Bījānī nindā nahī karanārā, 55. Yathārth brahmacharya pāḷnārā, 56. Yam tathā niyamvāḷā, 57. Āsanjit, 58. Prāṇajit, 59. Bhagwānnā draḍh āshrayvāḷā, 60. Bhagwadbhakti-parāyaṇ, 61. Bhagwān arthe ja sarva kriyā karanārā, 62. Bhagwānnī mūrtimā dhyān-parāyaṇ rahenārā, 63. Bhagwānnī līlākathānu shravaṇ-kīrtan karanārā, 64. Bhagwānnī bhakti vinā ek paṇ kṣhaṇ vyartha nahī javā denārā. [Satsangijīvan (Harigītā) 1: 25-37]

1. Mūḷ shabda ‘Sarpāyante puṣhpahārā’ evo chhe. (Satsangijīvan: 1/36/70). Artha: Bhagwānnā sāchā bhakta - santne maḷayāgar chandanno lep zernā kādavnā lep jevo lāge chhe. Fūlnā hār tene sarp jevā lāge chhe. Alankāro dūṣhaṇrūp jaṇāy chhe.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading