share

॥ સ્વામીની વાતો ॥

Prakaran: ૩

Vat: ૬૭ to ૬૭

સ્વામીએ કારિયાણીનું આઠમું વચનામૃત વંચાવીને વાત કરી જે, “ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતાં કોઈને આવડ્યું નથી, કેમ જે, એ તો અતર્ક્ય વાતું છે, તે કોઈના તર્કમાં આવે નહિ. અને પૂર્વે આચારાજ થઈ ગયા છે તેણે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ તો કર્યું છે, પણ જેવું મહારાજને કહેતાં આવડે છે તેવું તો કોઈને કહેતાં આવડતું જ નથી.” એમ કહીને કહ્યું જે, “ફરી વાંચો.” ત્યારે ફેર વાંચ્યું. પછી સ્વામી બોલ્યા જે, “સગુણ-નિર્ગુણપણું તો મહારાજે પોતાની મૂર્તિનું અલૌકિક ઐશ્વર્ય કહ્યું છે. અને એ બે સ્વરૂપનું ધરનારું મૂળ સ્વરૂપ તો પ્રત્યક્ષ બોલે છે તે જ છે.” એમ કહીને બોલ્યા જે, “દસ શાસ્ત્રી વડોદરાના ને દસ શાસ્ત્રી સુરતના ને દસ શાસ્ત્રી અમદાવાદના ને દસ શાસ્ત્રી કાશીના, એવા હજારો શાસ્ત્રી ભેગા થાય ત્યારે આ વાતનો પ્રસંગ નીસરે?” ત્યારે રૂપશંકરે કહ્યું જે, “ના, મહારાજ! આવો પ્રસંગ શાસ્ત્રીથી નીસરે નહિ.” ત્યારે સ્વામી બોલ્યા જે, “છે તો એમ જ, પણ લોકમાં શાસ્ત્રીનું પ્રમાણ બહુ કહેવાય. પણ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતાં તો મહારાજને આવડે કાં ગોપાળાનંદ સ્વામી જેવા સાધુને આવડે, પણ બીજા કોઈને કરતાં આવડે નહિ. અને આ વાત તો કરોડ ધ્યાન કરતાં અધિક છે, કેમ જે, શુકજી ધ્યાનમાંથી નીસરીને ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા હવા.” એટલી વાત કરી ત્યાં ડંકો થયો તે દર્શને પધાર્યા.

ગુણાતીતાનંદ સ્વામીની વાતોની વિષેશતા (51.1) / (૩/૬૭)

Swami had Vachanamrut Kariyani-8 (‘The Sagun-Nirgun Forms of God’) read and then said, “Nobody knows how to explain the form of God, since the talks are beyond logic and they do not fit into anybody’s system of logic. And previous āchāryas of philosophy have described the form of God, but nobody has been able to describe it in the way Maharaj has.” Then he said, “Read it again.” So, that Vachanamrut was read again and then Swami said, “Maharaj has described sagun and nirgun as two special divine powers of his own murti. And the original form that beholds both of these two forms is the manifest human form which is speaking before you i.e. Shriji Maharaj himself.” Then he said, “If ten scriptural scholars from Vadodara, ten scriptural scholars from Surat, ten scriptural scholars from Ahmedabad, ten scriptural scholars from Kashi and thus thousands of such scriptural scholars get together, would such an occasion to discuss these topics (of sagun and nirgun) arise?” Rupshankar replied, “No, Maharaj. Such an occasion would not be raised by the scriptural scholars.” Then Swami said, “That is how it is. But, in the world, the authority of the scriptural scholars counts for a lot. But, only Maharaj or a sadhu like Gopalanand Swami are able to describe the true form of God. But nobody else can. And this fact is superior than ten million meditations, since even Shukji, after emerging from meditation, described the manifest human form of God.” At this point, the bell tolled and Swami went for darshan.

Special Nature of Gunatitanand Swami's Discourses (51.1) / (3/67)

Swāmīe Kāriyāṇīnu Āṭhamu Vachanāmṛut vanchāvīne vāt karī je, “Bhagwānnā swarūpnu nirūpaṇ karatā koīne āvaḍyu nathī, kem je, e to atarkya vātu chhe, te koīnā tarkamā āve nahi. Ane pūrve āchārāj thaī gayā chhe teṇe Bhagwānnā swarūpnu nirūpaṇ to karyu chhe, paṇ jevu Mahārājne kahetā āvaḍe chhe tevu to koīne kahetā āvaḍatu ja nathī.” Em kahīne kahyu je, “Farī vāncho.” Tyāre fer vānchyu. Pachhī Swāmī bolyā je, “Saguṇ-nirguṇpaṇu to Mahārāje potānī mūrtinu alaukik aishvarya kahyu chhe. Ane e be swarūpnu dharnāru mūḷ swarūp to pratyakṣh bole chhe te ja chhe. Em kahīne bolyā je, das shāstrī Vaḍodarānā ne das shāstrī Suratnā ne das shāstrī Amdāvādnā ne das shāstrī Kāshīnā, evā hajāro shāstrī bhegā thāy tyāre ā vātno prasang nīsare?” Tyāre Rūpshankare kahyu je, “Nā, Mahārāj! Āvo prasang shāstrīthī nīsare nahi.” Tyāre Swāmī bolyā je, “Chhe to em ja, paṇ lokmā shāstrīnu pramāṇ bahu kahevāy. Paṇ Bhagwānnā swarūpnu nirūpaṇ karatā to Mahārājne āvaḍe kā Gopāḷānand Swāmī jevā sādhune āvaḍe, paṇ bījā koīne karatā āvaḍe nahi. Ane ā vāt to karoḍ dhyān karatā adhik chhe, kem je, Shukjī dhyānmāthī nīsarīne Bhagwānnā swarūpnu nirūpaṇ karatā havā.” Eṭalī vāt karī tyā ḍanko thayo te darshane padhāryā.

Special Nature of Gunatitanand Swami's Discourses (51.1) / (3/67)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading