share

॥ સ્વામીની વાતો ॥

Prakaran: ૩

Vat: ૫૫ to ૫૫

એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો જે, “બીજા અવતારે વર્તમાન પળાવ્યાં નથી ને કલ્યાણ તો કર્યાં છે, ને આજ વર્તમાન પળાવીને કલ્યાણ કરે છે તેનો શો હેતુ છે?” પછી સ્વામી બોલ્યા જે, “બીજાએ કલ્યાણ કર્યાં છે પણ કારણ શરીર ટાળીને કલ્યાણ કર્યાં નથી, ને જો કારણ શરીરના ભાવને ટાળીને કલ્યાણ કર્યાં હોય તો ગોલોક ને વૈકુંઠલોકમાં કજિયા શા સારુ થાય? માટે ગોલોકમાં રાધિકાજીએ શ્રીદામા સાથે વઢવેડ કરી અને વૈકુંઠલોકમાં જય-વિજયે સનકાદિક સાથે વઢવેડ કરી; એમ જાણતાં ત્યાં કારણ શરીર નહિ ટળ્યું હોય ને મહારાજ તો કારણ શરીર ટાળવા સારુ સાધુ ને નિયમ તો અક્ષરધામમાંથી લઈને જ પધાર્યા છે. તે માટે સાધુ ભગવાનની ઉપાસના કરાવે છે ને નિયમે કરીને ભગવાનની આજ્ઞા પળાવે છે, તેણે કરીને તો કારણ શરીરનો નાશ થઈ જાય છે.” તે ઉપર કારિયાણીનું બારમું વચનામૃત વંચાવીને કહ્યું જે, “આ વચનામૃતમાં મહારાજે સિદ્ધાંત કહ્યું છે. તે સારુ વર્તમાન પળાવીને કલ્યાણ કરે છે, એ હેતુ છે.”

ધર્મ-નિયમમાં દ્રઢતા (15.12) / (૩/૫૫)

૧. એક વાર ગોલોકમાં ભગવાને વિરજા નામની ગોપીને પોતાની સાથે રાસમંડળમાં લીધી. આ સાંભળી રાધાને રીસ ચઢી ને ભગવાનને ઠપકો દેવા ગયાં. જ્યાં તે પહોંચ્યાં કે તરત વિરજાની સાથે ભગવાન અદ્રશ્ય થઈ ગયા. રાધાજીને વીરજા સાથે ઈર્ષ્યા હતી, ફરી એક વાર શ્રીદામા, કૃષ્ણ ને વિરજા ત્રણેને ગોષ્ઠી કરતાં જોયાં. રાધાજીએ ભગવાનને ન કહેવાનાં વેણ કહ્યાં ને નિંદા કરી. ભગવાન તો સાંભળી રહ્યા, પણ તેમના પાર્ષદ શ્રીદામાથી આ સહન ન થયું એટલે તેમણે રાધાજીને ઠપકા સાથે શાપ દીધો કે, “ગુર્જર સુથારને ઘેર તારો જન્મ થાય.” રાધિકાજીએ પણ શ્રીદામાને સામે શાપ આપ્યો, “તું પણ દાનવ કુળમાં જન્મ લે.” આ શાપને લીધે શ્રીદામા શંખચૂડ નામનો અસુર થયો. (બ્રહ્મવૈવર્તપુરાણ, શ્રીકૃષ્ણજન્મખંડ, પૂર્વાર્ધ: ૩/૯૭-૧૧૩)

૨. વૈકુંઠલોકમાં વિષ્ણુના દ્વારપાળ પાર્ષદો, બંને ભાઈઓ હતા. એક વાર સનકાદિક વૈકુંઠમાં આવ્યા ત્યારે આ બંને ભાઈઓએ તેમને રોક્યા ને નાના બાળકો ગણી અપમાન કર્યું. આથી તેમનો શાપ પામતાં બંને ભાઈઓને ત્રણ જન્મ સુધી રાક્ષસકુળમાં જન્મ લેવો પડેલો. જય ક્રમે હિરણ્યાક્ષ, રાવણ ને શિશુપાલ થયો ને વિજય ક્રમે હિરણ્યકશિપું, કુંભકર્ણ ને દંતવક્ત્ર થયો.

One devotee asked a question, “Other avatārs have not enforced the practice of moral and spiritual codes and have still liberated souls. And today you enforce the observance of codes and liberate the souls. What is the reason for this?” Then Swami said, “Others have liberated, but they have not destroyed the causal body and given final liberation. And if liberation had followed destruction of the causal body, then why do conflicts occur in Golok and Vaikunth? So, Rādhikāji quarrelled with Shridāmā1 in Golok and Jay-Vijay quarreled with the Sanak2 sages in Vaikunth. From this, it follows that the causal body must not have been destroyed there. Maharaj has come from Akshardham with his Sadhu and given codes of conduct to destroy the causal body. For this, the Sadhu teaches the upāsanā of God and through the codes enforces the observance of God’s commands. As a result of this, the causal body is destroyed.” Then after Vachanamrut Kariyani-12 was read with reference to this topic, Swami said, “In this Vachanamrut, Maharaj has stated his principle. That’s why he liberates by enforcing the observance of commands. That is the objective.”

Resolute Observance of Dharma and Codes of Conduct (15.12) / (3/55)

1. Once, in Golok, Shri Krishna took Virja with him to the rās. This upset Radha so she went to scold him. When she arrived there, Krishna disappeared from there with Virja. Radha was jealous of Virja. Again she saw Krishna, Shridama and Virja talking. So she scolded Krishna. He listened quietly but Shridama could not bear to see her insult him like this. So he reprimanded her and cursed her, saying, “You’ll be born in the home of a carpenter.” Radha also cursed Shridama, “You’ll be born as a demon.” As a result he was born as the demon Shankhchud (Narad Puran 2/81; Brahmavaivart Puran 2/46).

2. Jay-Vijay were brothers and the doorkeepers of Vaikunth. Once, the Sanaks arrived. The two brothers stopped them from entering for darshan of Bhagwan Vishnu and believing them to be mere children insulted them. As a result, the Sanaks cursed them. So, the two brothers had to take three births as demons: Jay was born as Hiranyaksha, Ravan and Shishupal; Vijay was born as Hiranyakashipu, Kumbhkaran and Dantvaktra.

Ek haribhakte prashna pūchhyo je, “Bījā avatāre vartamān paḷāvyā nathī ne kalyāṇ to karyā chhe, ne āj vartamān paḷāvīne kalyāṇ kare chhe teno sho hetu chhe?” Pachhī Swāmī bolyā je, “Bījāe kalyāṇ karyā chhe paṇ kāraṇ sharīr ṭāḷīne kalyāṇ karyā nathī, ne jo kāraṇ sharīrnā bhāvne ṭāḷīne kalyāṇ karyā hoy to Golok ne Vaikunṭhlokmā kajiyā shā sāru thāy? Māṭe Golokmā Rādhikājīe Shrīdāmā sāthe vaḍhaveḍ karī1 ane Vaikunṭhlokmā Jay-Vijaye Sanakādik sāthe vaḍhaveḍ karī;2 em jāṇatā tyā kāraṇ sharīr nahi ṭaḷyu hoy ne Mahārāj to kāraṇ sharīr ṭāḷavā sāru Sādhu ne niyam to Akṣhardhāmmāthī laīne ja padhāryā chhe. Te māṭe Sādhu Bhagwānnī upāsanā karāve chhe ne niyame karīne Bhagwānnī āgnā paḷāve chhe, teṇe karīne to kāraṇ sharīrno nāsh thaī jāy chhe.” Te upar Kāriyāṇīnu Bārmu Vachanāmṛut vanchāvīne kahyu je, “Ā Vachanāmṛutmā Mahārāje siddhānt kahyu chhe. Te sāru vartamān paḷāvīne kalyāṇ kare chhe, e hetu chhe.”

Resolute Observance of Dharma and Codes of Conduct (15.12) / (3/55)

1. Ek vār Golokmā Bhagwāne Virajā nāmnī Gopīne potānī sāthe rāsmanḍaḷmā līdhī. Ā sāmbhaḷī Rādhāne rīs chaḍhī ne Bhagwānne ṭhapako devā gayā. Jyā te pahochyā ke tarat Virajānī sāthe Bhagwān adrashya thaī gayā. Rādhājīne Vīrajā sāthe īrṣhyā hatī, farī ek vār Shrīdāmā, Kṛuṣhṇa ne Virajā traṇene goṣhṭhī karatā joyā. Rādhājīe Bhagwānne na kahevānā veṇ kahyā ne nindā karī. Bhagwān to sāmbhaḷī rahyā, paṇ temanā pārṣhad Shrīdāmāthī ā sahan na thayu eṭale temaṇe Rādhājīne ṭhapakā sāthe shāp dīdho ke, “Gurjar Suthārne gher tāro janma thāy.” Rādhikājīe paṇ Shrīdāmāne sāme shāp āpyo, “Tu paṇ dānav kuḷmā janma le.” Ā shāpne līdhe Shrīdāmā Shankhachūḍ nāmno asur thayo. (Brahmavaivartapurāṇ, Shrī Kṛuṣhṇajanmakhanḍ, Pūrvārdha: 3/97-113)

2. Vaikunṭhlokmā Viṣhṇunā dvārpāḷ pārṣhado, banne bhāīo hatā. Ek vār Sanakādik Vaikunṭhmā āvyā tyāre ā banne bhāīoe temane rokyā ne nānā bāḷako gaṇī apamān karyu. Āthī temano shāp pāmatā banne bhāīone traṇ janma sudhī rākṣhaskuḷmā janma levo paḍelo. Jay krame Hiraṇyākṣha, Rāvaṇ ne Shishupāl thayo ne Vijay krame Hiraṇyakashipu, Kumbhakarṇa ne Dantavaktra thayo.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading