॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-45: Expelling the Horde of the Fifty-One Bhuts
Prasang
Pramukh Swami Maharaj has reaffirmed our goal to only reach Akshardham many times.
December 7, 1988, Kisumu. After lunch, Vachanamrut Gadhada II-45 was being read. During the reading, he asked me, “Do you want to go to Badrikashram?”
“No.” I replied.
“Where do you want to go?”
“Akshardham.”
“But In this Vachanamrut, Maharaj says to go to Badrikashram.” Swamishri raised a doubt.
To this, I replied, “That is spoken for one who has desires.”
Swamishri immediately affirmed, “That’s it! Never keep any desires. Not even a trace of flaws. If one behaves waywardly, then one will be stuck in the middle (will not reach Akshardham).”
- Pritamprasad Swami
[Jeva Me Nirakhya Re - Part 5/12]
‘આપણે તો એક અક્ષરધામમાં પહોંચવું છે’ એ ધ્યેય સ્વામીશ્રીએ અનેકવાર રખાવ્યું છે. તે માટે જાગૃતિ રખાવી છે.
તા. ૭-૧૨-૮૮ના રોજ કિસુમુ શહેરમાં બપોરે ભોજનબાદ વચનામૃત ગ. મ. ૪૫ વંચાવતા હતા. ત્યારે વચ્ચે મને પૂછ્યું, “તારે બદરિકાશ્રમમાં જવું છે?”
“ના.”
“તો ક્યાં જવું છે?”
“અક્ષરધામમાં.”
સ્વામીશ્રીએ કહ્યું, “આમાં તો બદરિકાશ્રમમાં જવાનું કહે છે ને?”
મેં કહ્યું, “એ તો વાસનાવાળા માટે છે.”
સ્વામીશ્રીએ તરત કહ્યું, “બસ, તો વાસના રાખવાની નહિ. જરા પણ કસર રાખવાની નહીં, ગાફલાઈ રહે તો વચ્ચે રહી જવાય.”
- પ્રિતમપ્રસાદ સ્વામી
[જેવા મેં નિરખ્યા રે - ભાગ ૫/૧૨]