॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Vartal-5: One Should Not Perceive Māyā in God; Performing Similar Service
Prasang
14th of August, 1986. Amdavad. It was 10:30 pm and I was sitting alone with Swamishri. During our conversation I asked him, “Bapa, we realize you to be perfect. So according to Vachanamrut Vartal 5 we should be freed from māyā. Why then do we still get worldly desires?”
Swamishri replied, “As you have realized the Satpurush to be perfect, then you will definitely become perfect too. And you will be freed from your basic instincts. So keep faith. It doesn’t matter if there are still desires within us, we should just keep faith in what Maharaj has told us in Vartal 5 that, ‘The one whom we have met is perfect!’ By the grace of God and His Sadhu, and by doing kathā-vartā, we too, will become perfect.”
[Divine Memories - Part 2, Shrirang Swami]
તા. ૧૪-૮-૮૬, અમદાવાદ મંદિરે રાત્રે ૧૦.૩૦ વાગે હું કેટલીક વાત કહેવા સ્વામીશ્રી પાસે એકલો જ બેઠો હતો. વાત દરમ્યાન મેં પૂછ્યું, “બાપા! અમે આપને નિર્દોષ સમજીએ છીએ, તો વચનામૃત વરતાલ ૫ પ્રમાણે અમે માયા પર થવા જોઈએ. છતાં સંકલ્પ-વિકલ્પ કેમ થાય છે?”
સ્વામીશ્રી અત્યંત કરુણાભીની દ્રષ્ટિએ જોતાં બોલ્યા, “મોટાપુરુષને તમે નિર્દોષ સમજો છો, તેથી નિર્દોષ થઈ રહ્યા છો. વિશ્વાસ રાખજો. આપણે વિશે માયાના ઘાટ ભલે રહ્યા હોય, પણ વરતાલ પાંચ પ્રમાણે આપણને જે પુરુષ મળ્યા છે, તે નિર્દોષ જ છે, એમ માનવું.” પછી કહે, “ભગવાન ને સંતના પ્રતાપે કથાવાર્તા કરતાં નિર્દોષ થઈ જવાશે...”
[જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨, શ્રીરંગ સ્વામી]