॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૨૬: ભક્તિમાં અંતરાય કરતાં આત્મજ્ઞાનાદિકને પાછાં પાડવાનું

નિરૂપણ

તા. ૩/૬/૧૯૮૧, આબુ. પ્રમુખસ્વામી મહારાજે વચનામૃત ગઢડા મધ્ય ૨૬ના આધારે કથારસ વહેતો કર્યો કે:

“શબ્દોથી ફુલાઈ ન જવું. સારું શરીર, કપડાં, બોલવાની વિદ્વત્તાથી સારા ન થવું, પણ પરમાત્મા અને સંતને જે ગમે છે તે રીતે રહી સારા થવું. લોક રીઝવવા નહીં, પણ ભગવાન રીઝવવા કરવું. દુઃખ પડે તો દિલગીર ના થવું. આપણે પૂર્વાશ્રમમાં કોઈ સંતને કહ્યું હશે કે, ‘ખાવા સારુ સાધુ થયા છો?’ માટે હવે કોઈ આપણને કહે તો ખોટું ન લગાડવું. આપણને બદલો મળે છે તેમ સમજી રાજી રહેવું. જેટલું કરવું તે સચોટ ને સાચું કરવું. વધારે દેખાડવા જાય તે નકામું. ભગવાન ને સંતને ન ગમે તે ન જ કરવું.

“આબુ જવાનું નક્કી હોય ને કહે કે ‘ડાંગરા જાવ.’ તો શું થાય? આ પણ તૈયારી જોઈએ. જેણે ત્યાગ કર્યો તેની કીર્તિ ગવાઈ છે. આપણે પોતાનું જ કરવા આવ્યા છીએ. ભેંસનાં શીંગડાં ભેંસને ભારે. સાપ પકડવાનો ધંધો કરે તે જીવતો તોય મૂએલો જ જાણવો. નાનાનો અવગુણ લેતાં ભગવાન અને સંતનો પણ અવગુણ આવી જાય. ‘હું જ કરું છું’ એમ સમજાય તો અવગુણ આવે. અવગુણ હોય તોય ન જોવો. દેખાય તો આડું ભાગી જવું. ‘મારા વગર પૈડું ફરવું ન જોઈએ’ એમ સમજે તે નકામું.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૪૦૨]

Abu, June 3, 1981. Pramukh Swami Maharaj let flow words of wisdom based on Vachanamrut Gadhada II-26:

“One should not let words inflate their ego. One should not try to look good by keeping one’s body in shape, wearing good clothes, or speaking scholarly. However, one should become good by abiding by what God and the Sant like. Do what pleases God, not the world. If one encounters misery, do not become depressed. In the past, we may have said to another sadhu, ‘You became a sadhu for food?’ So, if someone says that to us, we should not be hurt. We are being penalized (for that past misdeed) so be happy. Do everything honestly and correctly. Showing off too much is useless.

“If it has been decided to go to Abu and they say, ‘Go to Dāngarā,’ what would happen? One should be prepared for this [change in plans]. Whoever has renounced has been praised as famous. We are here to accomplish our own task [of liberation]. The horns of a buffalo are a burden to the buffalo. If one is in the business of catching snakes, consider him dead. If one finds faults in the small, then one will find faults in God and the Sant. If one believes ‘I am the only one doing everything,’ then one will find faults. Even if there are faults, one should not see them. If one sees them, run away. If one believes, ‘Without me, nothing should happen,’ then that is useless.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/402]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase