॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કારિયાણી-૭: ચટકીના વૈરાગ્યનું, આત્યંતિક કલ્યાણનું

નિરૂપણ

પૂનાથી પુનઃ મુંબઈ પધારેલા સ્વામીશ્રીએ તા. ૩૧/૧ની સવારે કારિયાણી પ્રકરણનું સાતમું વચનામૃત સમજાવતાં કહ્યું કે:

“ગૃહસ્થાશ્રમી પ્રવૃત્તિમાર્ગવાળા. તેને પરણાવવું-પસ્તાવું એમ અનંત વિટંબણા. તેની ગણતરી નહીં. તો પણ થાય કે સવાદ લઈ લઈએ. લક્કડશી લાડુ જેવું. જો ખાયેગા વો ભી પસ્તાયેગા; નહીં ખાયેગા વો ભી પસ્તાયેગા. કારણ કે તેને એમ રહ્યા કરે કે, ‘માળુ! લાડુ કેવો હશે?’ પણ ખાય ત્યારે ખબર પડે. મસાણના લાડુમાં એલચીનો હા હોય નહીં – એમ સંસારમાં સુખ હોય નહીં. એક કાર્ય પૂરું થાય ત્યાં બીજું ઊભું થાય. ભરવાડ સો ઢોરને બેસાડીને બેસવા ગયો પણ બેસવાનો વારો જ ન આયો. માટે મહારાજ મૂકી દેવાની વાત કરે છે. પૂર્વનાં મા-બાપ જેમ ભૂલી ગયા તેમ આ પણ આપણાં નથી. આય મૂકવાનાં છે. એમ સમજાય તો ઉપાધિ ન રહે. પર્વતભાઈને આવી સમજણ હતી તો દીકરો ધામમાં ગયો તોય ચાલી નીકળ્યા. ‘રસ્તામાં નાઈ લઈશ’ એમ કહ્યું. પોતાપણું મનાય તો દુઃખ થાય. પોતાના પાંચ રૂપિયા જાય તો દુઃખ થાય પણ બીજાને લાખો-કરોડોનું નુકસાન થાય તોય ધક્કો ન લાગે. પણ ‘આપણા નથી’ એમ સમજે તો દુઃખ ન થાય. મમતા મુકાઈ જાય તો દુઃખ ન થાય. ભગવાનને વિષે દૃઢ પ્રીતિ ને સાધુ સમાગમ રાખે તો મમતા તૂટે. તેમની તૂટી છે તો આપણી પણ તોડાવે. ખોટું ખોટું કહેતાં એક દિવસ ખોટું થઈ જાય. મમતા નીકળી જાય તો જીવ સુખિયો થઈ જાય.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૩૧૮]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase