॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૬: વિવેકી-અવિવેકીનું

નિરૂપણ

૧૦-૪-૧૯૭૦, દારેસલામ, બપોરે એક વાગ્યે વચનામૃત ગઢડા પ્રથમ ૬ નિરૂપતાં યોગીજી મહારાજ કહે, “ભગવાન ને સંતનો સંબંધ થયો તો ગુણગ્રાહક થવું. દત્તાત્રેયે ચોવીસ ગુરુનો ગુણ લીધો, તે વિવેકી. વૈશ્યા વગેરેમાં ક્યાં બધા ગુણ હતા? એક-એક ગુણ બધામાંથી લીધો.

“અવગુણ તો બધામાં હોય જ, પણ તેમાંથી સારો ગુણ લઈ લ્યે ને બીજું છોડી દે તે વિવેકી. પોતાનો ગુણ જો જો કરે તે અવિવેકી.

“મોટપ શું? હૈયામાં શાંતિ. હજારો માણસ માને તે મોટપ નહીં. કોઈનો હું અવગુણ લેતો નથી, એમ એના હૈયામાં ટાઢું રહે. સંતનો થયો હોય તેને સંત વાંક વગર લડે. બીજો અવળું લ્યે... મોટાપુરુષ ટોકતા હોય તો એમ સમજવું કે આપણને સુધારવા સારુ ટોકે છે, એમ ગુણ લ્યે તે વધે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૧૩૩]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase