॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૬૨: આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું ને દાસપણાનું

નિરૂપણ

મે, ૧૯૪૧ (સં. ૧૯૯૭), મુંબઈ. એક વખત વચનામૃત ગઢડા મધ્ય ૬૨મું વચનામૃત વંચાવીને શાસ્ત્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, “આ વચનામૃતમાં આત્મનિષ્ઠા, પ્રીતિ અને દાસત્વપણું એ ત્રણ અંગ કહ્યાં. તેમાં અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એમ ત્રણ પ્રકાર છે?” પછી ઉત્તર પોતે આપતાં જણાવ્યું, “એવો ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પ્રકાર એ અંગમાં નથી. એમ જો જાણીએ તો ગોપાળાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીનું દાસત્વ-ભક્તિનું અંગ હતું, તો તે કનિષ્ઠમાં કહેવાય, પરંતુ એમની સ્થિતિ જોતાં તો એમને વિષે એ પ્રમાણે કહેવાય નહીં. માટે એ ત્રણે અંગ ઉત્તમ પ્રકારનાં છે, પણ તે ત્રણેયમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પ્રકાર છે. તેથી જ્યારે એ ત્રણેય અંગોનો ઉત્તમ પ્રકાર એકને વિષે દેખાય ત્યારે એ ઉત્તમ એકાંતિક કે પરમ એકાંતિક કહેવાય. તે પ્રમાણે મધ્યમ અને કનિષ્ઠનું સમજવું.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૭૬]

May 1941 (Samvat 1997), Mumbai. Shāstriji Mahārāj had Vachanāmrut Gadhadā II-62 read and then asked, “This Vachanāmrut mentions three inclinations: ātma-nishthā (ātmā-realization), priti (love) and dāsatvapanu (servitude). Are these three in some order, i.e. highest, intermediate, and lowest?”

Answering the question himself, Swāmishri said, “There is no order of highest, intermediate, and lowest. If we consider it in that way, then Gopālānand Swāmi and Brahmānand Swāmi had the inclination of offering devotion with servitude - they would be considered on the lowest level; however, on seeing their spiritual state, that was not true. Therefore, all three of these inclinations are of the highest level. However, each one itself has a highest, intermediate, and lowest levels. Thus, when one sees the highest level of all three inclinations in one person, then he is said to be ekāntik or Param Ekāntik. The same should be understood for the intermediate and lowest levels.”

[Brahmaswarup Shāstriji Mahārāj: 2/76]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase