॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Vartal-19: Becoming a Devotee of God; Indiscretion
Prasang
In 1872 (VS 1928) Bhagatji was residing in Vartāl. At that time, Shri Govardhanbhāi was the chief kothāri of Vartāl. His nephew, Shri Girdharbhāi, came into Bhagatji’s contact. From the beginning, Girdharbhāi was a genuine spiritual aspirant and had many saintly qualities. He had decided that if he found an accomplished and great sadguru, he would renounce the world, become a sadhu, and stay with that sadguru in order to attain Bhagwān-realization in this very birth. Earlier, he had associated with Shukānand Swāmi’s disciple, Dharmaprasād Swāmi. The latter had associated with Gunātitānand Swāmi and, on the basis of Vachanāmrut Vartāl-19 would repeatedly tell Girdharbhāi, “Moksha is attained only through the company of Bhagwān or a Sant who has met Bhagwān.” When Girdharbhāi heard these words, he decided to find such a Satpurush to associate with. Therefore, he left Vartāl in order to travel around in Satsang to fulfil his quest.
At first, he stayed with Mana Bhagat in Gadhada for three months. Next, he stayed in Kotadā for two-and-a-half months before going to Junagadh. He also stayed with Nirgundās Swāmi in Ahmedabad for two months. Yet his mind would not accept them as, “Great,” as described by Mahārāj in the Vachanāmrut.
After that, he stayed with Achyutdās Swāmi in Bhuj for two-and-a-half months. Achyutdās Swāmi could continuously see his ātmā. Although he had attained such a state, Girdharbhāi still did not feel the peace he desired. Finally, he returned to Vartāl, exhausted and unfulfilled.
In Vartāl, Girdharbhāi stood on one leg in front of the murti of Shri Harikrishna Mahārāj in Vartāl. After some time, pleased with his devotion, Bhagwān Swāminārāyan granted him his divine darshan. Girdharbhāi was overjoyed and thrilled to have this divine darshan. He prayed emotionally to Mahārāj, “Mahārāj, please make my state such that I can continually experience the bliss of your form. Also, please remain in my heart forever.”
Mahārāj was pleased with his prayer and said, “Bhaktarāj! A person can attain this state if he serves the param ekāntik Satpurush. Only he can purify the jiva and remove it from the cycle of infinite births by destroying māyā and establish my form in the heart. At present, such a Satpurush is Prāgji Bhakta, so serve him!”
Having said this, Bhagwān Swāminārāyan disappeared. Girdharbhāi was stunned because, rather than a sadguru, Mahārāj pointed him towards the meek devotee Prāgji Bhakta - the one who spent the day sewing in the assembly hall. Prāgji Bhakta, a tailor! How could he possibly be the Satpurush? Girdharbhāi was confused and his mind was overshadowed by doubts. He lacked clarity and failed to trust Mahārāj’s words. He again offered the same devotion to Mahārāj. After one month, Mahārāj, pleased by his genuine devotion, gave him divine darshan again.
Girdharbhāi repeated the same prayer to Mahārāj, “Mahārāj, please bless me with your continual darshan. Bless me so that I can achieve Bhagwān-realization and can recognize the one who is ekāntik.” Mahārāj laughed and said, “Bhaktarāj! At present, Prāgji Bhakta is the ekāntik Satpurush. Despite being under the guise of a tailor, he is the Satpurush who beholds my form continuously. He has already perfected ekāntik dharma. Put aside the pride of your caste. You will experience peace if you surrender to him.” Mahārāj said this and then disappeared. This reassurance was now enough for Girdharbhāi.
This marked the beginning of Girdharbhāi’s conviction in Bhagatji and the start of his spiritual association with him. Kothāri Govardhanbhāi also developed deep respect for Bhagatji. He now knew that Girdharbhāi would no longer wish to remain as a householder. He arranged for Girdharbhāi to be initiated into the sadhu-fold at the hands of Adbhutānand Swāmi and named him Vignāndās Swāmi.
[Brahmaswarup Shri Prāgji Bhakta: 163]
સં. ૧૯૨૮માં ભગતજી મહારાજ વડતાલ બિરાજમાન હતા. આ અરસામાં કોઠારી શ્રી ગોવર્ધનભાઈના ભત્રીજા શ્રી ગિરધરભાઈને ભગતજીનો પ્રસંગ થયો. આ ગિરધરભાઈ પહેલેથી જ મુમુક્ષુ હતા અને સાધુતાના ગુણે યુક્ત હતા. વડતાલમાં શુકમુનિ સ્વામીના શિષ્ય ધર્મપ્રસાદદાસજીનો સમાગમ કરતા. સ્વામી ધર્મપ્રસાદદાસજીએ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરેલો જેથી તેમની વાતોમાં વારંવાર વચનામૃત વરતાલ ૧૯ પ્રમાણે “ભગવાન કે ભગવાનના મળેલા સંત મળે ત્યારે જ મોક્ષ થાય.” એમ આવતું તેથી ગિરધરભાઈએ એવા સત્પુરુષનો સમાગમ કરવાનો નિશ્ચય કર્યો. એવા સત્પુરુષ શોધવા પ્રથમ ગઢડા ગયા. ત્યાં માના ભગત પાસે ત્રણ માસ રહ્યા. મહાપુરુષદાસજી તથા રઘુવીરચરણદાસજીનો સમાગમ કર્યો, પણ શાંતિ ન થઈ.
અમદાવાદમાં નિર્ગુણદાસજીના સમાગમમાં બે માસ રહ્યા પણ સત્પુરુષ ન મળ્યા. ભુજમાં અચ્યુતદાસ પાસે રહ્યા કે જેઓ આત્માને અખંડ દેખતા છતાં ત્યાં પણ તેમનું મન માન્યું નહીં. છેલ્લે વડતાલ આવ્યા અને સત્પુરુષ મેળવવાનો તીવ્ર આલોચ, તેથી કોઠારનું કામ પતાવી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પાસે એક પગે ઊભા રહી માળા ફેરવવાની શરૂઆત કરી. તેમના તપથી અને એક નિષ્ઠાથી પ્રસન્ન થઈ મહારાજે દર્શન દીધાં. ગિરધરભાઈએ મહારાજનાં દર્શન કરી સ્તુતિ કરી, “હે મહારાજ! આપની મૂર્તિનું અખંડ સુખ આવે અને હૃદયમાં આપ અખંડ બિરાજો અને સ્થિતિ કરી દ્યો.” મહારાજે તેમની અલૌકિક માંગણીથી પ્રસન્ન થઈ કહ્યું, “ભક્તરાજ એવી સ્થિતિ તો એવા પરમ એકાંતિક સત્પુરુષને સેવો તો થાય. એવા સત્પુરુષ જ જીવમાંથી અનંત જન્મના બડવાળ કાઢી, મૂળ અજ્ઞાનનો નાશ કરી જીવને શુદ્ધ કરી મારી મૂર્તિ હૃદયમાં સ્થાપી શકે છે. એવા સત્પુરુષ વર્તમાન કાળે પ્રાગજીભક્ત છે. તેને સેવો.” એમ કહી મહારાજ અંતર્ધાન થયા.
ગિરધરભાઈને કપડાં સીવનાર પ્રાગજી દરજી પર વિશ્વાસ ન આવ્યો અને મનમાં વિચાર્યું, “મહારાજે બીજા સદ્ગુરુ ન બતાવ્યા.” આથી ફરીથી એ જ પ્રમાણે તપ કર્યું.
મહારાજે એક મહિને ફરીથી દર્શન દીધાં. ગિરધરભાઈએ ફરી એ જ પ્રાર્થના કરી, “મહારાજ! અખંડ દર્શન રહે અને સ્થિતિ થાય એવું કરી આપો અને એકાંતિક બતાવો.” ત્યારે મહારાજે હસતાં હસતાં કહ્યું, “ભક્તરાજ! એકાંતિક તો પ્રાગજી ભક્ત છે. દરજીના સ્વાંગ નીચે મારી મૂર્તિ અખંડ ધારી એકાંતિક ધર્મ સિદ્ધ કરેલા એ બહુ મોટા પુરુષ છે. માટે વર્ણનું માન મૂકી તેમને શરણે જશો તો શાંતિ થશે.” આટલું કહી મહારાજ અંતર્ધાન થયા. ત્યારે તેમણે નિશ્ચય કરી લીધો કે “પ્રાગજી ભક્તને સંપૂર્ણ સેવી લેવા.” બીજે દિવસે ભગતજીની વાતો સાંભળી અંતર ભેદાઈ ગયું. પરિપૂર્ણ નિષ્ઠા થઈ. ભગતજીનો અખંડ સમાગમ કરવા લાગ્યા. ગોવર્ધનભાઈને લાગ્યું કે ગિરધરભાઈ હવે ધોળે લૂગડે રહેશે નહીં એટલે અદ્ભુતાનંદ સ્વામી પાસે દીક્ષા અપાવી વિજ્ઞાનદાસજી નામ પાડ્યું.
[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૧૬૩]