॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada III-18: The Degeneration of Worldly Desires
Nirupan
September 23, 1970. Bhādrā. Explaining Vachanāmrut Gadhadā III-18, Yogiji Mahārāj said, “If we are sleepy and Pramukh Swāmi is delivering a discourse, what should we do? Sleep or listen to the discourse? If one thinks: let’s go to sleep - that is vāsanā. If one has back pain, one is sleepy, one has a fever, yet I still want to sit in the discourse - if one has these thoughts, then their vāsanā has degenerated. Without the grace of God or the Sant, one’s thoughts will not be removed.”
[Brahmaswarup Yogiji Mahārāj: 6/435]
તા. ૨૩/૯/૧૯૭૦, ભાદરા. વચનામૃત ગઢડા અંત્ય ૧૮ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “આપણને ઊંઘ આવતી હોય અને પ્રમુખસ્વામી કથા કરતા હોય તો શું કરવું? ઊંઘી જવું કે કથામાં બેસવું? પછી ‘ના, હાલો સૂઈ જઈએ,’ આવો વિચાર થાય તે વાસના કહેવાય. ‘કેડના મંકોડા તૂટતા હોય, ઊંઘ આવતી હોય, તાવ-તરિયો આવતો હોય છતાં આપણે કથામાં બેસવું જ છે,’ એવા વિચાર કરીએ તે વાસના જીર્ણ થઈ કહેવાય. ભગવાન અને સંતની કૃપા વગર સંકલ્પ હટે જ નહીં.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૪૩૫]
Nirupan
Explaining Gadhadā III-18, Yogiji Mahārāj said, “If one develops affection for the eternal Gunātit Satpurush, then desires will be burnt. The eternal Gunātit Satpurush never becomes non-manifest. If he became non-manifest, what would happen to us?”
[Yogi Vāni: 12/53]
ગઢડા અંત્યનું ૧૮મું સમજાવતાં યોગીજી મહારાજ કહે, “અનાદિ સત્પુરુષ ગુણાતીતમાં હેત થાય તો વાસના બળી જાય. અનાદિ ગુણાતીત પરોક્ષ થતા જ નથી. પરોક્ષ થાય તો આપણું ઠેકાણું કેમ રહે?”
[યોગીવાણી: ૧૨/૫૩]
Nirupan
June 6, 1962. Mumbai. In the morning discourse, Yogiji Mahārāj said, “How should one know if vāsanā has degenerated? A fourth of the newspaper or a fourth of one Vachanāmrut - if one reads the newspaper instead, leaving the Vachanāmrut untouched. Do not do that. If guests came to Mādhā Patel’s (from Mojidad) house, he would say, ‘Let’s go to kathā. If you do not want to come, here is the cot and here is the pot. Sleep.’ How could he sleep on his own? He has to go to kathā against his will. That is called vāsanā becoming degenerate. If one were to earn 10,000 in the bazaar, should one go there or come to Shāstriji Mahārāj. One who has thoughts of God is strong. Everything else would not be a priority. If one is forcefully supported in their social affairs (i.e. he does just enough to get by), he is free of vāsanā. Others are entrapped in their social affairs on their own; or if one cannot leave their social affairs even if the Motā-Purush says to leave it - they all have vāsanā.”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/353]
તા. ૬/૬/૧૯૬૨, મુંબઈ. સવારની કથામાં યોગીજી મહારાજ કહે, “જીર્ણ વાસના કેમ થઈ જણાય? એક પા છાપું ને એક પા વચનામૃત, તો વચનામૃત પડ્યું મૂકી ‘હાલો છાપું વાંચી લઈએ.’ એ ન કરવું. મોજીદડના માધા પટેલ મહેમાન આવ્યા હોય તેને કહે કે, ‘હાલો કથામાં, ને ન આવવું હોય તો આ ખાટલો, આ લોટો. સૂઈ જાવ.’ તે એકલો શું સૂએ? ચુમાઈને આવવું પડે. તે જીર્ણ વાસના થઈ કહેવાય. બજારમાં દસ હજારની કમાણી હોય તો ત્યાં જાવું કે અહીં શાસ્ત્રીજી મહારાજ પાસે આવવું? ભગવાન સંબંધી સંકલ્પ થાય તે બળવાન. બીજું મોળું પડે... વહેવારમાં ટેકા દઈને એ રાખ્યો હોય તે નિર્વાસનિક. ને બીજા પોતાની મેળે રહ્યો હોય તથા મોટાપુરુષ કહે તોય ન નીકળી શકે તે સવાસનિક.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૩૫૩]
Nirupan
Service by Command is Itself Katha
During the afternoon discourse, Vachanamrut Gadhada III-18 was being read. Meanwhile, an attendant offered Swamishri roasted almonds that had been offered to Thakorji as mukhvas. Swamishri rarely ate almonds, but today, due to everyone's insistence, he put one almond in his mouth and began to chew it. The rest were distributed to everyone else.
In the context of the Vachanamrut, he raised a question, “Even though Maharaj was present himself, why did he point to the Satpurush? Why didn’t he say, ‘Keep my company’?”
Thus, raising this subtle point, Swamishri began to explain, ”Everyone recognizes Maharaj, but they do not recognize that the Satpurush is eternal (Gunatit). Maharaj says: Only if you associate with him will your base desires (vasana) be eradicated.”
Swamishri continued explaining, “Suppose a movie is showing and a Sadhu has also arrived; if someone goes to both, their base desires are strong. But if they completely discard the movie, their desires are said to be eradicated.”
Contextual talks were ongoing. Following up on that, Swamishri said, “Someone serves food, someone takes photos, someone physically serves; these are all forms of service. Swami never actually eats or drinks, but he eats just to please everyone.
“The devotees who are in the kitchen are there by command, so for them, that itself is katha. Saying ‘let it be’ [abandoning the service] and coming to sit in the katha is not good.
“Even in Maharaj’s time, the sadhus were free of base desires. They did not prefer mandir construction work, but by Maharaj’s command, they joined in the mandir (service).
“Where did Girdharbhai go?”
“To the kitchen.”
“There you go, he is the one free of base desires. He is effectively sitting in the katha.” During the afternoon discourses, Swamishri would serve such profound, insightful talks to everyone.
[Brahmaswarup Yogiji Maharaj: Part 6/19]
આજ્ઞાથી સેવા એ જ કથા
બપોરની કથામાં વચનામૃત અંત્યનું ૧૮મું વંચાતું હતું. એવામાં સેવકે ઠાકોરજીને મુખવાસમાં ધરાવેલી શેકેલી બદામ સ્વામીશ્રી આગળ ધરી. ભાગ્યે જ સ્વામીશ્રી બદામ જમતા, પણ આજે સૌના આગ્રહથી એક બદામ મોઢામાં મૂકી મમળાવવા લાગ્યા. બીજી સૌને વહેંચી દીધી.
વચનામૃતના પ્રસંગમાં પોતે પ્રશ્ન ઉપસ્થિત કર્યો: “મહારાજ પંડે હતા છતાં સત્પુરુષ કેમ બતાવ્યા? ‘મારો સંગ કરો’ તેમ કેમ ન કહ્યું?”
આમ, સૂક્ષ્મ મુદ્દો ઊભો કરી સ્વામીશ્રી સમજાવવા લાગ્યા, “બધા મહારાજને ઓળખે, પણ સત્પુરુષ અનાદિ (ગુણાતીત) છે તેને ન ઓળખે. મહારાજ કહે છે: તેનો સમાગમ કરો તો જ વાસના જીર્ણ થાય.”
સ્વામીશ્રી આગળ કહેવા લાગ્યા: “એક ફિલમ આવ્યું હોય ને સાધુ આવ્યા હોય; બેયમાં જાય તો વાસના બળવાન છે, પણ ફિલમને ઉડાડી દે તે વાસના જીર્ણ થઈ કહેવાય.”
પ્રસંગોપાત્ત વાતો ચાલતી હતી. એના અનુસંધાનમાં સ્વામીશ્રી કહે: “કોઈ જમાડે, કોઈ ફોટા પાડે, કોઈ દેહે કરીને સેવા કરે, તે બધી સેવાઓ છે. સ્વામી કોઈ દી’ ખાય-પીવે નહિ, પણ બધાને રાજી કરવા જમે.
“હરિભક્તો રસોડામાં છે તે આજ્ઞાથી છે, તો તેમને તે કથા જ છે. ‘છોને થતું,’ એમ કહી કથામાં આવે તે સારું નહિ.
“મહારાજ છતાં સંતો નિર્વાસનિક હતા. મંદિરનું કામ નહોતું ફાવતું, પછી મહારાજની આજ્ઞાથી મંદિરમાં (સેવામાં) જોડાઈ ગયા.
“ગિરધરભાઈ ક્યાં ગયા?”
“રસોડે.”
“લ્યો, એ જ નિર્વાસનિક. એ કથામાં જ બેઠા છે.” બપોરની કથામાં સમજણની આવી માર્મિક વાતો સ્વામીશ્રી સૌને પીરસતા.
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૧૯]