॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Sarangpur-6: Two States within Each State; The Four Types of Speech
Prasang
Yogiji Mahārāj’s Dream State
On the 25th, during the morning discourse, Sārangpur 6 (on ‘Two States within Each State’) was being read. Yogiji Mahārāj interrupted and asked Vajubhāi Sheth, “Is your shop closed today?”
“My shop is open, Bapa. The banks and other offices are closed.” He replied.
Ishwarbhai asked, “What state is it called when your shop is open?”
Swāmishri laughed and said, “That is the dream state.”
Everyone burst our in laughter hearing Swāmishri’s reply.
[Brahmaswarup Yogiji Maharaj: Part 5/299]
સ્વપ્ન અવસ્થા!
તા. ૨૫મીએ સવારે કથા પ્રસંગમાં સારંગપુરનું ૬ઠ્ઠું વચનામૃત ‘એક એક અવસ્થામાં બબ્બે અવસ્થાનું’ વંચાતું હતું. ત્યારે સ્વામીશ્રીએ વચ્ચે વજુભાઈ શેઠને પૂછ્યું, “આજે દુકાન બંધ છે?”
એટલે તેમણે કહ્યું, “દુકાન ખુલ્લી છે, બાપા! બૅન્કો, ઑફિસો વગેરે બંધ છે.”
ત્યારે ઈશ્વરભાઈએ પૂછ્યું, “આ દુકાન ખુલ્લી છે એ કઈ અવસ્થા છે?”
તુરત સ્વામીશ્રી હસતાં હસતાં બોલ્યા, “એ સ્વપ્ન અવસ્થા છે.”
આ સાંભળીને આખી સભા હસી પડી.
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫/૨૯૯]