॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada I-71: God Manifests with His Akshardhām
Mahima
Yogiji Mahārāj said, “Mahārāj has said in Vachanāmrut Gadhadā I-71 that he came onto this earth along with Akshar. One should understand this and explain it to others. Because one does not talk about this in Satsang, Satsang does not spread. Shāstriji Mahārāj propounded this knowledge, so tens of thousands of people became satsangis.”
[Yogi Vāni: 13/30]
યોગીજી મહારાજ કહે, “વચનામૃત ગઢડા પ્રથમના ૭૧માં મહારાજે લખ્યું કે અક્ષરે સહિત હું આવ્યો છું. તે સમજવું ને બીજા આગળ વાત કરવી. સત્સંગમાં આ વાત નથી કરતા તો પ્રચાર નથી થતો. શાસ્ત્રીજી મહારાજે આ વાત કરી તો લાખો સત્સંગી થયા.”
[યોગીવાણી: ૧૩/૩૦]
Mahima
Yogiji Mahārāj said, “Mahārāj says in Vachanāmrut Gadhadā I-71 that Purushottam came onto this earth along with Akshar; one should understand this principle and explain it to others. We have a million satsangis. If everyone talked [about this], then our numbers would grow to 5 million satsangis. However, nobody obeys this command. (Referring to Gunātitānand Swāmi) Bhagatji Mahārāj used to say, ‘He who sleeps here is Akshar.’ In this way, he propounded the glory of [Gunātitanand] Swāmi. Similarly, if the entire Satsang fellowship propounded this knowledge, how Satsang would flourish!”
[Yogi Vāni: 21/7]
યોગીજી મહારાજ કહે, “વચનામૃત ગઢડા પ્રથમ ૭૧માં મહારાજ કહે છે, અક્ષર સહિત પુરુષોત્તમ આવ્યા એમ સમજવું અને બીજા આગળ એમ વાત કરવી. આપણે તો દસ લાખ સત્સંગી છે. જો બધા વાત કરે તો ૫૦ લાખ સત્સંગી થાય; પણ એ આજ્ઞા કોઈ પાળતું નથી. ભગતજી મહારાજ કહેતા, ‘આ સૂતું છે એ અક્ષર છે...’ એમ સ્વામીના મહિમાની વાત પ્રવર્તાવી. આ રીતે આખો સત્સંગ વાત કરે, તો કેવો સત્સંગ વધે!”
[યોગીવાણી: ૨૧/૭]
Nirupan
During the afternoon discourse, Swāmishri spoke on the key points related to Vachanāmrut Gadhadā I-71: “Whichever home God and his Sant grace becomes Akshardham and all devotees in their association are brahmarup. God does not come alone for the sake of granting liberation to the jiva, but he comes along with his own Akshardhām, pārshad-muktas and divine powers. God acts like a human in order to accept the service of his devotees. He accepts their service so that the devotees can join his divine pārshads.”
[Yogi Vāni: 24/136]
યોગીજી મહારાજ બપોરની કથામાં વચનામૃત પ્રથમના ૭૧ ઉપર મુદ્દાની વાત કરતાં કહે, “ભગવાન ને સંત પધાર્યા તે ઘર બ્રહ્મધામ અને સંબંધવાળા ભક્ત બ્રહ્મરૂપ. ભગવાન જીવના કલ્યાણને અર્થે એકલા નથી આવતા, પરંતુ પોતાનું અક્ષરધામ, પાર્ષદ-મુક્તો, ઐશ્વર્ય સહિત પધારે છે. તે ભગવાન મનુષ્ય જેવા થઈ સેવા અંગીકાર કરે છે. દિવ્ય પાર્ષદ ભેળા ભેળવવા સેવા ગ્રહણ કરે છે.”
[યોગીવાણી: ૨૪/૧૩૬]