॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada I-22: Singing without Remembering God Is as Good as Not Singing at All; The Digit ‘1’
Nirupan
Explaining Gadhada I-22, Yogiji Maharaj said, “How should one remember Bhagwan? Bhagwan eats while I eat. He studies while I study. Without remembering Bhagwan - ‘wow, what tasty dudhpāk!’ – will Maharaj eat [with you]? One should read with the thought that Maharaj and Swami are present. Develop a habit. While walking, Maharaj and Swami are walking with me. One should attach their vrutti on Bhagwan. Bhagatji Maharaj’s shishya Vignandas Swami maintained his vrutti on Bhagwan. Sant is always happy. If we rid our heart of women and wealth, then we are happy. One should forsake the entanglement of these two things. Maharaj did just that.”
[Brahmaswarup Yogiji Maharaj: 3/253]
વચનામૃત ગ. પ્ર. ૨૨ નિરૂપતાં સ્વામીશ્રીએ કહ્યું, “ભગવાન કેમ સંભારવા? તો હું જમું છું તે ભેળા મહારાજ જમે છે. ભણતાં ભણે છે. ‘શું દૂધપાક!’ એમ સ્મૃતિ વગર જમે તો મહારાજ જમશે? ભાવથી ધરવો જોઈએ. મહારાજ ને સ્વામી બેઠા છે, એમ ધારી વાંચવું. ટેવ પાડવી જોઈએ. હાલતામાં મહારાજ-સ્વામી ભેળા હાલે છે. દેહભાવ નહિ, વૃત્તિ જોંટ (જોઇન્ટ) રાખવી જોઈએ. ભગતજીના શિષ્ય વિજ્ઞાનદાસ સ્વામી વૃત્તિ રાખતા. સંત સુખિયા. સ્ત્રી ને ધન હૈયામાંથી કાઢીએ તો સુખિયા. એ બે વસ્તુનો લોચો કાઢવો. મહારાજે કાઢ્યો.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૫૩]