॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-16: Faith in God and Faith in Dharma
Nirupan
February 25, 1963, Mumbai. During the discourse on Vachanāmrut Gadhadā II-16, Yogiji Mahārāj explained the importance of faith in his unique style, “One who does not abide by niyams will not remain standing. One who possesses faith attains spiritual enlightenment quickly. One who does not have faith takes much longer - like a local train. One who has faith travels by the Punjāb Mail. Fast! The earth shakes wherever he stands. Whereas [attainment] will take a long time for the one without faith. One with faith comes first. Conversely, ‘Who has seen it? It may happen, it may get done,’ - that is little faith. The one with faith goes with full force.”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/445]
તા. ૨૫/૨/૧૯૬૩, મુંબઈ. કથાપ્રસંગમાં વચનામૃત ગઢડા મધ્ય ૧૬ પર શ્રદ્ધાનો મહિમા લાક્ષણિક રીતે સમજાવતાં યોગીજી મહારાજ કહે, “નિયમમાં ન રહે તો ઠા ન રહે. શ્રદ્ધાવાનને વહેલી સિદ્ધદશા. ઓલાને ઉરુકાળે. લોકલ ગાડી. ને ઓલાને (શ્રદ્ધાવાળાને) પંજાબ મેલ. ધડાડાટ! પૃથ્વી ધ્રુજાવી નાખે જ્યાં ઊભો ત્યાં! ને ફોશીને લાંબું હાલે. શ્રદ્ધાવાન ફર્સ્ટમાં આવી જાય. ‘કોણે દીઠું છે? થાય છે, કરાય છે,’ એ મંદ. પેલો તો લાગી કે દાગી.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૪૫]