॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Sarangpur-10: A Physical Perspective versus the Ātmā’s Perspective; Being Beaten by Shoes
Nirupan
1973, Rajkot. I was still a yuvak at that time. Some ladies had written some questions for Swamishri and so I took them to him. Swamishri told me to read them out aloud. One question was, “In Sarangpur 10, Shreeji Maharaj says that for one who is constantly looking outwards, Akshardham is very far away. Whereas for one who looks inwards towards his own ātmā, it is right here. He also says that the belief that Akshardham is far away is false, and that the correct belief is that it is right here. Mul Akshar Sadguru Gunatitanand Swami also says in his talks, that if one can realise one’s self to be Akshar, then there is no question of coming and going (to Akshardham). From these statements, one concludes that the Akshardham mentioned by Premanand Swami in his verse ‘Aj mare orade re...’ and also referred to by Nishkulanand Swami in the ‘Chosath Padi’, not forgetting the many references made in the Vachanamritam and the life stories of our gurus, is actually no more than a mere concept, and that it doesn’t actually exist. But rather it is a belief, a concept...”
Before I could even finish reading the question Swamishri said, “Both beliefs are true, there is no false belief. What Maharaj is trying to say is that the embodiment of that abode (Mul Akshar Murti) which is before us and which we can all see would be disregarded as meaningless, and rather than keeping one’s thoughts in him, everyone would try to keep their minds engaged in illusions about the abode above, which in fact, nobody can actually see. Then it would be a case of believing not in what one can see but rather in what one cannot see. Ultimately they are left stranded in-between. To avoid this (and so to direct people’s minds towards the embodiment of Akshar before us) Maharaj has described the other Akshardham as false. But it is not a mirage, which simply exists as a figment of one’s imagination, it really does exist.
“And for one who has purified himself, even though he is still living in the midst of this materialistic world, his comprehension of everything changes and he experiences nothing but the bliss of Akshardham. Then of course, it can only be described as being right here can’t it! Those who have attained brāhma-sthiti experience the bliss of Akshardham here and now. So this belief is also true.”
Simply amazing! Who else could impart such unique insight into the scriptural texts?
Pujya Shwetvaikunthdas Swami
[Divine Memories - Part 2]
ઈ. સ. ૧૯૭૩ની સાલમાં સ્વામીશ્રી રાજકોટમાં બિરાજમાન હતા. પારાયણ ચાલતી હતી. તે વખતે મેં ત્યાગાશ્રમની દીક્ષા લીધી નહોતી. ત્યાં મહિલા વિભાગમાંથી સ્વામીશ્રીને કેટલાક પ્રશ્નો લખીને પુછાવ્યા હતા. હું સ્વામીશ્રીને તે કાગળ આપવા ગયો. સ્વામીશ્રીએ મારી પાસે જ કાગળ વંચાવ્યો. તેમાં એક પ્રશ્ન એવો હતો કે સારંગપુર ૧૦માં મહારાજે કહ્યું છે કે બાહ્યદ્રષ્ટિવાળાની સમજણે ભગવાનનું ધામ અતિ દૂર છે જ્યારે આત્મદ્રષ્ટિવાળાની સમજણે તો તે અણુ માત્ર છેટું નથી. અને પહેલી સમજણ મિથ્યા છે ને બીજી સમજણ સત્ય છે. વળી મૂળ અક્ષરમૂર્તિ સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ તેમની વાતોમાં પણ કહ્યું છે કે પોતાને અક્ષર મનાય તો જવા આવવાનું ક્યાં રહ્યું?
આ ઉપરથી તો પ્રેમાનંદ સ્વામીએ ઓરડાનાં પદોમાં વર્ણવેલું તથા નિષ્કુળાનંદ સ્વામીએ ચોસઠપદીમાં વર્ણવેલું ચૈતન્યની ભૂમિકાવાળું અક્ષરધામ તથા વચનામૃત, લીલા ચરિત્રોના ગ્રંથોમાં અક્ષરધામની જે વાતો છે તે મિથ્યા થઈ જાય ને અક્ષરધામ એ માત્ર સમજણમાં એક સંકલ્પના (concept) તરીકે રહે છે...
હજી તો પ્રશ્ન પૂરો થયો નથી ત્યાં જ સ્વામીશ્રીએ ઉત્તર શરૂ કર્યો કે, “બંને વાત સત્ય છે કોઈ મિથ્યા નથી, પણ મહારાજનો અભિપ્રાય એ છે કે અષ્ટાવરણ પાર ભગવાનનું ધામ છે તો ખરું જ, પણ તેને સત્ય કહે તો આ પ્રત્યક્ષ જે મળ્યા છે, દેખાય છે તેમાં વૃત્તિ સ્થિર થાય નહીં અને ઉપર આકાશમાં - જે નથી દેખાતું એમાં જ મન રહે. એટલે જે દેખાય છે તે મનાય નહીં અને જે નથી દેખાતું તેમાં જ પ્રતીતિ રહ્યા કરે, અંતે ઉભયભ્રષ્ટ થાય. તે માટે આ અર્થમાં મહારાજે ધામને મિથ્યા કહ્યું છે પણ મૃગજળની જેમ અક્ષરધામનું અસ્તિત્વ જ નથી કે કેવળ ભ્રમ જ છે એમ નથી.
“અને છતી દેહે જે શુદ્ધ થયો, મુક્ત બન્યો તે ભલે આ માયાના લોકમાં હોય પણ તેની દ્રષ્ટિ ફરી ગઈ છે ને તેને સમ્યક્જ્ઞાન થઈ ગયું છે એટલે એને અક્ષરધામના સુખ સિવાય કંઈ જ ન રહે. પછી અણુમાત્ર છેટે ન જ લાગે ને! માટે બ્રાહ્મીસ્થિતિની અનુભૂતિ છે. તે પણ સત્ય છે.”
અહો! સત્પુરુષ સિવાય અધ્યાત્મશાસ્ત્રના આવા અર્થોનો વિરલ સમન્વય બીજા કોણ કરી શકે?
પૂજ્ય શ્વેતવૈકુંઠદાસ સ્વામી
[જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨]