॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada III-17: The Story of Bharatji
Nirupan
7/7/1975. Barakar. Pramukh Swami Maharaj arrived at Maithon Dam located on the Barakar River. Here, he ferried in the pond on a boat, blessed a few homes, then arrived for his lunch. Vachanamrut Gadhada III-17 was being read when the words “Bharatji was reborn as a deer due to the sin of that attachment” were read.
One devotee asked, “Why is having compassion considered a sin?”
Swamishri replied, “If one develops affection for someone or has compassion toward anything other than God, then that type of affection or compassion is a sin. One should have compassion in just the right degree. If one has compassion toward something and it causes one to think about them, then he falls from the path of liberation. One should not have compassion such that it would make them fall from the path of liberation. If Bharatji had a guru, he would not have become attached to the deer.”
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/65]
તા. ૭/૭/૧૯૭૫. બારાકાર. પ્રમુખસ્વામી મહારાજ સવારે બારાકર નદી પર બાંધેલા મૅથોન બંધની મુલાકાતે પધાર્યા. અહીં જળાશયમાં નૌકાવિહાર બાદ, કેટલીક પધરામણીઓ કરીને તેઓ ઉતારે પહોંચ્યા ત્યારે બપોરના ભોજન પછી ચાલતી કથામાં ગઢડા અંત્ય પ્રકરણનું સત્તરમું વચનામૃત વંચાતું હતું. તેમાં ભરતજીએ મૃગલા પર દયા કરી તે સંદર્ભમાં શ્રીજીમહારાજે વાપરેલા શબ્દો “તે પાપે કરીને મૃગનો દેહ આવ્યો” તે વંચાયા.
તે સાંભળી એક મુમુક્ષુએ સ્વામીશ્રીને પૂછ્યું, “દયા કરવી તેમાં પાપ શા માટે?”
ત્યારે તેઓએ ઉત્તર કર્યો કે, “ભગવાન વિના બીજે બંધન થાય તેવું હેત કે દયા તે પાપ છે. દયા રાખવી તે માપમાં રાખવી. પણ તેનું જ ચિંતવન થાય અને મોક્ષના માર્ગમાંથી પાડે તેવી દયા કે હેત ન રાખવું. ભરતજીને જો ગુરુ ન મળ્યા તો બંધન થયું.”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૬૫]