॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

Vartal-19: Becoming a Devotee of God; Indiscretion

Nirupan

July 19, 1980. London. Pramukh Swami Maharaj spoke on Vachanamrut Vartal 19 in the morning discourse:

“When one understands the divine powers of Bhagwan and the Sant, then one has recognized them. ‘Olkhān (recognition) e moti khān (treasure mine) chhe.’ Recognition is a great treasure mine. Association means (simply) being together. Even flies sit on the Satpurush. That is called an association. However, when can one say one has recognized them? It is when one understands God to be the king of infinite brahmānds and everything happens because of him. If we have the darshan of God because of our light, even so, we should believe it was because of God. When we perceive constant divinity and understand his greatness in our jiva, that is known as recognizing God.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/234]

લંડન, તા. ૧૯૮૦/૧૯/૭ની પ્રાતઃકથામાં વચનામૃત વરતાલ ૧૯ની રસલહાણ કરાવતાં પ્રમુખસ્વામી મહારાજે જણાવ્યું કે:

“ભગવાન ને સંતનું અલૌકિક સામર્થ્ય સમજાય તો ઓળખાણ થઈ કહેવાય. ઓળખાણ એ મોટી ખાણ છે. સંબંધ એટલે ભેગા બેઠા-ઊઠ્યા એ. મોંખીઓય (સત્પુરુષ પર) બેઠી હોય. એ સંબંધ થયો કહેવાય. જ્યારે ઓળખાણ થઈ ક્યારે કહેવાય કે જ્યારે ભગવાનને અનંતકોટિ બ્રહ્માંડના રાજાધિરાજ જાણીએ, એના થકી જ બધું થાય છે, આપણે અજવાળે એનાં દર્શન થાય તોય પણ એમ જાણવું કે ભગવાન થકી જ થાય છે, એમાં અખંડ દિવ્યભાવ રહે – આવો મહિમા જીવમાં રહે તે પાકી ઓળખાણ થઈ કહેવાય.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૨૩૪]

Nirupan

On January 31, 1983, Pramukh Swami Maharaj arrived in Vidyanagar. After the evening ārti, Swamishri spoke based on Vachanamrut Vartal 19:

“Whatever God and the Sant does is appropriate. If one understands this, then that is called having recognized them. The Sant is Gunatit, who is the vessel of Maharaj. He is not one that begs for food, but rather one who feeds thousands. Because he beholds God, he has just as much powers as God. The Sant can accomplish what God can accomplish. If one understands this, then that is complete recognition. His greatness is not based on whether everyone in the worlds believes it or not. The extent of greatness is the extent to which one has strengthened āgna and upāsanā. Understanding them to be the source of happiness and peace is recognition. Even if they show ignorance, they are still great.

“If one find a fault in the Sant, one will also find a fault in God. Therefore, one should look at their own faults instead. If one wants to do according to their own mindset, then one has not developed faith. The extent to which one lack understanding is proportional to not being able to experience happiness in satsang.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5/16]

તા. ૩૧/૧ની સાંજે પ્રમુખસ્વામી મહારાજ વિદ્યાનગર પધાર્યા. અત્રે સંધ્યા આરતી બાદ વચનામૃત વરતાલ ૧૯ના આધારે સદ્‌બોધ વહાવતાં તેઓએ જણાવ્યું:

“ભગવાન ને સંત જે કરે છે તે બધું બરાબર જ છે – આમ સમજાય તો ઓળખાણ થઈ કહેવાય. સંત એટલે ગુણાતીત. તે મહારાજને અખંડ ધારી રહ્યા છે. રામરોટી માગે તેવા નથી. હજારોને રામરોટી ખવરાવે તેવા છે. ભગવાનને ધાર્યા એટલે ભગવાન જેટલું સામર્થ્ય. ભગવાન જેવું સંત કાર્ય કરી શકે છે – તેમ સમજાય તો ઓળખાણ પાકી થઈ કહેવાય. દુનિયા તેને માને કે ન માને તેણે કરીને તેમની મોટપ નથી. આજ્ઞા-ઉપાસના જેટલી દૃઢ તેટલી મોટપ. તેમનાં સુખ, સામર્થી સહિત ઓળખાણ તે તત્ત્વે સહિત ઓળખાણ. તેઓ અજ્ઞાન બતાવે પણ મહાન જ છે.

“સંતમાં અવગુણ આવ્યો તો ભગવાનમાં આવશે. માટે પોતાનું જોવું. આપણું ધાર્યું કરવું છે ત્યાં સુધી આપણી નિષ્ઠા પાકી થઈ જ નથી. જેટલું સમજણમાં ચૂંથાય છે તેટલું સત્સંગમાં સુખ આવતું નથી. પડળ ખસી જાય તો સુખ. શાસ્ત્રીજી મહારાજ ૮૬ વર્ષ સુધી ફર્યા. શું કામ? આપણું સારું થાય તે માટે. તેમનો દાખડો જોઈ આપણે તો ન્યોછાવર થઈ જવું જોઈએ. ‘કેમ કર્યું?’ એમ સંકલ્પ થાય તો વિમુખ. ભગવાન ને સંતની જેમાં ગૌણતા હોય તેમાં કાન ન દેવાય. પાજી-પળાવની છાયામાં દબાવું નહીં. જેને માન્યા છે તે રાજી થયા? આ ન થયું તો અંતરમાં શાંતિ ન થાય. ભગવાન ને સંતને સમજ્યા તે વિવેક.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫/૧૬]

SELECTION
TYPE * History * Mahima * Nirupan * Prasang * Summary * Akhyan VAKTA * Aksharbrahma Shri Gunatitanand Swami * Brahmaswarup Mahant Swami Maharaj * Brahmaswarup Pragji Bhakta * Brahmaswarup Pramukh Swami Maharaj * Brahmaswarup Shastriji Maharaj * Brahmaswarup Yogiji Maharaj REFERENCE * Aksharamrutam * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 1 * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 2 * Bhagwan Swaminarayan: Part 4 * Bhagwan Swaminarayan: Part 5 * Brahmana Sange * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 1 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 7 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8 * Brahmaswarup Shastriji Maharaj: Part 1 * Brahmaswarup Shastriji Maharaj: Part 2 * Brahmaswarup Shri Pragji Bhakta * Brahmaswarup Yogiji Maharaj: Part 1 * Brahmaswarup Yogiji Maharaj: Part 2 * Brahmaswarup Yogiji Maharaj: Part 3 * Brahmaswarup Yogiji Maharaj: Part 4 * Brahmaswarup Yogiji Maharaj: Part 5 * Brahmaswarup Yogiji Maharaj: Part 6 * Chalo Chale Ham Akshardham * Divine Memories - Part 1 * Divine Memories - Part 2 * Divine Memories - Part 3 * Jeva Me Nirakhya Re - Part 6 * Parabhakti * Sanjivani * Satsang Saurabh: Part 1 * Swabhavvash Sansar * Swamini Vato * Yogi Gita Marma * Yogi Vani * Yogiji Maharaj’s 101 Tales of Wisdom PLACE YEAR
Go

Type: Keywords Exact phrase