॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Vartal-19: Becoming a Devotee of God; Indiscretion
Nirupan
Gunātitānand Swāmi said, “This human body should be utilized for worshiping God. A human birth in this Bharat-khand is not attained by merely a few spiritual merits. Even the deities say, ‘Aho amishām.’”† After reciting this shlok, Swāmi explained, “Even the deities wish for the human body that has been attained by us. We have also attain God and his Sant. This is not a small attainment.”
†Aho amishām kimkāri shobhanam prasanna eshām sviduta svayam Harihi; Yairjanma labhdham nrushu Bhāratājire Mukundasevaupayikam spruhā hi nahah. Oh, what merits must the people of Bharat have performed? Or God himself must be so pleased with them that they have been blessed with a human birth in the courtyard of Bharat (India). Such a human birth which is used in the service of God is desired even by us (gods). - Shrimad Bhagvat 5/19/21
ગુણાતીતાનંદ સ્વામી કહે, “આ દેહ ધર્યો છે તેણે કરીને તો ભગવાન ભજી લેવા. ને આ ભરતખંડમાં મનુષ્યદેહ કાંઈ થોડા પુણ્યે આવતો નથી. તે દેવતા પણ કહે છે જે, ‘અહો અમીષાં.’”† એ શ્લોક બોલીને કહે છે, “એમ દેવતા પણ ઇચ્છે છે. તે મળ્યો ને વળી ભગવાન ને ભગવાનના સંત મળ્યા એ કાંઈ થોડી પ્રાપ્તિ નહીં.”
†અહો અમીષાં કિમકારિ શોભનં પ્રસન્ન એષાં સ્વિદુત સ્વયં હરિઃ । યૈર્જન્મ લબ્ધં નૃષુ ભારતાજિરે મુકુંદસેવૌપ યિકં સ્પૃહા હિ નઃ ॥ અર્થ: અહો! આ ભારતવર્ષના મનુષ્યોએ ક્યાં પુણ્ય કર્યાં હશે? અથવા શ્રીહરિ પોતે શું તેઓના ઉપર પ્રસન્ન થયા હશે કે જેઓ આ ભારતવર્ષના આંગણામાં મનુષ્યોની અંદર જન્મ પામ્યા છે કે જે મનુષ્યજન્મ શ્રીહરિની સેવામાં ઉપયોગી હોઈ, તે માટે અમને (દેવોને) પણ ઝંખના છે. (ભાગવત: ૫/૧૯/૨૧)