॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૨૪: સોળ સાધનનું, જ્ઞાનાંશના વૈરાગ્યનું

નિરૂપણ

શ્રેષ્ઠ સાધન

બપોરની કથામાં સ્વામીશ્રીએ વચનામૃત અં. ૨૪મું વંચાવતાં વાત કરી:

“શ્રદ્ધા એટલે ઉમંગ.

“અહિંસા શું? કોઈને વેણ ન મારવું. કોઈનું મન દુઃખાય તેવું ન કરવું.

“બ્રહ્મચર્ય શું? તમારે એક નારી સદા બ્રહ્મચારી. અમારે અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ. તમે ગૃહસ્થ પણ બ્રહ્મચારી કહેવાઓ; પણ ક્યાંક સાંધા મારી દ્યો તો તે બ્રહ્મચર્ય વ્રત ન કહેવાય.

“આ સાધન ગોલોકમાં જવાનાં છે?

“ના, અક્ષરધામમાં જવાનાં.

“સોળ સાધનમાં શ્રેષ્ઠ સાતમું સાધન - સાધુ સમાગમ છે.

“સાધુ ધર્મ-નિયમ પળાવે, કુસંગ થાવા ન દિયે. સમાગમમાં બધી વાત રહી છે. જૂનાગઢમાં સ્વામીનો સમાગમ કરવા બધા જતા. મહુવે ભગતજી મહારાજનો સમાગમ કરવા જતા.

“આત્મનિષ્ઠા શું? ખમી ખાવું. કોઈ કાંઈ કહે તો જોડો મારવો ને? ના, સહન કરવું.

“પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન છે. તેની ભક્તિ-સેવા કરવી. દેવદેવલાં, માતા, શિકોતેર, ગ્રહ-પનોતીનો ભાર ન રાખવો. કોઈ બ્રાહ્મણ કહે, ‘તમને સાડા સાતી પનોતી છે.’ તો તેને કહેવું, ‘ભાગ્ય અહીંથી.’

“નિશ્ચય, ભક્તિ જેને હોય તેને આ બધું ન હોય.

“ઘણાં હાથ જોવરાવે કે મારે કેટલાં વરસ જીવવાનું છે? પણ એક દી’ તો મરવાનું જ છે.

“સંતોષ - કલ્યાણના માર્ગમાં ને? ના, વ્યવહારના માર્ગમાં. ૫૦ પૌંડ મળે છે તે બસ છે, એમ માની સંતોષ રાખવો.

“કોઈ પ્રકારનો દંભ ન રાખવો. પોતા પાસે મૂડી ન હોય ને લાખ રૂપિયા બતાવે તે દંભ. લૂગડાં માગીને પહેરે ને પોતાનાં છે તેમ કહે. ધર્મ, જ્ઞાન ઓછાં હોય તે વધુ બતાવે.

“પરમાર્થ એ દયા છે, પણ ભરતજીના જેવી દયા ન કરવી. તે નખ્ખોદ કાઢે.

“વિહિત ભોગનો સંકોચ કરવો, એ તપ ત્રણ વાર ખાતો હોય તે બે વાર ખાય. આઠ કોળિયા ખાતો હોય તો બે ઓછા ખાય. ગાદલે સૂતો હોય તે હેઠે કોથળા ઉપર સૂવું. હાથનું ઓશિકું લેવું. ખાટલો ન રાખવો.

“કોઈને ઊતરતી વાત ન કરવી. ચડતી વાત કરવી. તેની ભૂલ હોય તો કહેવું, ‘સુધરશે.’ એમ આગળ લઈ જવો, પણ તેને ફજેત ન કરવો.

“સોળ સાધનમાંથી સંત-સમાગમ હોય તો આપણે રૂડી રીતે ભગવાનના ધામમાં જઈએ.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૩૨૬]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase