॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૧: નિર્વિકલ્પ સમાધિનું

નિરૂપણ

તા. ૩/૮/૧૯૬૮. ગોંડલમાં બપોરે જમ્યા પછી વરતાલનું પહેલું વચનામૃત વંચાવ્યું. તે સમજાવતાં યોગીજી મહારાજ કહે, “ગુણાતીત સ્થિતિ શું? માન-અપમાન, સુખ-દુઃખ, હાણ-વૃદ્ધિમાં એકતા થઈ જાય. હજારો માણસ અપમાન કરે તોય કંઈ નહીં. હાર પહેરાવે તોય કંઈ નહીં.

“અચળ મતિ શું? ચળે નહીં. ‘હશે કે નહીં?’ એમ ન થાય.

“મહારાજ આંબાવાડિયામાં બેઠા હતા તે આંબાને સંભાર્યો. જ્યાં જે હોય તેને આગળ લેવા પડે. આંબાને ન સંભારે તો એને એમ થાય કે ‘મને કેમ યાદ ન કર્યો?’ મૂંઝાય.

“નિશ્ચય શું? કર્તા, સાકાર, સર્વોપરી, અક્ષરધામના પતિ આ જ સર્વોપરી ભગવાન છે.”

પછી ભરૂચના ડૉ. મગનભાઈને વચનામૃતનો સાર કહેવા કહ્યું. પોતે બોલ્યા, “શ્રીજીમહારાજ બેઠા હતા તેમાં જોડાય, તો સમાધિ હોય કે ન હોય તોય સમાધિ જ છે. મન સાથે વૈર બંધાવું. તે તો સો ઘોડા ઘડે. સત્પુરુષ એ જ આપણું મન. તો મન અમન થયું. સત્પુરુષરૂપ થઈ જાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૨૧૧]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase