॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૬૮: અષ્ટ પ્રકારની પ્રતિમામાં અને સંતમાં અખંડ રહ્યાનું

નિરૂપણ

ગુણાતીતાનંદ સ્વામી કહે, “કોઈ ઐશ્વર્યને ભલા થઈને ઇચ્છશો મા ને જો આવે તો આપણે કાંઈક કરી નાખીએ એમ છે, માટે એમાં કાંઈ માલ નથી. દેશકાળે સ્થિતિ રાખવી, તે શું? તો દ્રવ્ય ગયું કે દીકરો દેહ મૂકી ગયો કે ખાવા અન્ન ન મળ્યું તો તેમાં સમજણ કામ આવે છે. તે એક વાણિયે પરદેશમાં જઈને કરોડ્ય સોનાનાં રાળ ભેળાં કર્યાં ને વહાણ ભરીને આવ્યો. તેણે કાંઠે ઊતરવા પાટિયા ઉપર પગ દીધો કે વહાણ બૂડ્યું. ત્યારે વાણિયો કહે, ‘અહો! થયું ને માથે.’ પણ પછી કહે, ‘જન્મ્યા ત્યારે એ ક્યાં હતાં?’ તેમ જ એક ફકીરને રસ્તામાં ચાલતાં દોરડું મળ્યું. તે તેણે ખંભે નાખ્યું હતું પણ તે પાછું પડી ગયું. પછી થોડોક ચાલ્યો ત્યારે ખબર પડી. ત્યારે કહે છે, ‘કાંઈ નહીં, મુજ કુ રસ્સા પાયા જ નો’તા;’ એમ વિચારીને આનંદમાં રહેવું. વળી, કાકાભાઈના વચનામૃતમાં (ગઢડા પ્રથમ ૭૦) પણ કહ્યું છે જે, ‘ઘરમાં દસ માણસ હોઈએ ને તે સર્વે મરવાનાં હોય, તેમાંથી એક બચે તો શું થોડો છે?’ માટે એમ સમજવું.”

[સ્વામીની વાતો: ૬/૨૮]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase