॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૬૧: નિયમ, નિશ્ચય અને પક્ષનું

આખ્યાન

દક્ષનું મુખ બકરાનું થયું...

પ્રજાપતિના યજ્ઞનું આયોજન થયું. તેમાં બધા મોટા-મોટા ઋષિઓ, દેવતાઓ, મુનિઓ એકત્ર થયા હતા. તે સભામાં દક્ષ પ્રજાપતિનું આગમન થયું. બધાએ તેમને આસન પરથી ઊઠીને સન્માન આપ્યું. પણ મહાદેવજીએ કોઈ પણ પ્રકારનું સન્માન ના કર્યું. આથી દક્ષ ક્રોધે ભરાયા અને શિવજીને ખરાબ વચનો કહી અપમાનિત કર્યા અને શાપ આપ્યો. તે વખતે પોતપોતાના પક્ષ માટે નંદી અને ભૃગુઋષિએ પણ સામ સામે શાપ આપ્યા.

દક્ષે પોતાના અપમાનનો બદલો લેવા યજ્ઞનું આયોજન કર્યું અને તેમાં શિવજીને ન આમંત્ર્યા. યજ્ઞમાં પણ તેમનો ભાગ ના રાખ્યો. સતીને આ યજ્ઞની જાણ થતાં મહાદેવજીના રોકવા છતાં પિતાને ઘેર ગયાં. ત્યાં કોઈના પણ દ્વારા તેમને ના બોલાવાયાં તથા જ્યારે શિવજીનો યજ્ઞમાં ભાગ નથી એમ જાણ્યું ત્યારે ક્રોધિત થઈને યજ્ઞમાં જ યોગાગ્નિથી પોતાનું શરીર બાળી દીધું.

મહાદેવજીએ જ્યારે નારદજી પાસેથી જાણ્યું કે દેવી સતીએ પ્રાણ ત્યજી દીધા છે અને તેમના પાર્ષદોની સેનાને ઋભુઓએ મારી ભગાડ્યા છે ત્યારે તેમને ઘણો ક્રોધ થયો. પોતાની જટામાંથી એક વીરભદ્ર ઉત્પન્ન કર્યો. તેને દક્ષનો અને તેના યજ્ઞના નાશનો આદેશ કર્યો. તે મુજબ વીરભદ્રે યજ્ઞ તોડી દક્ષનું માથું કાપી નાંખ્યું અને યજ્ઞના દક્ષિણાગ્નિમાં નાંખી દીધું. બ્રહ્માજી અને દેવતાઓની વિનંતીથી શિવજી પ્રસન્ન થયા. અને તેમના આદેશથી દક્ષને બકરાનું મુખ જોડવામાં આવ્યું. ત્યારબાદ દક્ષે શિવજીની માફી માંગી.

[ભાગવત: ૪/૨-૭]

પરિક્ષિત રાજાનું સાત દિવસમાં મૃત્યુ થયું

પરિક્ષિત રાજા (અભિમન્યુ અને ઉત્તરાનો પુત્ર) વનમાં શિકાર કરવા ગયા હતા. તરસ લાગવાથી પાણી શોધતા હતા ત્યારે તેમને એક આશ્રમ નજરમાં આવ્યો. આશ્રમમાં દાખલ થયા ત્યાં એક ઋષિ ધ્યાનમાં મગ્ન હતા. રાજાનો સત્કાર ન થયો માટે પરિક્ષિતને અપમાન લાગ્યું અને ઋષિના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો. ઋષિ પુત્ર આ સમયે આવ્યો અને રાજાનું આ કૃત્ય જોયું. ક્રોધાવેશમાં ઋષિપુત્રે રાજાને શાપ આપ્યો કે તક્ષક નાગના ડંસથી તેને સાત દિવસમાં મૃત્યુ થશે. ઋષિ ધ્યાનમાંથી જાગ્યા ત્યારે આ વિગત જાણી અને પુત્રને ઠપકો આપ્યો. તેને જણાવ્યું કે રાજાને તેના મૃત્યુની જાણ કર તો રાજા એના મૃત્યુ માટે છેલ્લા સાત દિવસમાં જે કરવાનું હોય તે કરી શકે.

રાજાએ તેના મૃત્યુની જાણ થતાં મૃત્યુ સ્વીકાર્યું અને કોઈ સિદ્ધ પુરુષની શોધ કરવા નિકળ્યાં. ‘સાત દિવસમાં મૃત્યુ પામવાનો હોય તેવા માણસે છેલ્લા દિવસોમાં શું કરવું જોઈએ?’ - આ પ્રશ્નનો ઉકેલ લાવે તેવા પુરુષની શોધમાં તેમને શુકદેવજી મળી ગયા. શુકદેવજીએ પરિક્ષિતને ભાગવતની કથા સંભળાવી. તેમની કથા શ્રદ્ધાથી સાંભળીને પોતાનું સ્વરૂપ આત્મા છે તે સમજાયું અને ‘હું દેહ છું અને હું મરણ પામવાનો છું’ તેવી પશુબુદ્ધિનો ત્યાગ કર્યો. જ્યારે તક્ષક નાગ કરડવા આવ્યો ત્યારે પરિક્ષિતે કોઈ પ્રકારના ભય વગર પોતાના મૃત્યુને આવકાર્યું.

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase