॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Vartal-18: Facts That Must Be Understood
Akhyan
Krishna Bhagwan married eight chief queens such as Rukmini
Krishna Bhagwan had 16,108 queens. A brief account of the eight chief queens is as follows:
1. Rukmini: Rukmini was the daughter of King Bhishmak of Vidharbh. Hearing Krishna’s virtues, brave feats, and glory, she decided only Krishna was worthy of marriage. She sent a brāhmin to Dwarika with a message. Krishna went to Kundinpur, ‘abducted’ her with her consent, and married her after reaching Dwarika in a ceremony.
2. Jāmbavati: When Krishna was accused of stealing the Syamantak jewel, he went to search for it to prove his innocence. His search led him into a cave where the king of the bears Jāmbavān lived. He wrestled with Jāmbavān for 28 days and defeated him. Jāmbavān was pleased and gave the Syamantak jewel and his daughter Jāmbavati’s hand in marriage.
3. Satyabhāmā: Once, Satrājit accused Krishna for stealing the Syamantak jewel, which Suryadev gave to him. He later learned Krishna did not have it. Therefore, he gave the Syamantak jewel (after it was retrieved) and his daughter Satyabhāmā’s hand in marriage to Krishna.
4. Kālindi: Kālindi was Suryadev’s daughter, who had wished that God would become her husband. Krishna married her to fulfill her wish.
5. Mitravindi: Mitravindi was a sister to King Vind of Ujjain and Anuvind. She wished to marry Krishna. During her swayamvar, Krishna abducted her and married her.
6. Satyā: Also known as Nāgnajiti, she was the daughter of King Nagnajit of Kosal. The king placed a condition of her marriage: anyone who defeats his seven ferocious bulls would win her hand. Krishna defeated the bulls and won control over them. He married Satyā.
7. Bhadrā: Krishna married the princess of Kekeya.
8. Lakshmanā: Krishna abducted Lakshmanā of Madra and married her.
[Bhagwan: 10/54-59]
કૃષ્ણ ભગવાન રુક્મિણી આદિક અષ્ટ પટરાણીઓને પરણ્યા
શ્રીકૃષ્ણ ભગવાનને સોળ હજાર એકસો આઠ સ્ત્રીઓ હતી. તેમાં સૌપ્રથમ અષ્ટ પટરાણીની વાત આ મુજબ છે.
૧. રુક્મિણી: વિદર્ભદેશના રાજા ભીષ્મકની પુત્રી રુક્મિણી હતાં. તેમણે શ્રીકૃષ્ણના ગુણ, પરાક્રમ, વૈભવની પ્રશંસા સાંભળી નિશ્ચય કર્યો કે ભગવાન શ્રીકૃષ્ણ જ મારા યોગ્ય પતિ છે. એક બ્રાહ્મણે દ્વારિકાપુરીમાં જઈ શ્રીકૃષ્ણને તેમનો સંદેશો આપ્યો અને ભગવાને કુંડિનપુર જઈ રુક્મિણીનું હરણ કર્યું અને દ્વારિકાપુરીમાં પહોંચી વિધિપૂર્વક તેમનું પાણિગ્રહણ કર્યું.
૨. જામ્બવતી: ભગવાન શ્રીકૃષ્ણ પર જ્યારે સ્યમંતક મણિની ચોરી માટે કલંક લાગ્યું ત્યારે ભગવાન મણિની શોધમાં એક ગુફામાં પ્રવેશ્યા. ત્યાં રીંછરાજ જામ્બવાન સાથે અઠ્ઠાવીસ દિવસ સુધી યુદ્ધ થયું અને અંતે હારીને જામ્બવાને મણિ અને પોતાની કન્યા જામ્બવતીને શ્રીકૃષ્ણનાં ચરણોમાં સમર્પિત કર્યાં.
૩. સત્યભામા: એક વખત સત્રાજિત યાદવે પોતાના સ્યમંતક મણિ માટે શ્રીકૃષ્ણ પર ખોટું કલંક લગાડ્યું અને પછી ખબર પડી કે તે મણિ તેમની પાસે ન હતો. આથી તેણે સ્યમંતક મણિ અને પોતાની કન્યા શ્રીકૃષ્ણને આપી દીધાં.
૪. કાલિન્દી: સૂર્યદેવની પુત્રી કાલિન્દીને અત્યંત ઇચ્છા હતી કે ભગવાન મારા પતિ થાય. તેથી તેમની ઇચ્છાથી શ્રીકૃષ્ણ ભગવાને તેમની સાથે વિવાહ કર્યા.
૫. મિત્રવિન્દા: ઉજ્જૈન દેશના રાજા વિન્દ અને અનુવિન્દની બહેન મિત્રવિન્દાની અત્યંત ઇચ્છા હતી કે ભગવાન શ્રીકૃષ્ણને જ મારા પતિ બનાવવા. તેથી સ્વયંવરમાં શ્રીકૃષ્ણે તેમનું હરણ કર્યું અને વિવાહ કર્યા.
૬. સત્યા: કોસલદેશના નગ્નજિત રાજાની કન્યા સત્યા હતી. તે ‘નાગ્નજીતી’ પણ કહેવાતી. ભગવાન શ્રીકૃષ્ણે રાજાની પ્રતિજ્ઞા પ્રમાણે માતેલા સાત સાંઢોને નાથીને તેમનું પાણિગ્રહણ કર્યું.
૭. ભદ્રા: કેકેય દેશની રાજકુમારી ભદ્રા સાથે લગ્ન કર્યા.
૮. લક્ષ્મણા: મદ્રપ્રદેશના રાજાની કન્યા લક્ષ્મણાને સ્વયંવરમાંથી હરણ કરીને લાવ્યા અને વિવાહ કર્યા.
[ભાગવત: ૧૦/૫૪-૫૯]
Krishna saved Draupadi from humiliation
To abide by Kuntaji’s words, the five Pāndavas married Draupadi. Later, they lost in a gambling game with the Kauravas. Duhshāsan dragged Draupadi by her hair and brought her to the court and tried to take her clothes off to humiliate her. Krishna saved her dignity by replacing her saris. She accompanied the Pāndavas when they were banished to the forest for 14 years and one year in hiding. She was chaste, virtuous, and forgiving. When Ashwatthāmā killed her five sons, Krishna brought them back to life. Of all the great women of Bhārat, he is one of the foremost. She also has a place among the seven satis.
કૃષ્ણ ભગવાને દ્રૌપદીની લાજ રાખી
કુંતામાતાના શબ્દોનું માન રાખવા પાંચેય પાંડવો તેમને પરણ્યા. દ્યૂતમાં કપટથી કૌરવોએ પાંડવોને હરાવ્યા અને ભરસભામાં દુઃશાસને દ્રૌપદીના કેશ પકડી ઘસડી તેની લાજ લેવાનો પ્રયત્ન કરતાં શ્રીકૃષ્ણે વસ્ત્ર પૂર્યા અને તેમની રક્ષા કરી. પાંડવો સાથે ચૌદ વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસ ભોગવ્યો. તે પરમપવિત્ર, સદ્ગુણી અને ક્ષમાશીલ હતાં. અશ્વત્થામાએ પોતાના પાંચ પુત્રોને મારી નાંખ્યા છતાં પણ તેમણે તેને જીવતદાન આપ્યું. ભારતની મહાન સન્નારીઓમાં તેમનું નામ મોખરે છે. દ્રૌપદીનું પાંચ સતીમાં સ્થાન છે.
Krishna Bhagwan Wed 16,000 Women
The story of Krishna marrying 16,000 womenis as follows:
A demon named Bhaumāsur, king of Prāgjyotishpur, took Varun’s umbrella, Mother Aditi’s earrings, and took control of Maniparvat, the place of the deities located on Mount Meru. The deities and Aditi went to Krishna for help. Krishna mounted the Garud and took Satyabhāmā with her to kill Bhaumāsur. Bhaumāsur had captured 16,000 women and kept them in his palace. Krishna rescued them and they all wished to marry Krishna. In one ceremony in Dwarika, Krishna assumed many forms and married all of them.
[Bhagwat: 10/59; Vishnu-Puran, Dvitiya Khand: 31/18]
કૃષ્ણ ભગવાન સોળ હજાર સ્ત્રીઓને પરણ્યા
કૃષ્ણ ભગવાન સોળ હજાર એકસો રાણીઓને પરણ્યા તેની કથા આ મુજબ છે:
પ્રાગજ્યોતિષપુરમાં રાજા ભૌમાસુરે વરુણનું છત્ર, માતા અદિતિનાં કુંડળ અને મેરુપર્વત પર સ્થિત દેવતાઓનું મણિપર્વત નામક સ્થાન છીનવી લીધું. તેથી અદિતિ અને દેવોએ શ્રીકૃષ્ણને વિનંતી કરી. આથી ભગવાન ગરુડ પર બેસી સત્યભામા સાથે ભૌમાસુર પાસે ગયા અને ત્યાં યુદ્ધમાં ભૌમાસુરનો વધ કર્યો. ભૌમાસુરના મહેલમાં તેણે બળપૂર્વક રાખેલી સોળ હજાર એકસો રાજકન્યાઓ હતી. તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ તરીકે ઇચ્છ્યા અને ભગવાને દ્વારિકાપુરીમાં એક જ મુહૂર્તમાં જુદા જુદા આવાસોમાં અલગ અલગ રૂપ ધારણ કરીને એકી સાથે બધી રાજકુમારીઓનું વિધિથી પાણિગ્રહણ કર્યું.
[ભાગવત: ૧૦/૫૯; વિષ્ણુ પુરાણ, દ્વિતીય ખંડ: ૩૧/૧૮]