॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Kariyani-8: The Sagun and Nirgun Forms of God
Akhyan
Krishna Bhagwan showed Yashodā the Brahmānd in his Mouth
One day, Balrām and other cowherds were playing with Krishna. They went to his mother Yashodā to tell her that Krishna ate dirt. Yashodā scolded Krishna, but Krishna said, “I did not eat dirt. Look into my mouth with your own eyes.” When Yashodā peeked into his mouth, Krishna showed her the entire brahmānd that is bound by the eight barriers.
[Bhāgwat: 10/38-42]
શ્રીકૃષ્ણ ભગવાને માતા યશોદાજીને મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું
એક દિવસ બલરામ વગેરે ગોપબાળકો શ્રીકૃષ્ણ સાથે રમી રહ્યાં હતાં. તેમણે યશોદા માતાને આવીને કહ્યું, “મા, કનૈયાએ માટી ખાધી છે.” યશોદાએ કૃષ્ણને ઠપકો આપ્યો. ત્યારે કૃષ્ણ કહે, “મા, મેં માટી નથી ખાધી. તમે તમારી આંખોથી મારા મોંમાં જોઈ લો.” કૃષ્ણની કૃપાથી યશોદા માતાને કૃષ્ણ ભગવાનના મુખમાં અષ્ટ આવરણે સહિત સમગ્ર બ્રહ્માંડનાં દર્શન થયાં.
[ભાગવત: ૧૦/૩૮-૪૨]
Krishna Bhagwan Showed the Vishwarup Form to Arjun
When the Pāndavas and Kauravas decided to battle each other, the two armies gathered face to face in Kurukshetra. All of the warriors blew their conch shells to commence the battler. Arjun asked Krishna to take his chariot to the center of the two armies. There, instead of seeing the unrighteous, he saw his brothers or gurus or great grandfather. He refused to fight them. Krishna then preached to him the message of the Gitā. Arjun asked Krishna to show him his Vishwarup form. Krishna granted him divine eyes and showed his Virāt form. The brave Arjun became frightened seeing this form and prayed that Krishna assumed his human form again.
કૃષ્ણ ભગવાને અર્જુનને વિશ્વરૂપ દેખાડ્યું
પાંડવો અને કૌરવો સાથે યુદ્ધ નક્કી થયું ત્યારે કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા બંને પક્ષની સેના સામસામે ઊભી રહી. યોદ્ધાઓએ યુદ્ધના પ્રારંભ માટે પોતપોતાનો શંખ વગાડ્યો. અર્જુને કૃષ્ણને તેનો રથ બંને સેનાની વચ્ચે લઈ જવા કહ્યું. તે વખતે મોહવશ થઈ યુદ્ધ કરવા ના પાડી. અધર્મનો પક્ષ જોવાને બદલે તેણે પોતાના ભાઈઓ દીઠા, ગુરુ દીઠા, પીતામહ દીઠા. ત્યારે શ્રીકૃષ્ણે તેણે ગીતા ઉપદેશ આપ્યો. અર્જુને તે સમયે કૃષ્ણનું વિશ્વરૂપ જોવાની ઇચ્છા થઈ. કૃષ્ણ ભગવાને અર્જુનને દિવ્યચક્ષુ અર્ષી પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડ્યું. મહાશૂરવીર અર્જુન આ સ્વરૂપને જોઈને ભયભીત થઈ ગયો અને પોતા જેવું મનુષ્યરૂપ ધારણ કરવા પ્રાર્થના કરી.