॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૩૧: નિશ્ચય વડે મોટ્યપનું

પ્રસંગ

નડિયાદમાં શાસ્ત્રીજી મહારાજે દોલતરામ પંડ્યાને અક્ષરપુરુષોત્તમની નિષ્ઠાની વાત કરી ત્યારે તેમણે પૂછ્યું, “સ્વામી! આપે આજે મારી અણસમજણ દૂર કરી. અક્ષર અને પુરુષોત્તમ એ જ સ્વામી અને નારાયણ એ વાત તો હવે મારા અંતરમાં ઠસી ગઈ, પરંતુ એ ‘અક્ષર’ એ જ ગુણાતીતાનંદ સ્વામી છે, તે વાત મને સમજાવો.”

ગુણાતીતાનંદ સ્વામી એ જ ‘અક્ષર’ છે, તે સમજાવતાં શાસ્ત્રીજી મહારાજે શ્રીજીમહારાજના પ્રસંગો કહ્યા.

પછી તેઓ બોલ્યા, “શ્રીજીમહારાજે કહ્યું છે કે મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયે કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિષે વર્તવે કરીને છે. માટે ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી એ બંનેની વાતોનાં પુસ્તકો તમે વાંચી જુઓ અને જેમાં મહારાજનું સર્વોપરીપણું અને મોટપના શબ્દો વધારે આવે તે મોટા.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૪૧૫]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase