॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Vartal-10: How the Jiva Attains Liberation
Prasang
Pramukh Swami - The Form of God
December, 1970. Gondal. While Pramukh Swami Maharaj was doing vicharan in Kolkata, Yogiji Maharaj was in Gondal giving bliss during his final days. Once, during the discourse on Vartal 10, the following words were read: “When God comes in the form of a sadhu, he possesses 30 characteristics of a sadhu.”
Hearing this, Yogiji Maharaj asked, “Who is that form of God?”
“Bapa, that is you.” Everyone exclaimed with one voice.
Yogiji Maharaj, openly and clearly disclosing Pramukh Swami Maharaj as God’s form, said, “That is our Pramukh Swami Maharaj. Therefore, please him and do as he says.”
From time to time and at every opportunity, Yogiji Maharaj remembered Pramukh Swami Maharaj and revealed to everyone that Shriji Maharaj would be present in Satsang through Pramukh Swami Maharaj after him.
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 1/587]
ભગવાનનું સંતસ્વરૂપ પ્રમુખસ્વામી
ડિસેમ્બર, ૧૯૭૦. ગોંડલ. પ્રમુખસ્વામી મહારાજ કોલકાતાના વિચરણમાં હતા તે દરમ્યાન યોગીજી મહારાજ ગોંડલમાં બિરાજી સૌને સુખ-સ્મૃતિ આપી રહેલા. તેઓના ગોંડલના આ મુકામ દરમ્યાન એક બપોરે કથાપ્રસંગમાં વરતાલ પ્રકરણનું દસમું વચનામૃત વંચાયું. તેમાં વાત આવી કે: “સાધુરૂપે ભગવાનનું સ્વરૂપ હોય તો તે ત્રીસ લક્ષણે યુક્ત હોય.”
આ સાંભળીને યોગીજી મહારાજે સભામાં જ પ્રશ્ન પૂછ્યો કે, “આવું સ્વરૂપ કોણ?”
“બાપા! આપ.” સૌ એક અવાજે બોલ્યા.
ત્યારે યોગીજી મહારાજ પ્રમુખસ્વામી મહારાજનું સ્વરૂપ ઉદ્ઘાટિત કરતાં સ્પષ્ટ અવાજે બોલેલા, “એવા તો અમારા પ્રમુખસ્વામી છે. માટે એમને રાજી કરવા અને એ કહે તેમ કરવું.”
વારે-વારે અને વાતે-વાતે યોગીજી મહારાજની જીભ સ્વામીશ્રીને પોકારતી રહેતી. સ્વામીશ્રીના મહિમાનો એક પડઘો હજી શમ્યો ન હોય ત્યાં તો મહિમાનો બીજો ઘોષ ઊઠ્યો જ હોય!
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧/૫૭૮]