॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada I-68: God Forever Resides in the Eight Types of Murtis and in the Sant
Nirupan
May 30, 1965, Bochāsan. After pujā, Yogiji Mahārāj instructed Harshadbhāi [Dave] to read Vachanāmrut Gadhadā I-68 and said, “God resides in the Sant - there is no question in that. Shriji Mahārāj has himself said that the devotion of one who considers a murti to be merely a painting and the Sant to be an ordinary human being is like that of a hypocrite... Why can we not develop the same feelings we have towards the Sant for the murti? Mahārāj has instructed us [that God resides in the murti], so we must develop these feelings. If the owner tells us to worship a pestle, then we should do it (i.e. Even if something goes against our logic, since it is God’s command, we should abide by it.) We should develop the feeling [that God is present in the murti]. When the government makes a declaration, we all accept it instantly. Similarly, this is Shriji Mahārāj’s declaration, so we should accept it.”
[Brahmaswarup Yogiji Mahārāj: 4/71]
તા. ૩૦/૫/૧૯૬૫, બોચાસણ. પૂજા વિધિ બાદ યોગીજી મહારાજે હર્ષદભાઈ પાસે વચનામૃત ગઢડા પ્રથમ ૬૮ કઢાવ્યું અને કહ્યું, “સાક્ષાત્ ભગવાન સંતમાં નિવાસ કરીને રહે છે. આમાં પ્રશ્ન નથી. મહારાજ પોતે વાત કરે છે કે સંતને બીજા માણસ જેવા માને ને મૂર્તિને ચિત્રામણ જાણે તે પાખંડ ભક્તિ... જેવો ભાવ સંતમાં છે, તેવો મૂર્તિમાં કેમ આવતો નથી? મહારાજે આજ્ઞા કરી એટલે એવો ભાવ લાવવો. ધણીએ કહ્યું કે ‘સાંબેલું પૂજો!’ તો એમ કરવાનું. તો ભગવાનનો ભાવ લાવવો પડે! સરકારે કબૂલાત કરી તો આપણે કેવું માનીએ! તેમ શ્રીજીમહારાજે કબૂલાત કરી તે આપણે માનવું જ.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૭૧]
Gunātitānand Swāmi said, “Please be sensible and do not wish for powers, because if they are attained one is likely to do anything. So, there is no value in this. What is meant by remaining poised in times of adverse circumstances? When wealth is lost, one’s son dies or one starves, then at such times understanding helps. Once, a businessman went abroad and returned with a ship full of ten million gold coins. When he placed his foot on the plank leading to the shore to disembark, the ship sank. Then the businessman said, ‘Oh! What a misfortune.’ But then he reasoned, ‘When I was born, did I have any of this?’ Similarly, a mendicant found a rope while walking on the road. He kept it on his shoulder, but it fell. Then, after he had walked a little distance he realized. He then said, ‘Mujku rassā pāyā ja no’tā.’ (I never acquired the rope.) Thus, think in this way and remain happy. Also, in Kākābhāi’s Vachanāmrut (Gadhadā I-70) it is said that if there are ten people in the house and all of them are destined to die, but if one of them is saved, is that not enough? Thus, understand in this manner.”
ગુણાતીતાનંદ સ્વામી કહે, “કોઈ ઐશ્વર્યને ભલા થઈને ઇચ્છશો મા ને જો આવે તો આપણે કાંઈક કરી નાખીએ એમ છે, માટે એમાં કાંઈ માલ નથી. દેશકાળે સ્થિતિ રાખવી, તે શું? તો દ્રવ્ય ગયું કે દીકરો દેહ મૂકી ગયો કે ખાવા અન્ન ન મળ્યું તો તેમાં સમજણ કામ આવે છે. તે એક વાણિયે પરદેશમાં જઈને કરોડ્ય સોનાનાં રાળ ભેળાં કર્યાં ને વહાણ ભરીને આવ્યો. તેણે કાંઠે ઊતરવા પાટિયા ઉપર પગ દીધો કે વહાણ બૂડ્યું. ત્યારે વાણિયો કહે, ‘અહો! થયું ને માથે.’ પણ પછી કહે, ‘જન્મ્યા ત્યારે એ ક્યાં હતાં?’ તેમ જ એક ફકીરને રસ્તામાં ચાલતાં દોરડું મળ્યું. તે તેણે ખંભે નાખ્યું હતું પણ તે પાછું પડી ગયું. પછી થોડોક ચાલ્યો ત્યારે ખબર પડી. ત્યારે કહે છે, ‘કાંઈ નહીં, મુજ કુ રસ્સા પાયા જ નો’તા;’ એમ વિચારીને આનંદમાં રહેવું. વળી, કાકાભાઈના વચનામૃતમાં (ગઢડા પ્રથમ ૭૦) પણ કહ્યું છે જે, ‘ઘરમાં દસ માણસ હોઈએ ને તે સર્વે મરવાનાં હોય, તેમાંથી એક બચે તો શું થોડો છે?’ માટે એમ સમજવું.”
December 12, 1977, Nairobi. In the welcome assembly, Pramukh Swami Maharaj explained Vachanamrut Gadhada I-68: “The Sant accomplishes tasks just like God. His powers are like that of God’s powers. Understand that God resides in such a Sant and serve him just as one serves God. We have met one who can make us aksharrup or brahmarup. He is the embodiment of following God’s commands and faith in his form. He is the very manifest form of Shriji Maharaj. If one has divya-bhāv in him, then one can derive divine bliss. If one perceives human traits in him, then they derive [ordinary] bliss. One should believe there is none as fortunate as me. Then the victory bells will ring. We are sitting on an infinite number of liberations, while others are still wandering around. To reach Akshardham by stepping on māyā is equivalent to the victory bells ringing. Having attained the manifest form of Maharaj is a sure sign that we will reach Akshardham.”
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/465]
૧૯૭૭/૧૨/૧૨, નૈરોબી. પ્રમુખસ્વામી મહારાજે આજના દિવસે યોજાયેલી સ્વાગત-સભામાં વચનામૃત ગઢડા પ્રથમ ૬૮ રેલાવતાં તેઓએ કહ્યું કે, “ભગવાન જેવું સંત કામ કરે છે. ભગવાનના જેવું જ સામર્થ્ય. ‘આવા સંતમાં ભગવાન પ્રગટ રહ્યા છે’ એમ સમજી ભગવાનના જેવી સેવા કરવી. આ તો અક્ષરરૂપ-બ્રહ્મરૂપ કરી દે એવા મળ્યા છે. આજ્ઞા, નિયમ, નિષ્ઠા છે એ મહારાજનું સાક્ષાત્ સ્વરૂપ બન્યા છે. એક દિવ્યભાવ હોય તો દિવ્ય સુખ આવે. મનુષ્યભાવ હોય તો પછી એવું જ. ‘આપણા જેવા ભાગ્યશાળી બીજા કોઈ નથી’ એમ સમજીને કરવું, તો ડંકો વાગશે. એને વિષે નાસ્તિકભાવ આવે તો ચકલી નાહી નાંખી. આપણે કોટિ કલ્યાણ લઈને બેઠા છીએ. બીજાને એકના ફાંફાં. માયા ઉપર પગ મૂકી અક્ષરધામમાં પહોંચી જવાના, એ ડંકો વાગી ગયો. આપણને મહારાજ સાક્ષાત્ મળ્યા એમ પહોંચ્યાના પરમાણાં આવી ગયાં છે...”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૪૬૫]