॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada I-54: Upholding Bhāgwat Dharma; The Gateway to Liberation
Nirupan
Gunātitānand Swāmi said, “After purifying one’s inner faculties, one should think that whatever important talks take place are due to this Sādhu. The fact that this Satsang, God and his Sādhu have been recognized in itself is described as the gateway to moksha.” After reciting the shlok: Prasangam-ajaram pāsham...†, Swāmi said, “Without a door, banging one’s head into the wall will not allow one to enter. So, attach the jiva with such a Sādhu...”
†Kapildev Bhagwan says to his mother, Devhuti, “If a person maintains profound attachment towards the God-realized Sadhu just as resolutely as he maintains profound attachment towards his own relatives, then the gateway to liberation opens for him.” - Shrimad Bhagvat: 3/25/20
ગુણાતીતાનંદ સ્વામી કહે છે, “નિર્મળ અંતઃકરણ કરીને એમ જોવું જે, જે જે વાત થાય છે તે તે આ સાધુથી થાય છે. તે આ સત્સંગ ઓળખાણો ને ભગવાન તથા સાધુ ઓળખાણા એ જ મોક્ષનું દ્વારા કહ્યું છે.” ‘પ્રસઙ્ગમજરં પાશમ્’† એ શ્લોક બોલીને કહ્યું, “દ્વાર વિના ભીંતમાં માથું ભરાવો જોઈએ, જવાય નહીં. માટે તેવા સાધુ સાથે જીવ જોડવો.”
†પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ । સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ॥ કપિલદેવ ભગવાન માતા દેવહુતિને કહે છે, “વિદ્વાનો કહે છે કે વિષયમાં જે અત્યંત આસક્તિ તે જ આત્માને (બંધનકારક) કદી તૂટે નહીં તેવો પાશ છે પણ તે જ આસક્તિ જો સત્પુરુષો ઉપર કરવામાં આવે તો મોક્ષનાં દ્વાર ખુલ્લાં જ છે.” (ભાગવત: ૩/૨૫/૨૦)
September 1896 [Samvat 1952], Gadhadā. Bhagatji looked at one of the sādhus seated in the assembly. The sādhu then recited some Vachanāmruts by heart - Gadhadā I-54, Gadhadā II-54 and Gadhadā III-21. Having heard this, Bhagatji turned to Purushottamdās of Vaso and said, “This talk was about the ultimate goal.” He then added, “Ātmabuddhi towards the Ekāntik Sant of God is the unique endeavor for moksha. Shriji Mahārāj has given the key to moksha to such a Sant; therefore, that Sant is known as the gateway to moksha. Serve such a Sant by thought, word and deed, and perfect ekāntik dharma, but never fall into the habit of criticizing people. Previously, those who have developed an aversion towards the devotees of God have fallen from even the most exalted status.”
[Brahmawarup Shri Pragji Bhakta: 552]
સં. ૧૯૫૨, ગઢડા. એક સાધુ સભામાં બેઠા હતા. તેમના સામું ભગતજીએ દૃષ્ટિ માંડીને જોયું એટલે તે સાધુ વચનામૃત ગઢડા પ્રથમ ૫૪, ગઢડા મધ્ય ૫૪ અને ગઢડા અંત્ય ૨૧ મોઢે બોલ્યા. તે સાંભળી ભગતજી વસોવાળા પુરુષોત્તમદાસને કહે, “આ તો દિશ ઉપર વાત થઈ.” એમ કહીને પોતે વાત કરી, “ભગવાનના એકાંતિક સંતને વિષે મોક્ષની ચાવી એવા સંતને આપી છે. માટે એ સંતને મોક્ષનું દ્વાર કહ્યા છે. એવા સંતને મન, કર્મ, વચને સેવીને એકાંતિક ધર્મ સિદ્ધ કરવો, પરંતુ દ્રોહ કરવાનો સ્વભાવ તો રાખવો જ નહીં. જેને જેને ભગવાનના ભક્તનો અભાવ આવ્યો છે, તે અતિશય મોટી પદવી થકી પડી ગયા છે.”
[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૪૩૮]
Pramukh Swami Maharaj says, “We have attained the Gunātit gnān so we have drawn the longer straw. The Gunātit Sant gave us this knowledge. The Sant is like a mother - he purifies the jiva, cleanses the filth of the mind, and then God accepts that jiva. If one acquires true association of a Sant and develops genuine affection for him, then he progresses. One should recognize the true Sant. One should not stick their head in any wall (i.e. associate with any ordinary sadhu). Mahārāj identified the Sant in Gadhadā I-54 as the gateway to liberation. One should identify that Sant as one’s ātmā and love him; then one attains the path to Akshardhām. Our worldly tasks may be fulfilled or they may not be, but our ignorance will be removed and we will attain Akshardhām and the highest form of bliss. We should desire for that (bliss). The Satsang increases through the world due to the wish of the Motā-Purush. The mandirs will encrusted with gold, but (what benefit will that be to us if) the ignorance of our heart will not be removed, nor will we progress from within - hence we will not find happiness.”
[Sanjivani: 1/97]
પ્રમુખસ્વામી મહારાજ કહે, “આપણા ભાગે ગુણાતીત જ્ઞાન આવ્યું તે સારુ લાંબું આવ્યું. તે ગુણાતીત સંતે આપ્યું. સંત માતા જેવા છે. તે જીવને શુદ્ધ કરે, મનના મેલ હરે, પછી ભગવાન તેને ગ્રહણ કરે. સાચો સંતસમાગમ મળે અને સાચી રીતે તેમાં હેત થાય તો કાર્ય થાય. સાચા સંત ઓળખી રાખવા. જ્યાં ત્યાં ભીંતમાં માથું ન ભરાવવું. ગઢડા પ્રથમ ૫૪મા વચનામૃતમાં મોક્ષનું દ્વાર મહારાજે સંતને બતાવ્યા છે. તેમાં આત્મબુદ્ધિ ને પ્રીતિ કરવી તો અક્ષરધામનો માર્ગ પ્રાપ્ત થાય. લૌકિક કાર્ય થાય ન થાય પણ આપણું અજ્ઞાન જતું રહે અને ધામની પ્રાપ્તિ થાય તે મહાસુખ. આની ઇચ્છા રાખવી. મોટાપુરુષના સંકલ્પે દેશ-વિદેશમાં સત્સંગ વધે છે. મંદિરો સોનાથી મઢાશે પણ અંતરનું અજ્ઞાન ન જાય કે આંતર સમૃદ્ધિ વધે નહીં તો સુખ ન થાય.” (૯૭)
[સંજીવની: ૧/૯૭]