॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

Amdavad-3: The Implanted Branch of a Banyan Tree; Upsham

Nirupan

En route to London from Mumbai, Pramukh Swami Maharaj ate in the airplane, then sat back against a pillow. He was turning the mālā with his hand resting on his right leg. While Vachanamrut Amdavad 3 was being read, the swamis commented, “Swami, you have mastered the upsham state. How can the balance between that state and social duties be maintained?”

“Is it not so that when one is not attached to the social duties that one has achieved the upsham state? One does not have thoughts such as - let’s enjoy (worldly pleasures). Upsham does not mean one enters the upsham state and sees nothing (becomes oblivious). Even though one sees and performs activities, yet one is in the upsham state. ”

“What common thought do you have in all activities?”

“Only one: to please Shastriji Maharaj and Yogiji Maharaj. With that thought I engage in all activities.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 7/468]

મુંબઈથી લંડન જતાં નિશ્ચિત સમયે ભોજન કર્યા બાદ વિમાનની દીવાલને અઢેલી મૂકેલા તકિયે ટેકો દઈ પ્રમુખસ્વામી મહારાજ આરામની મુદ્રામાં બિરાજ્યા. તે વખતે જમણો પગ ઊંચો રાખીને તે પર જમણો હાથ મૂકી માળા ફેરવતા તેઓએ ડાબો હાથ સાથળ પર રાખેલો. તેઓની સામે બપોરની કથાના ભાગરૂપે વચનામૃતનો પાઠ થઈ રહેલો. તેમાં અમદાવાદ પ્રકરણના ત્રીજા વચનામૃતમાં આવેલી ઉપશમ સ્થિતિની વાતના અનુસંધાનમાં સંતોએ પૂછ્યું, “સ્વામી! આપને તો ઉપશમ અવસ્થા સિદ્ધ છે, તો એ સ્થિતિ અને વ્યવહારનું બૅલેન્સ (સંતુલન) કઈ રીતે રહે?”

“અલ્યા, ભ’ઈ! એમાં આસક્તિ નથી એટલે ઉપશમ જ થઈ ગયું ને?! ભોગવી લેવું એવી ઇચ્છા ન થાય. ‘લાવો, જરા રાખી મૂકીએ’ એવું ન થાય. ઉપશમ એટલે ‘ઉપશમમાં ચાલ્યો જાય અને કાંઈ દેખાય નહીં’ એમ નહીં! દેખાય છતાં ઉપશમ. ક્રિયા કરે છતાં ઉપશમ.”

“બધી જ પ્રવૃત્તિમાં આપને એક કૉમન (સર્વસામાન્ય) વિચાર કયો રહે છે?”

“વિચાર એક જ રહે કે મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને રાજી કરવા છે. એ વિચારથી જ વાતચીત કરીએ.”

સંતોની જિજ્ઞાસાના આવા ખુલાસા કરતા સ્વામીશ્રી સ્થાનિક સમય અનુસાર બપોરે પોણા એક વાગ્યે લંડનના હીથ્રો હવાઈ મથકે ઊતર્યા.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭/૪૬૮]

SELECTION
TYPE * History * Mahima * Nirupan * Prasang * Summary * Akhyan VAKTA * Aksharbrahma Shri Gunatitanand Swami * Brahmaswarup Mahant Swami Maharaj * Brahmaswarup Pragji Bhakta * Brahmaswarup Pramukh Swami Maharaj * Brahmaswarup Shastriji Maharaj * Brahmaswarup Yogiji Maharaj REFERENCE * Aksharamrutam * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 1 * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 2 * Bhagwan Swaminarayan: Part 4 * Bhagwan Swaminarayan: Part 5 * Brahmana Sange * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 1 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 7 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8 * Brahmaswarup Shastriji Maharaj: Part 1 * Brahmaswarup Shastriji Maharaj: Part 2 * Brahmaswarup Shri Pragji Bhakta * Brahmaswarup Yogiji Maharaj: Part 1 * Brahmaswarup Yogiji Maharaj: Part 2 * Brahmaswarup Yogiji Maharaj: Part 3 * Brahmaswarup Yogiji Maharaj: Part 4 * Brahmaswarup Yogiji Maharaj: Part 5 * Brahmaswarup Yogiji Maharaj: Part 6 * Chalo Chale Ham Akshardham * Divine Memories - Part 1 * Divine Memories - Part 2 * Divine Memories - Part 3 * Jeva Me Nirakhya Re - Part 6 * Parabhakti * Sanjivani * Satsang Saurabh: Part 1 * Swabhavvash Sansar * Swamini Vato * Yogi Gita Marma * Yogi Vani * Yogiji Maharaj’s 101 Tales of Wisdom PLACE YEAR
Go

Type: Keywords Exact phrase