॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

Gadhada II-21: The Main Principle

Nirupan

Gunātitānand Swāmi says, “Last night, the main principle was described: It is that God has been attained. This Purushottam (Bhagwan Swaminarayan) has been attained, so then what is left? Even the Sadhu, who has realized him fully, has been attained. That is the main principle, which we possess. Now there is no worry.”

[Swāmini Vāto: 6/213]

ગુણાતીતાનંદ સ્વામી કહે, “કાલ્ય રાતે મુદ્દાની વાત કીધી, તે ભગવાન મળ્યા એ મુદ્દો હાથ આવ્યો. આ પુરુષોત્તમ મળ્યા પછી શું બાકી રહ્યું? તેના મળેલા સાધુ પણ મળ્યા એ મુદ્દો હાથ આવ્યો છે, હવે ચિંતા નથી.”

[સ્વામીની વાતો: ૬/૨૧૩]

In Mumbai, the construction of the shikhar-baddha mandir was underway. On March 19, 1979, Pramukh Swami Maharaj arrived. After darshan of Thakorji, he showered his blessings: “We are all sitting in the same car. Yogi Bapa took us off the different cars we were traveling in and sat us on the car to Akshardham. There are no stations on the way. We will go [directly] to Akshardham via the archimārg.”

Then, Swamishri went to bathe in the early morning and completed his daily routine. He then talked on Vachanamrut Gadhada II-21:

“To understand greatness (of Bhagwan and Sant) while staying close to them is difficult. Ati-parichayād avagnā bhavati. (When one is too close to someone else, they develop an aversion.) ‘Just as we travel, the Sant travels. He wanders from village to village.’ ‘Just as we run our household, he runs his bigger house which is Satsang.’ -- This is the thinking of one who is body-conscious. In an ocean, a fish believes a cargo ship is another fish like itself; however, the fish does not know it is a cargo ship. Potāna sarakhi karine jāne, Purushottamni kāyā re.... God and the Sant possess sweetness. One who is ill does not like it (sweet food). They find it bitter (during their illness). If one has consolidated their understanding, then one will not sway. Otherwise, one finishes their life swaying in logic and doubts.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/29]

મુંબઈમાં ભવ્ય શિખરબદ્ધ મંદિરનું કાર્ય ચાલતું હતું. તા. ૧૯/૩ના દિવસે પ્રમુખસ્વામી મહારાજ મુંબઈમાં ઠાકોરજીનાં દર્શન કરીને આશીર્વાદ આપતાં બોલ્યા, “આપણે બધા એક જ ગાડીમાં છીએ. યોગીબાપાએ જુદી જુદી ગાડીઓમાંથી આપણને ઉતારીને અક્ષરધામની ગાડીમાં બેસાડી દીધા છે. વચ્ચે કોઈ સ્ટેશન જ ન આવે. અર્ચિમાર્ગે કરીને અક્ષરધામમાં જવાનું.”

આ મધુર વચનો દ્વારા સવારના પહોરમાં જ સૌને અક્ષરધામનો આનંદ પમાડી સ્નાનવિધિ માટે ઊભા થયેલા સ્વામીશ્રીએ નિત્ય કર્મથી પરવારી વચનામૃત(ગઢડા મધ્ય ૨૧)ના આધારે કથારસ રેલાવતાં જણાવ્યું કે:

“ભેગા રહીને મહિમા સમજવો કઠણ છે. ‘अतिपरिचयाद् अवज्ञा भवति ।’ ‘જેમ આપણે ફરીએ છીએ તેમ તે સંત પણ ફરે છે, આ ગામથી પેલા ગામ એમ રખડપટ્ટી કરે છે,’ ‘જેમ આપણે આપણું ઘર ચલાવીએ છીએ તેમ તેઓનું આ સત્સંગનું મોટું ઘર છે તે તેઓ ચલાવે છે’ – એમ દેહદર્શીને પોતા જેવું લાગે. સમુદ્રમાં માછલું સ્ટીમરને પોતા જેવું માછલું જ જાણે છે, પણ આ મોટી સ્ટીમર છે તેવો મહિમા તે જાણતું નથી. ‘પોતાના સરખી કરીને જાણે, પુરુષોત્તમની કાયા રે...’ ભગવાન અને સંતમાં ગળપણ છે. જેને તાવ આવ્યો હોય તેને ન ભાવે; કડવું લાગે. ઘેડ બરોબર બેસી હોય તો ફેરવણી ન થાય. નહીંતર તર્ક-વિતર્કમાં જિંદગી પૂરી થઈ જાય.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૨૯]

This Is Akshardham

December 1, 1988. Pramukh Swami Maharaj explained Vachanamrut Gadhada II-21 during the evening assembly:

“This Vachanamrut is about the main principle. If one safeguards the main principle, then everyone else is safe. If the principle is lost, then everything else is spoiled. When the groom’s wedding entourage reaches the bride’s party without the groom, the bride’s party will ask, ‘Where is the groom?’ When they respond that he is trailing behind, the bride’s party will answer back, ‘We are not marrying the bride to you.’ The groom is the ‘main principle’ (the focus). When he is present, then the groom’s party is welcomed and given water and refreshments.

“The food may include vegetables, sauces, etc. but if the laddus are left out, one did not get served the main item.

“The Sant explains the main principle. He travels with the strength of God. Does he have a wife and children? Does he have any children he needs to marry off? He has not selfish motives. Even if we make many mistakes, the Sant does not look at our mistakes; rather he overlooks them and continues to encourage us further. He is not bored or frustrated telling us the same thing over and over again, even if the individual does not accept it. He makes attempts to explain nevertheless. We should not let our swarup-nishtha lapse. When navigating a ship, one keeps an eye on the compass. If one is off course by even one degree, one will end up at a totally wrong destination. One should not sway from the fact that only Shriji Maharaj and Gunatitanand Swami will grant us liberation. Shastriji Maharaj established this Sanstha on this principle.”

Swamishri then imitated the murti of Shriji Maharaj placed beside him and said, “Look - Maharaj is telling us: ‘Come, all. You will be liberated in this very life.’ Look how excited he is. Look how he sits manifest before us. The form that is in Akshardham is this form. We fail to realize when Bhagwan and the Sant when they come in human form. Rather, one should develop firmness in what one has attained here.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/29]

અક્ષરધામમાં જે છે એ જ આ છે

તા. ૧૨/૧/૧૯૮૮ની સાયંસભામાં વચનામૃત ગઢડા મધ્ય ૨૧ રેલાવતાં પ્રમુખસ્વામી મહારાજે કહ્યું:

“આ મુદ્દાનું વચનામૃત છે. મુદ્દો સચવાઈ જાય તો બધું સચવાઈ જાય ને મુદ્દો જાય તો બધું નકામું. જાન લઈને ગયા હો અને જાનૈયા તૈયાર થઈને માંડવે પહોંચી જાય ને વર પાછળ રહી ગયો હોય તો કન્યા-પક્ષના પૂછે કે, ‘વર ક્યાં છે?’ તો કહે, ‘પાછળ છે.’ તો પેલા તરત કહે, ‘કન્યા કાંઈ ઓછી તમને પરણાવવાની છે?’ વર એ મુદ્દો છે. એ સચવાય તો સામૈયાં થાય, સાકરનાં પાણી પાય.

“જમવામાં શાક, ચટણી, ફરસાણ બધું જ હોય, પણ લાડુ શેર-શેર ઘીના ન આવે તો મુદ્દો આવ્યો ન કહેવાય. ‘સગપણમાં સાઢુ ને જમવામાં લાડુ’ એ બેનો બહુ મહિમા હોય.

“આ મુદ્દાની વાત સંત સમજાવે છે. એ પરમાત્માનું બળ લઈને ફરે છે. એને ક્યાં બૈરાં-છોકરાં છે? ગગા ઓછા પરણાવવાના છે? એને બીજો કોઈ સ્વાર્થ જ નથી. આ માર્ગમાં આપણે ઘણી ભૂલો કરીએ તોય એની સામું ન જોતાં બોલાવી-ચલાવીને આગળ લે છે. એકની એક વાત કરતાં એમને કંટાળો નથી આવતો; ભલે પેલો માને કે ન માને, છતાં કર્યે જ રાખે. માટે સ્વરૂપનિષ્ઠામાં ફેર ન પડવા દેવો. વહાણમાં ધ્રુવપાંખડીને જોવી પડે. જરાક એક પોઇન્ટ ફરે તોય ક્યાંનું ક્યાં જતું રહે. શ્રીજીમહારાજ - ગુણાતીતાનંદ સ્વામી થકી જ કલ્યાણ છે એ નિશ્ચયમાં ફેર પડવા દેવો નહીં. શાસ્ત્રીજી મહારાજે આ મુદ્દા ઉપર જ આ સંસ્થા સ્થાપી છે.”

આમ કહી સ્વામીશ્રી બાજુમાં બિરાજેલી શ્રીજીમહારાજની ઉત્સવમૂર્તિ જેવી જ મુદ્રા કરતાં બોલ્યા, “જુઓ, આ મહારાજ કહે છે કે: ‘આવો! તમારું કલ્યાણ થઈ જશે. આ ને આ જન્મે થઈ જશે.’ જુઓ, કેટલા થનગની રહ્યા છે! જુઓ, કેવા બેઠા છે પ્રત્યક્ષ! અક્ષરધામમાં જે સ્વરૂપ છે એ જ આ સ્વરૂપ છે. ભગવાન અને સંત મનુષ્યરૂપે આવ્યા એ સમજાતા નથી ને પેલામાં પ્રતીતિ નથી આવતી. એના કરતાં આ છે એમાં દૃઢતા કરી લેવી.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬/૧૬૩]

SELECTION
TYPE * History * Mahima * Nirupan * Prasang * Summary * Akhyan VAKTA * Aksharbrahma Shri Gunatitanand Swami * Brahmaswarup Mahant Swami Maharaj * Brahmaswarup Pragji Bhakta * Brahmaswarup Pramukh Swami Maharaj * Brahmaswarup Shastriji Maharaj * Brahmaswarup Yogiji Maharaj REFERENCE * Aksharamrutam * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 1 * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 2 * Bhagwan Swaminarayan: Part 4 * Bhagwan Swaminarayan: Part 5 * Brahmana Sange * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 1 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 7 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8 * Brahmaswarup Shastriji Maharaj: Part 1 * Brahmaswarup Shastriji Maharaj: Part 2 * Brahmaswarup Shri Pragji Bhakta * Brahmaswarup Yogiji Maharaj: Part 1 * Brahmaswarup Yogiji Maharaj: Part 2 * Brahmaswarup Yogiji Maharaj: Part 3 * Brahmaswarup Yogiji Maharaj: Part 4 * Brahmaswarup Yogiji Maharaj: Part 5 * Brahmaswarup Yogiji Maharaj: Part 6 * Chalo Chale Ham Akshardham * Divine Memories - Part 1 * Divine Memories - Part 2 * Divine Memories - Part 3 * Jeva Me Nirakhya Re - Part 6 * Parabhakti * Sanjivani * Satsang Saurabh: Part 1 * Swabhavvash Sansar * Swamini Vato * Yogi Gita Marma * Yogi Vani * Yogiji Maharaj’s 101 Tales of Wisdom PLACE YEAR
Go

Type: Keywords Exact phrase