॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Loya-2: One with Faith, Gnān, Courage or Affection
Nirupan
March 15, 1963. In the morning discourse, Swāmishri explained Loyā 2, “A guru that liberates after death is like a guru on a loan. One is liberated when one acquires a manifest guru and becomes fulfilled. The fear of death is overcome. Trust in the manifest Sant and conviction in Purushottam Nārāyan - we need the strength of these two.
“Purushottam resides in the Gunātit. One’s enthusiasm never dampens with gnān. The Gunātit Satpurush is our ātmā. One should become immersed in him and obey his commands. Following his commands are our good deeds and our bhakti. Do not doubt that. Do as he says.”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/451]
તા. ૧૫/૩/૧૯૬૩. સવારે કથા પ્રસંગમાં વચનામૃત લો. ૨ સમજાવતાં સ્વામીશ્રીએ વાત કરી: “મર્યા પછી મોક્ષ કરે તે દેવાળિયા ગુરુ. ગુરુ પ્રત્યક્ષ મળે મોક્ષ. દેહ છતાં કૃતાર્થપણું. મૃત્યુનો ભય ટળી જાય. પ્રત્યક્ષ સંતને વિશે વિશ્વાસ અને પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય – તેનું બળ આપણે જોઈએ.
“‘ગુણાતીત સ્વરૂપમાં પુરુષોત્તમ રહ્યા છે,’ તેમ જ્ઞાને કરી કાંટો મોળો ન પડે. ગુણાતીત સત્પુરુષ આપણા આત્મા છે. તેમાં આપોપું માની, જોડાઈ જઈ તેમની આજ્ઞા પાળવી, તે કરવાનું. તેમની આજ્ઞા એ સત્કર્મ ને તે જ આપણી ભક્તિ. તેમાં શંકા ન કરવી. ને તે કહે તેમ કરવું.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૫૧]