॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-45: Expelling the Horde of the Fifty-One Bhuts
Mahima
In Ghoghāvadar, Jāgā Bhakta read five Vachanāmruts: Gadhadā I-23, Gadhadā II-30, Gadhadā II-45, Amdāvād-2 and Amdāvād-3. Extremely pleased with his selection of Vachanāmruts, Gunātitānand Swāmi said, “Oh, ho! It’s like I had never heard these Vachanāmruts. Please read them again.” Jaga Bhakta read them again.
Gunātitānand Swāmi then said, “Listening to these Vachanāmruts, it is clear that without imbibing these principles in our lives, no liberation is possible in infinite years. This is true not only for us, but one may be an āchārya, or the son of God, or an ishwar, or some minor or major god, but liberation is impossible without imbibing these principles. Why? Because this is also Mahārāj’s principle (to become brahmarup by associating with Aksharbrahma and worship Parabrahma).”
ઘોઘાવદરમાં જાગા ભક્તે ગઢડા પ્રથમ ૨૩, ગઢડા મધ્ય ૩૦ તથા ૪૫ અને અમદાવાદ ૨ તથા ૩ વાંચ્યાં. આ પાંચ વચનામૃત સાંભળી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, “અહો! આ વચનામૃત તો જાણે સાંભળ્યાં જ નહોતાં.” એમ કહી ફરી વંચાવ્યાં.
પછી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, “આ વચનામૃત સાંભળતાં એમ જણાણું કે કોટિ કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના-મોટા ભગવાન હોય, તેમને પણ એમ કર્યા વિના છૂટકો નથી. કેમ જે, તે પણ મહારાજનો જ મત છે.”
18 January 1964, Mumbai. During the afternoon assembly, Yogiji Mahārāj said, “So that the Satpurush is not displeased and so that he remains pleased forever, one should contemplate on Vachanāmrut Gadhadā II-45.”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/578]
૧૮-૧-૬૪, મુંબઈ. બપોરની સભામાં યોગીજી મહારાજ કહે, “સત્પુરુષ કુરાજી ન થાય ને સદાય રાજી રહે તે માટે ગઢડા મધ્ય ૪૫ વચનામૃત વિચારવું.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૭૮]
17 November 1965, Gondal. The morning discourse was ongoing. Yogiji Mahārāj suddenly looked up whilst reading letters and spoke, “Read Vachanāmrut Gadhadā II-45. The whole world can be conquered. The horde of fifty one ghosts can be expelled.”
[Brahmaswarup Yogiji Mahārāj: 4/157]
તા. ૧૭/૧૧/૧૯૬૫, ગોંડલ. સવારે કથા ચાલતી હતી. યોગીજી મહારાજ ટપાલમાંથી એકદમ મુખ ઊંચું કરી કહે, “મધ્યનું પિસ્તાલીસમું વાંચો, આખી દુનિયા જિતાઈ જાય એવું છે. એકાવન ભૂત કાઢવાનું.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૧૫૭]