॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-13: Divine Light
Prasang
Prasang 2
Gunātitānand Swāmi said, “Mahārāj told Gopālānand Swāmi in his dream, ‘If you do not spread the knowledge that I am Purushottam [i.e. that he is distinct from the other avatārs and is sarvopari], then I will keep you in the current body for one thousand years.’” Then Swāmi said, “Mahārāj had also told me [that he is sarvopari], I realized it from [reading] Mahārāj’s old documents, and knew it even before that. When I openly spoke in sabhā, the sadhus questioned, ‘Who told you this?’ I replied, “Swāminārāyan told me. Who else will tell me?’ Mahārāj has said this in Gadhada II-9, Gadhada III-38, Gadhada II-13, Loya-14, etc.”
[Swāmini Vāto: 6/32]
પ્રસંગ ૨
ગુણાતીતાનંદ સ્વામી કહે, “સ્વપ્નમાં ગોપાળાનંદ સ્વામીને મહારાજે કહ્યું જે, ‘જો અમારું પુરુષોત્તમપણું નહીં પ્રવર્તાવો, તો આ ને આ દેહમાં હજાર વર્ષ સુધી રાખશું.’” પછી સ્વામી કહે, “મુને પણ મહારાજે કહ્યું હતું. ને ખરડામાંથી પણ જાણ્યું. ને મોર્યથી પણ જાણતા હતા. તે મેં ઉઘાડી વાત સભામાં કરવા માંડી. ત્યારે સાધુ સૌ કહે, ‘તુને કોણે કહ્યું છે જે, તું કહે છે.’ ત્યારે મેં કહ્યું જે, ‘સ્વામિનારાયણે કહ્યું છે. બીજો કોણ કહેશે?’ ને મહારાજે મધ્યના નવમાં વચનામૃતમાં, સાંખ્યાદિકનામાં (વચનામૃત ગઢડા અંત્ય ૩૮), તેજનામાં (વચનામૃત ગઢડા મધ્ય ૧૩) ને લોયાના ચૌદનામાં એ આદિક ઘણાકમાં કહ્યું છે.”
[સ્વામીની વાતો: ૬/૩૨]
Mahima
Gunātitānand Swāmi said, “If one understands the form of God as described in Vachanāmrut Gadhadā II-13, only then does one attain liberation. The other means of liberation are like hands and legs, while this knowledge of the form of God is the head. Therefore, to understand all which has been said, a capable guru has to be accepted and only such scriptures which strengthen this knowledge should be read. By doing as stated above, knowledge of his form should be attained.”
ગુણાતીતાનંદ સ્વામી કહે, “મધ્યના તેરના વચનામૃતમાં કહ્યું છે તેમ સમજે ત્યારે છૂટકો છે ને બીજું તો હાથ-પગ કહેવાય ને આ તો માથું કહેવાય. માટે આ કહ્યું તેમ સમજવું. તે સારુ એવી રુચિવાળા ગુરુ કરવા ને એવાં જ શાસ્ત્ર વાંચવાં, એમ કરીને સિદ્ધ કરવું.”