॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Loya-14: Personal Preferences
Prasang
Gunātitānand Swāmi said, “Mahārāj told Gopālānand Swāmi in his dream, ‘If you do not spread the knowledge that I am Purushottam [i.e. that he is distinct from the other avatārs and is sarvopari], then I will keep you in your current body for one thousand years.’” Then Swāmi said, “Mahārāj had also told me [that he is sarvopari]; I realized it from [reading] Mahārāj’s old documents, and knew it even before that. When I openly spoke in sabhā, the sadhus questioned, ‘Who told you this?’ I replied, ‘Swāminārāyan told me. Who else will tell me?’ Mahārāj has said this in Gadhada II-9, Gadhada III-38, Gadhada II-13, Loya-14, etc.”
ગુણાતીતાનંદ સ્વામી કહે, “સ્વપ્નમાં ગોપાળાનંદ સ્વામીને મહારાજે કહ્યું જે, ‘જો અમારું પુરુષોત્તમપણું નહીં પ્રવર્તાવો, તો આ ને આ દેહમાં હજાર વર્ષ સુધી રાખશું.’” પછી સ્વામી કહે, “મુને પણ મહારાજે કહ્યું હતું. ને ખરડામાંથી પણ જાણ્યું. ને મોર્યથી પણ જાણતા હતા. તે મેં ઉઘાડી વાત સભામાં કરવા માંડી. ત્યારે સાધુ સૌ કહે, ‘તુને કોણે કહ્યું છે જે, તું કહે છે.’ ત્યારે મેં કહ્યું જે, ‘સ્વામિનારાયણે કહ્યું છે. બીજો કોણ કહેશે?’ ને મહારાજે મધ્યના નવમા વચનામૃતમાં, સાંખ્યાદિકનામાં (વચનામૃત ગઢડા અંત્ય ૩૮), તેજનામાં (વચનામૃત ગઢડા મધ્ય ૧૩) ને લોયાના ચૌદનામાં એ આદિક ઘણાકમાં કહ્યું છે.”
Nirupan
After reading the ‘Personal Preferences’ Vachanāmrut (Loyā- 14), Gunātitānand Swāmi said, “This is addressed to those who are full of enthusiasm, while those who are not enthusiastic will - if they get the opportunity - see and enjoy them [worldly pleasures].”
રુચિનું વચનામૃત (લોયા ૧૪) વંચાવીને ગુણાતીતાનંદ સ્વામી કહે જે, “આ તો ખપવાળાને કહ્યું છે અને જેને ખપ નથી તે તો લાગ આવે જોઈ લે ને સ્વાદ કરી લે.”
Nirupan
Gunātitānand Swāmi said, “Read the ‘Personal Preferences’ Vachanāmrut (Loyā 14). Without good intention, one cannot stay near God. If one’s intentions are good, the outcome will be good and if they are bad, the results too, will be bad.”
ગુણાતીતાનંદ સ્વામી કહે, “વાંચો ‘રુચિનું વચનામૃત.’ તે રુચિ સારી થયા વિના ભગવાન પાસે રહેવાય નહીં, રુચિ સારી થયે સારું થાય ને ભૂંડી થયે ભૂંડું થાય.”
Nirupan
Gunātitānand Swāmi said, “If one stays a hundred years with such a Sadhu, then one’s inclination becomes good.” Then Swāmi had the ‘Personal Preferences’ Vachanāmrut (Loyā 14) read.
ગુણાતીતાનંદ સ્વામી કહે, “સો વરસ સુધી આવા સાધુ ભેળા અખંડ રહીએ તો સારી રુચિ થાય.” પછી રુચિનું વચનામૃત વંચાવ્યું.