॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada I-35: Safeguarding One’s Liberation
Nirupan
In the afternoon discourse, Yogiji Mahārāj talked about not finding faults based on Vachanāmrut Gadhadā I-35: “Where there is harmony, we have to talk about observing niyams and dharma. Where niyams are observed, we have to talk about Mahārāj’s supremacy.
“Do we ever find a fault in our body? Even if we have to go to the bathroom ten times, we do not find a fault in our body. We should understand the Sadhu to be like our body. Seeing faults is the road to drinking poison. We should not take that road. If just a drop of poison falls in dudhpāk, it still makes the dudhpāk poisonous. Even if we see a small fault, then we will see a fault in Mahārāj. Therefore, that road is closed. If one had cancer, they will not live. If one has a slight demonic nature will see faults and fall from Satsang. Safeguard our liberation.”
[Brahmaswarup Yogiji Mahārāj: 6/276]
ઝેર પીવાનો રસ્તો ન લેવો
બપોરે કથામાં વચનામૃત પ્રથમ ૩૫ વંચાવતાં સ્વામીશ્રીએ કોઈનો પણ અવગુણ ન લેવાની વાત કરતાં કહ્યું:
“જ્યાં સુહૃદભાવ હોય ત્યાં નિયમ-ધર્મની વાત કરવી પડે. જ્યાં નિયમ પાળતા હોય, ત્યાં મહારાજના સર્વોપરીપણાની વાત કરવી પડે.
“દેહનો અવગુણ આવે છે? દસ વાર ખાડે જવું પડે તોય ન આવે. દેહ જેવા સાધુને જાણવા. અવગુણ કોઈનો જોવાનો, ઝેર પીવાનો રસ્તો ન લેવો. સરપની લાળ એક ટીપું દૂધપાકમાં પડી હોય તો ઝેર કરી નાખે. નાનાનો અવગુણ લેતાં ઠેઠ મહારાજનોય આવી જાય. માટે ઈ રસ્તા બંધ. કૅન્સલ (કૅન્સર) થયું તે જીવે જ નહિ. થોડો અસુર હોય ને અભાવ લઈને વયો જ જાય. મોક્ષનું જતન કરવું.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૨૭૬]