॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

Gadhada III-8: Remaining Eternally Happy

Mahima

Yogiji Mahārāj said, “‘Remaining Eternally Happy’ – Shāstriji Mahārāj had this Vachanāmrut read quite often. After hearing this, remember it and implement it in your lives.”

[Brahmaswarup Yogiji Mahārāj: 6/480]

યોગીજી મહારાજ કહે, “‘સદાય સુખિયા રહેવાનું’ – આ વચનામૃત શાસ્ત્રીજી મહારાજ વંચાવતા. તે સાંભળી, યાદ રાખીને અમલમાં મૂકજો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૪૮૦]

Nirupan

November 13, 1970. Rajkot. During the pārāyan, Yogiji Mahārāj explained Gadhadā III-8, “Today, the pārāyan is being read. Gitā and Bhagwat are remembered but this Vachanāmrut is not remembered. The words in the Vachanāmrut are Ved-vākya (equivalent to the words of the Vedas). One who is inspired by Shriji Mahārāj would have all 262 Vachanāmruts memorized. Currently, a pārāyan on the Vachanāmrut is taking place. So one should learn the virtues mentioned therein. If one does not read nor contemplate on it, then one will not understand the essence. Mahārāj’s speech and Mul Aksharmurti Gunātitānand Swāmi’s speech is supreme. A pārāyan on their words is the best. It is not ideal if one loses money in worldly affairs. But money spent in God’s service is the best. Shāstriji Mahārāj had this Vachanāmrut - Remaining Eternally Happy - read [many times]. Listen to it, remember it and put it into practice. Shriji Mahārāj had eagerness for discourses, so he had cushions and pillows placed and started talking. Fragrant flowers dangled from his ears. He looked very attractive.

“Eternally happy means happy one day and miserable the next, right? No. One who is happy throughout one’s life is one who is eternally happy. One who has a conviction in Bhagwan Swāminārāyan is a devotee. We all practice satsang for happiness. How can we remain eternally happy? That is the question. That day, Muktānand Swāmi, Nityānand Swāmi, and other great sadhus were seated there. Not minor sadhus. They were all learned scholars, but they could not supply an exact answer. So Shriji Mahārāj answered, first a devotee of God has firm vairāgya. What is firm vairāgya? Complete detachment from the creation of Prakruti-Purush is firm vairāgya. One does not have ties to anyone or anywhere except Mahārāj and Swāmi. One should maintain a vow of fidelity toward Mahārāj. Serve everyone else understanding that they belong to him. One can become detached to the world, but maintaining fidelity toward Mahārāj is more difficult. If one has 18 ties elsewhere, that is not fidelity. One person chanted five mālās for Jamiyā Dātār, five for Meladi, five for Ganpati, five for Mahādev. Sadhus insisted he chant the name of Swāminārāyan, so he said, ‘You are persistent so I’ll chant five for Swāminārāyan.’ Who will come to take him (to their abode) after death? He did not have one master. If one has firm faith, Mahārāj will come to take you to Akshardhām. Shriji Mahārāj is supreme and the cause of all avatārs - firm faith should be like that. And keep firm vairāgya.

“Learn the virtues of a sadhu. Otherwise, if one is insulted with a couple of words, one would say ‘Jay Swāminārāyan’ and leave on the first train. Then, even if they are beaten in sansār, he would not be able to leave sansār.

“Moreover, Mahārāj says one needs extremely firm swadharma (to remain eternally happy). Would it not have been sufficient if he said plain swadharma. No. He said extremely firm swadharma. Believing Shriji Mahārāj to be Purushottam, one observes the five religion vows and abides by his big and small commands. We cannot drink unfiltered water. We cannot watch films. We cannot eat from the bazaar. We cannot do anything where we would be accused: ‘You are Swāminārāyan yet why did you go to a restaurant?’ But what people do today is they leave the sadhus and go to a circus - is that extremely firm swadharma? We (sadhus) have to follow the Shikshāpatri, Dharmāmrut, and Nishkām-Shuddhi - that is our swadharma. To summarize, Mahārāj mentioned two things: firm vairāgya and swadharma. With these two means, one who has conquered all of their indriyas and kept them under their control, then he would never think of acting immorally.

“Second means Mahārāj says is intense love for God and God’s Bhakta. Not superficial love, but love such that one cannot live without them. One should follow their command even at the cost of losing one’s head - that is love. One should have affection coupled with knowledge of their greatness, such that one would not perceive human traits in them. One should read half the Vachanāmrut but keep it in their heart. Do not read the whole Vachanāmrut hastily. Fill it in your heart.”

Then, speaking to one devotee, Yogiji Mahārāj said, “You spread satsang to many but if you do this much, Mahārāj will take you to Akshardhām at the time of your death. Sāndha tetalā vāndhā. (As many ties there are, that many problems.) Only Shāstriji Mahārāj is our guru. Other than him, believe all of the other sadgurus are crowns on our head (i.e. respect them). But Shāstriji Mahārāj is our guru and Shriji Mahārāj is the supreme God, the cause of all avatārs, and Mul Aksharmurti Gunātitānand Swāmi is the abode of Shriji Mahārāj - this should be firm. We listen to an abundance of words of knowledge, but this is the true knowledge. One who has firm love would never say, ‘Swāmi, I cannot do this,’ when encountering some burden. As according to Loyā 3, one who understands the greatness would give his head.

“The third means Mahārāj says is close friendship with God and God’s Bhakta.” Swāmi then told a story of the friendship between a prince and the minister’s son. Then, he said, “If someone climbed on our neck, we would say, ‘Jay Swāminārāyan.’ We would end the friendship. We have many friends in this world, but we should become friends with God and the Sant.

“The fourth means is one never becomes indifferent toward God and his Bhakta. What we see here is if one encounters some hardship, he would think, ‘Swāmi burdened us and we are tired.’ He heads straight home with that thought. Dādā Khāchar kept Mahārāj in his home for 30 years. If Mahārāj left Gadhadā at the insistence of other devotees, Dādā Khāchar would cry. We should not become apathetic toward God and the Sant if we encounter some hardships. ‘Sadhus keep asking for things’ - with that thought, people run away. Jhinābhāi, Dādā Khāchar, and others never became indifferent to Mahārāj despite hardships. If we truly recognized the Satpurush, then we would not become indifferent to him. If our wife or children beat us with shoes, do we become indifferent to them?

“The fifth means is becoming joyful when gaining the company of God and his Bhakta. And the sixth means is not liking the company of non-believers. One likes the talks of those that abide by dharma and have faith. Who is a non-believer? That is revealed in Vachanāmrut Gadhadā II-60: One who says all sadhus are equal and one who - in order to preserve his respect and not be condemned by others - listens to harsh words spoken against God and his Bhakta; both are considered non-believers. Moreover, one who believes God is formless is also a non-believer. God forever possesses a divine form. Here and in his abode he has a form.

“Whoever perfects these six means will remain eternally happy here in the life after.

“Mahārāj says for one who behaves this way, I will give them clothes, food, reputation, and wealth; and I will take them to my abode after death. Therefore, if one has not controlled indriyas after conquering them, then he remains unhappy even while staying with Mahārāj and Swāmi. Chant the name of God, meditate, serve in the mandir - all with indriyas conquered. ‘I am a devotee of God and I had an impure thought!’ - One would burn with regret if they have an impure thought.

“And he would never follow that path again. Many say, ‘Why does God not control our indriyas for us? Why does he allow my mind to be drawn to vishays?’ But, ‘Fool! Why do you let your own mind be drawn to vishays?’ One sits near God and the Sant but his mind wanders elsewhere - how can such a person be happy?

“Mahārāj said this three times over and over again. If one behaves this way, whether he is a sadhu, brahmachāri or gruhasth, he will be eternally happy. If some say two insulting words to us and we tolerate them, is there any misery in that? But if we hurl two insulting words back to them, then one goes to court (to resolve the argument). In Vartāl, senior sadguru sadhus insulted Mul Aksharmurti Gunātitānand Swāmi openly in the full assembly, but he tolerated it. When his turn came to talk, he did not utter one word of being insulted; albeit, he talked for three hours of the greatness of Mahārāj, observing niyams and dharma. Praise slipped from Pavitrānand Swāmi’s mouth, ‘Wow! He is a true Gunātit.’ He saw virtues in Swāmi. Then, everyone put dhotiyā on him and garlanded him. Swāmi said, ‘Honor and insult are the same to me.’ One who can behave this way is Gunātit.

“The sadhus asked questions in the Vachanāmrut on our behalf. Muktānand Swāmi asked, ‘Mahārāj, for a devotee of God, what is one of the greatest obstacle in his bhakti towards God?’ Mahārāj revealed three obstacles. First is not seeing their own faults. If we have anger or ego, we do not see it and look at others’ anger and ego - that type of nature is backward. If our beard is on fire, we should extinguish it. Why worry about someone else’s?

“Second obstacle is that one’s mind remains aloof of God and the Sant despite staying together with him. Just like how oil and water do not mix in the same cup. We should completely mix with God and the Sant like how sākar dissolves in milk. ‘Rasbas hoy rahi Rasiyā sang, jyu misari pay māhi bhali.’

“Third obstacle is one becomes indifferent to God and the Sant. If the Sant gives some burden, he flatly says, ‘I have a mandir at home. I’ll worship God at home.’ Moreover, he’ll say, ‘Liberation is only found there?’ One who develops indifference toward the Sant does not like his actions or his words. Even if the Satpurush advises affectionately, one who is aloof will feel, ‘I see... he pointed me out.’

“Of these three, the greatest obstacle is becoming indifferent to the Satpurush. He simply heads home. One who finds faults will remain in Satsang as is despite seeing faults. But the mind of one with an indifference toward God and the Sant will separate totally. He goes straight home. Jivā Khāchar, Alaiyā Khāchar, Nirvikalpānand were all who developed indifference. One who is aloof will remain in Satsang, but one who is indifferent is of a different ‘fashion’. He would never look back.

“Therefore, these three are the greatest obstacles in bhakti. He emphasized ‘greatest’. Remove these three obstacles by associating with the Satpurush.”

[Brahmaswarup Yogiji Mahārāj: 6/480]

તા. ૧૩/૧૧/૧૯૭૦, રાજકોટ. પારાયણ પ્રસંગે વચનામૃત ગઢડા અંત્ય ૮ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “આજે પારાયણ વંચાય છે. ગીતા-ભાગવતની યાદી રહે. પણ આ વચનામતની યાદી ન રહે. આ તો વેદવાક્ય કહેવાય. જેને શ્રીજીમહારાજની પ્રેરણા હોય તેને ૨૬૨ વચનામૃત મોઢે હોય. અત્યારે વચનામૃતની પારાયણ ચાલે છે. તો તેમાં કહ્યા છે તેવા ગુણ શીખવા. જો વાંચે નહીં અને વિચારે પણ નહીં, તો સાર સમજ્યામાં ન આવે. મહારાજની વાણી અને મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની વાણી સર્વોપરી છે. તેની પારાયણ કરાવવી તે ઉત્તમ ગણાય. વ્યવહારમાં પૈસા જાય તે ઉત્તમ ન ગણાય. ભગવાનની સેવામાં જાય તે ઉત્તમ. ‘સદાય સુખિયા રહેવાનું’ – આ વચનામૃત શાસ્ત્રીજી મહારાજ વંચાવતા. તે સાંભળી, યાદ રાખીને અમલમાં મૂકજો. ‘શ્રીજીમહારાજનો કથાનો ઇશક તે ગાદી-તકિયા જાતે નખાવ્યાં અને વાત કરવી શરૂ કરી. સુગંધીમાન પુષ્પ કાનમાં લટકાવ્યાં. શોભા બહુ સારી થઈ.

“સદાય સુખિયો એટલે કો’ક દા’ડો સુખી ને કો’ક દા’ડો દુઃખી એમ ને? ના, જિંદગી પર્યંત સુખિયો તે સદાય સુખિયો કહેવાય. સ્વામિનારાયણની નિષ્ઠા થઈ તે ભગત કહેવાય. આપણે બધા સુખ લેવા સત્સંગ કરીએ છીએ. તો કાયમ સુખિયા કેમ રહેવાય? તે પ્રશ્ન છે. તે દી’ મુક્તાનંદ, નિત્યાનંદ વગેરે મોટા મોટા સાધુઓ બેઠા હતા. ઝીણકા ઝીણકા નહીં. બધા વિદ્વાન હતા, પણ યથાર્થ ઉત્તર આપી શક્યા નહીં. પછી શ્રીજીમહારાજે તેનો ઉત્તર કરતાં કહ્યું કે ભગવાનના ભક્તને એક તો દૃઢ વૈરાગ્ય હોય. દૃઢ વૈરાગ્ય એટલે શું? પ્રકૃતિપુરુષના કાર્યમાં અનાસક્તિરૂપ વૈરાગ્ય તે દૃઢ વૈરાગ્ય. મહારાજ ને સ્વામી વિના ક્યાંય સાંધો નહીં. ‘તુમ બી આવજા’ - ‘તુમ બી આવજા’ એમ નહીં. મહારાજને વિષે પતિવ્રતાપણું રાખવું. એમના સમજી બધાને બોલાવવા. સંસારમાં અનાસક્તિ તો રહે, પણ મહારાજ વિષે પતિવ્રતાપણું રાખવું તે અઘરું છે. અઢાર સાંધા હોય તે પતિવ્રતાપણું નહીં. એક જણ પાંચ જમિયા દાતારની, પાંચ મેલડીની, પાંચ ગણપતિની, પાંચ મહાદેવની માળા ફેરવતો. પછી સાધુએ આગ્રહ કર્યો તેથી તેણે કહ્યું, ‘બહુ બાટક્યા છો તો જાવ પાંચ સ્વામિનારાયણનીય ફેરવીશ.’ હવે આને કોણ તેડવા આવે? કોઈ એક ધણી જ નહીં. દૃઢ નિષ્ઠા હોય તો મહારાજ તેડવા આવે. ‘શ્રીજીમહારાજ સર્વોપરી, સર્વ અવતારના અવતારી છે,’ એમ નિષ્ઠા કરવી. માટે દૃઢ વૈરાગ્ય રાખવો.

“સાધુતાના ગુણ શીખવા. નહીં તો અહીં કોઈ બે શબ્દ બોલે તો ‘જય સ્વામિનારાયણ’ એમ કહી પહેલી ગાડી પકડે. પછી સંસારમાં પાટા લાગે તોય છોડે નહીં.

“વળી, મહારાજે કહ્યું કે અતિશય દૃઢ સ્વધર્મ હોય, સ્વધર્મ નકરો કીધો હોત તો ન ચાલત? પણ અતિશય દૃઢ સ્વધર્મ કીધો. શ્રીજીમહારાજને પુરુષોત્તમ માની પંચ વર્તમાન બરાબર પાળવાં. તેમનાં નાનાં-મોટાં વચન પાળવાં. અણગળ પાણી ન પીવાય. નાટક-સિનેમા ન જોવાય. બજારનું સુખડું-ચવાણું ન ખવાય. ‘સ્વામિનારાયણના થઈ કેમ લોજમાં ગ્યા?’ એમ કોઈ કહે તેવું ન કરવું. આ તો સંતને પડ્યા મૂકી સરકસ જોવા વહ્યા જાય તે ક્યાં સ્વધર્મ દૃઢ થયો? અમારે પણ શિક્ષાપત્રી, ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિ – આ ત્રણ ગ્રંથ પાળવા તે અમારો સ્વધર્મ. આમ, બે વાનાં કીધાં – દૃઢ વૈરાગ્ય ને સ્વધર્મ. આ બે સાધને કરીને જેણે સર્વ ઇન્દ્રિયોને જીતીને પોતાને એટલે પોતે જાતે વશ કર્યાં હોય પછી અનીતિ કરવાનો સંકલ્પ ન ઊઠે.

“બીજું સાધન એ કહ્યું કે જેને ભગવાન અને ભગવાનના ભક્તને વિષે અતિશય પ્રીતિ હોય. દેખાડવાની પ્રીતિ નહીં, પરંતુ તે વિના રહી ન શકાય તે પ્રીતિ. શિર સાટે વચન પાળવું, અને આજ્ઞા ન લોપાય તે પ્રીતિ, માહાત્મ્યજ્ઞાને સહિત સ્નેહ રાખવો. જેથી ભગવાન અને સંતમાં મનુષ્યભાવ કોઈ દી’ ન આવે. અડધું વચનામૃત વાંચવું, પણ હૃદયમાં ઉતારવું. કટ કટ આખું ન વાંચવું. ભમલી ભરી જવી.”

પછી એક હરિભક્તને ઉદ્દેશી કહ્યું, “ઘણાને સત્સંગ કરાવે છે પણ આટલું કરી લ્યે તો મહારાજ તેડવા આવે. સાંધા તેટલા વાંધા. એક શાસ્ત્રીજી મહારાજ એ જ આપણા ગુરુ, તે સિવાય બીજા ગમે તેટલા સદ્‌ગુરુ હોય તેને માથાના મુગટ માનવા. પણ ‘શાસ્ત્રીજી મહારાજ આપણા ગુરુ છે ને શ્રીજીમહારાજ સર્વોપરી, અવતારના અવતારી છે ને મૂળ અક્ષરમૂર્તિ સ્વામી શ્રીજીમહારાજને રહેવાનું ધામ છે’ તે નિષ્ઠા કરવી. આપણે જ્ઞાન ઘણું સાંભળીએ છીએ, પણ આ સાચું જ્ઞાન છે. દૃઢ પ્રીતિ હોય તેને કાંઈ ભીડો પડે તો, ‘સ્વામી! મારાથી આ નહીં થાય,’ એમ ન કહે. વચનામૃત લોયાના ત્રીજા પ્રમાણે – જેને મહિમા હોય તે માથું આપી દે.

“ત્રીજું સાધન એ કહ્યું કે જેને ભગવાન ને ભગવાનના ભક્ત વિષે અતિશય મિત્રભાવ વર્તતો હોય.” મિત્રભાવ ઉપર રાજાના કુંવર ને કારભારીના દીકરાના મિત્રભાવની વિગતે વાત કરી બોલ્યા, “આ તો આપણા ગળા ઉપર કોઈ ચડી બેસે તો ‘જય સ્વામિનારાયણ.’ મિત્રતા રહે જ નહીં. આપણે ઘણા મિત્રો જગતમાં હોય છે, પણ ભગવાન ને સંતમાં આવો મિત્રભાવ કરવો.

“ચોથું સાધન એ કહ્યું કે જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્તથી ઉદાસ થાય નહીં. આ તો કારસામાં લ્યે તો મનમાં એમ થાય કે ‘સાધુએ ભીડામાં લીધા ને થાકી ગયા.’ એમ વિચારી ઘર ભેગો થઈ જાય. દાદાખાચરે ત્રીસ વર્ષ સુધી મહારાજને પોતાના ઘેર રાખ્યા. મહારાજ જ્યારે સત્સંગીઓના આગ્રહથી થોડા દિવસ પણ બીજે ગામ જાય તો રોવા મંડી પડે. માટે આપણને ભગવાન ને સંત ભીડો-કારસો આપે તો ઉદાસ ન થાવું. આ તો, ‘સાધુ માગ માગ કરે છે’ એમ વિચારી નાસી જાય. ઝીણાભાઈ, દાદાખાચર વગેરેને મહારાજે ગમે તેટલા કારસામાં લીધા તોય ઉદાસ ન થયા. તેમ આપણે જો ખરેખર સત્પુરુષને જાણ્યા હોય તો તે ગમે તેવો ભીડો આપે તોય ઉદાસ ન થાવું. ઘરે બૈરાં-છોકરાં સાત ખાસડાં મારે તોય કોઈ ઉદાસ થયો?

“પાંચમું સાધન મહારાજે બતાવ્યું કે ભગવાન અને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે. અને છઠ્ઠું સાધન બતાવતાં કહ્યું કે કોઈ વિમુખ જીવની સોબત ન ગમે. ધર્મવાળા-નિષ્ઠાવાળાની વાતું ગમે. વિમુખ કોને કહેવાય? તે વચનામૃત મધ્ય ૬૦માં મહારાજે કહ્યું છે – જે બધા સાધુને સરખા કહે છે, અને જે પોતાની સારપ્ય રાખ્યા સારુ ભગવાન અને ભગવાનના ભક્તનું કોઈ ઘસાતું બોલે ને સાંભળી રહે તે વિમુખ કહેવાય. વળી, જે ભગવાનને નિરાકાર જાણતો હોય, તે વિમુખ કહેવાય. ભગવાન તો સદા સાકાર જ છે. અહીં ને ધામમાં સાકાર જ છે. આમ, આ છ કલમ જે સિદ્ધ કરે તે આ લોક અને પરલોકમાં સદાય સુખિયો રહે.

“મહારાજે કહ્યું છે, આ પ્રમાણે વર્તે તેને લોકમાં અન્ન, વસ્ત્ર, આબરૂ અને ધન આપીશ અને દેહ મૂક્યા સમે ધામમાં તેડી જઈશ. માટે જો ઇન્દ્રિયો જીતીને વશ ન કરી હોય, તો મહારાજ કે સ્વામી ભેગો રહ્યો હોય તોય દુખિયો રહે છે. માળા ફેરવે, ધ્યાન ધરે કે મંદિરની સેવા કરે, પણ ઇન્દ્રિયો વશ કરીને કરવું. કંઈ અયોગ્ય ઘાટ થાય તો તેને બળતરા થાય કે ‘હું ભગવાનનો ભક્ત અને મને આ ઘાટ થયો!’ પછી તે માર્ગે ન જાય. ઘણા કહે છે, ‘ભગવાન આપણી ઇન્દ્રિયો વશ કેમ ન કરે? શું કામ મારું મન વિષયોમાં ભગવાન જાવા દે?’ પણ ‘મૂરખના જામ, તું શું કામ મનને વિષયમાં જાવા દે છે?’ ભગવાન કે સંતની પાસે બેઠો હોય તોય મન બહાર ફરતું હોય તે સુખિયા ક્યાંથી થવાય?

“મહારાજે આ વાત ત્રણ વખત ફેરવી ફેરવીને કહી. માટે જો આ પ્રમાણે વર્તે તો તે પછી સાધુ, બ્રહ્મચારી, પાળા, આચાર્ય કે ગૃહસ્થ ગમે તે આશ્રમમાં હોય પણ સદાય સુખિયો રહે છે. કોઈ આપણને બે શબ્દ કહે ને આપણે તે ખમી લઈએ તેમાં કાંઈ દુઃખ ખરું? પણ જો સામા બે શબ્દ કહીએ, તો ફોજદારી કેસ થાય. વડતાલમાં અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનું ભરસભામાં અપમાન મોટા મોટા સદ્‌ગુરુઓએ કર્યું, પણ તેઓએ તે ખમી લીધું. પછી જ્યારે તેમને વાતો કરવાનો વારો આવ્યો ત્યારે લેશમાત્ર પણ ઝાંખા પડ્યા વગર ત્રણ કલાક મહારાજના મહિમાની ને ધર્મ-નિયમની વાતું કરી, પણ અપમાન થયા બાબતનો એક પણ શબ્દ તેમાં આવવા દીધો નહીં. ત્યારે પવિત્રાનંદ સ્વામીથી બોલાઈ ગયું, ‘વાહ વાહ, બેટી કો બાપ ગુણાતીત ખરા!’ આમ તેમનેય ગુણ આવી ગયો. પછી તો બધાએ સ્વામીને ધોતિયાં ઓઢાડ્યાં અને હાર પહેરાવ્યા. ત્યારે સ્વામી બોલ્યા, ‘મારે તો અપમાન અને સન્માન બેય સરખું છે.’ માટે આવું વર્તે તે ગુણાતીત.

“વચનામૃતમાં સંતોએ આપણા માટે પ્રશ્નો નાખ્યા છે. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, ‘ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ભક્તિમાં કયું અતિશય મોટું વિઘન છે?’ મહારાજે ત્રણ વિઘન બતાવ્યાં. તેમાં પહેલું વિઘન, જે પોતામાં દોષ હોય તેને દેખે નહીં. આપણે આપણામાં ક્રોધ કે માન હોય તો દેખીએ નહીં અને બીજામાં દેખવા જઈએ, તે અવળા સ્વભાવ કહેવાય. આપણી દાઢી સળગતી હોય તો ઓલવી લેવી, એટલે થઈ રહ્યું. બીજાનું ક્યાં જોવા જાવું?

“બીજું વિઘન એ કે ભગવાન ને સંતની ભેગો રહેતો હોય પણ મન નોખું રાખે. તેલ ને પાણી જેમ ભેગાં હોય તોય નોખાં રહે છે, તેમ રહે. પરંતુ આપણે તો સાકર અને દૂધની જેમ એકબીજા સાથે રસબસ થઈ રહે તેમ રહેવું. ‘રસબસ હોય રહી રસિયા સંગ, જ્યું મીસરી પય માંહી ભળી.’

“ત્રીજું વિઘન એ કે ભગવાનના ભક્ત થકી બેપરવાઈ થઈ જાય. સંત કંઈ ભીડો આપે તો કહી દે કે ‘મારે ઘેર મંદિર છે તે ત્યાં માળા ઘમકાવીશ,’ એમ થઈ જાય. પછી તો એમ પણ કહે, ‘શું ત્યાં કલ્યાણ છે?’ આમ, જેને બેપરવાઈપણું હોય તેને સંતની ક્રિયા ન ગમે. વચન સારું ન લાગે. સત્પુરુષ જો હેતથી કહે તોય તે જેને મન નોખું હોય તેને એમ થાય કે ‘હં... મને મરમ કર્યો?’

આ ત્રણે વિઘનમાં બેપરવાઈપણું તે અતિશય મોટું વિઘન છે. તે તો ઘેર જ વહ્યો જાય. દોષવાળો તો દોષ દેખાય તોય પડ્યો રહે; પણ બેપરવાઈવાળાને તો મન નોખું જ પડી જાય. ઘરભેગો થઈ જાય. જીવાખાચર, અલૈયાખાચર, નિર્વિકલ્પાનંદ એ બેપરવાઈવાળા હતા. જેનું મન નોખું પડે તે સત્સંગમાં રહે, પણ આ બેપરવાઈપણું તો જુદી જ ફૅશનનું. તે તો ફરી સામુંય ન જુએ. માટે આ ભક્તિમાં ત્રણ અતિશય મોટાં વિઘન છે. અતિશય ઉપર ભાર દીધો. માટે આ વિઘન સમાગમ કરીને ટાળવાં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૪૮૦]

Nirupan

After lunch, during the afternoon discourse, Yogiji Mahārāj explained Gadhadā III-8, “Shriji Mahārāj was Purushottam. He could eradicate all flaws with his one gaze. So why did Alaiyā Khāchar’s flaws remain? Moreover, there were many sadhus initiated by Mahārāj: Gotitānand, Rolānand, Nirvikalpānand - many such whose flaws remained. They were gripped with demonic traits. If they had suppressed their flaws, they would have survived.

“The answer is: although they stayed with the manifest Purushottam Nārāyan, they did not perceive a flaw in themselves. They only saw their virtues.

“They did not thoroughly and completely realize Mahārāj to be God, so they left. If they had realized that, then even if they would have been beaten or reprimanded, they would not have left.

“‘Liberation is only here?’ Ones who thought that way and perceived flaws left. They were caught by unfavorable circumstances.

“Therefore, no matter if one is beaten, reprimanded, thrown out, reprimanded in public, he who is not hurt will survive.

“If they had practiced satsang after eradicating their flaws, they would not have fallen due to unfavorable circumstances.”

[Brahmaswarup Yogiji Mahārāj: 6/40]

સ્વભાવ કેમ જતા નથી?

સ્વામીશ્રીએ પણ અહીં કથાવાર્તાનો અખાડો જ ચલાવ્યો હતો. સવાર, બપોર ને સાંજ બ્રહ્મવિદ્યાની પાઠશાળા ચાલતી. આ જ્ઞાનગંગામાં જે ભાવથી - મહિમાથી સ્નાન કરે, તે પવિત્ર-બ્રહ્મરૂપ થયા વગર રહે જ નહિ. જમ્યા પછી બપોરની કથામાં પણ આજે અંત્યનું આઠમું વચનામૃત વંચાવી સ્વામીશ્રીએ કહ્યું:

“શ્રીજીમહારાજ પુરુષોત્તમ હતા. દૃષ્ટિએ દોષ ટાળી નાખે તેવા હતા. છતાં અલૈયાનો સ્વભાવ કેમ ન ગયો? વળી, સાધુઓ પણ ઘણા હતા. મહારાજે દીક્ષા આપેલી. ગોતીતાનંદ, રોળાનંદ, નિર્વિકલ્પાનંદ એવા ઘણા હતા, પણ તેનાય સ્વભાવ ન ગયા. તેમનો અસુરભાવ ઝળકાઈ ગયો. સ્વભાવને દબાવી રાખ્યા હોત તો નભી જાત.

“આનો ઉત્તર ઈ કે સાક્ષાત્ ભગવાન પુરુષોત્તમ નારાયણ ભેગા તે બધા રહ્યા, પણ પોતાનો અવગુણ ન લીધો. પોતાના સ્વભાવનો ગુણ લીધો.

“મહારાજને પૂરેપૂરા ભગવાન જાણ્યા ન હતા તેથી ગયા. જો જાણ્યા હોત તો મારે, વઢે તોય ખસે નહિ.

“‘શું આંહીં જ મોક્ષ છે?’ એમ સમજીને અવગુણ લઈ વહ્યા ગયા. તેમને દેશકાળ લાગ્યા.

“માટે ગમે તેવું મારો, વાઢો, કાઢો, સભામાં વઢો, તોય જેને ખોટું ન લાગે તે નભે.

“સ્વભાવ ટાળીને સત્સંગ કર્યો હોય તો દેશકાળ ન લાગે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૪૦]

SELECTION
TYPE * History * Mahima * Nirupan * Prasang * Summary * Akhyan VAKTA * Aksharbrahma Shri Gunatitanand Swami * Brahmaswarup Mahant Swami Maharaj * Brahmaswarup Pragji Bhakta * Brahmaswarup Pramukh Swami Maharaj * Brahmaswarup Shastriji Maharaj * Brahmaswarup Yogiji Maharaj REFERENCE * Aksharamrutam * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 1 * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 2 * Bhagwan Swaminarayan: Part 4 * Bhagwan Swaminarayan: Part 5 * Brahmana Sange * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 1 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 7 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8 * Brahmaswarup Shastriji Maharaj: Part 1 * Brahmaswarup Shastriji Maharaj: Part 2 * Brahmaswarup Shri Pragji Bhakta * Brahmaswarup Yogiji Maharaj: Part 1 * Brahmaswarup Yogiji Maharaj: Part 2 * Brahmaswarup Yogiji Maharaj: Part 3 * Brahmaswarup Yogiji Maharaj: Part 4 * Brahmaswarup Yogiji Maharaj: Part 5 * Brahmaswarup Yogiji Maharaj: Part 6 * Chalo Chale Ham Akshardham * Divine Memories - Part 1 * Divine Memories - Part 2 * Divine Memories - Part 3 * Jeva Me Nirakhya Re - Part 6 * Parabhakti * Sanjivani * Satsang Saurabh: Part 1 * Swabhavvash Sansar * Swamini Vato * Yogi Gita Marma * Yogi Vani * Yogiji Maharaj’s 101 Tales of Wisdom PLACE YEAR
Go

Type: Keywords Exact phrase