॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Panchala-5: Where Is Conceit Appropriate, and Where Is Humility Appropriate?
Nirupan
After eating, the following words of Vachanāmrut Panchālā-5 were read, “Before God and the Sant, putting conceit aside, behaving as a servant of servants and becoming humble is the only appropriate behavior.”
Hearing these words, Yogiji Mahārāj said, “That is difficult. Parvatbhāi did that by becoming a servant of Dādā Khāchar. We are already servants of wife and children; why should we not become servants of devotees of God? In contrast, we say, ‘I am an Amin,’ or ‘I am a Patel.’ If we asked him (speaking to one devotee in the assembly) [to become a servant of servants], would he become a servant? He would pick up a stick. If we ask him, he would say, ‘Why would I become his servant? He goes against me.’ Even if a letter comes for that person, one would not go give it to them. To become a servant of this Sant and this Bhagwān would be difficult.”
Someone asked, “How can we become like that?”
“We should become servants of those who have nishthā, not everyone.” Swāmishri said seriously and put everyone in deep thought.
[Brahmaswarup Yogiji Mahārāj: 5/446]
ઔષધસમ આપે ઉત્તમ ઉપદેશોજી
જમી રહ્યા પછી, બપોરની કથામાં વચનામૃત પંચાળાનું ૫મું વંચાવ્યું. એમાં વાત આવી કે: “ભગવાન ને ભગવાનના સંતની આગળ તો માનને મૂકીને, દાસાનુદાસ થઈને નિર્માનીપણે વર્તવું, તે જ રૂડું છે.”
એ શબ્દો આવ્યા એટલે સ્વામીશ્રી બોલ્યા, “ઈ મુશ્કેલ. ઈ. પર્વતભાઈએ કર્યું. દાદાખાચરના ગોલા થયા. બૈરાં-છોકરાના તો ગોલા છીએ, તો ભગવાનના ભક્તના કેમ ન થઈએ? આ તો ‘હું અમીન,’ ‘હું પટેલ,’ એમ થઈ જાય. આમને (એક હરિભક્તને સંબોધીને) કહ્યું હોય તો થાય? ડંડો લે! આમને (બીજા હરિભક્તને સંબોધીને) કહીએ તો કહે, ‘હું શેનો થાઉં? ઈ તો મારો સમોવડિયો છે.’ કાગળ આવ્યો હોય તોપણ આપવા ન જાય. આ સંત ને આ ભગતના ગોલા થવાનું કહીએ તો મુશ્કેલ પડે. ઈ મુશ્કેલીનું કામ છે.”
કોઈએ પૂછ્યું, “કેમ થવાય?”
“નિષ્ઠાવાળાના ગોલા થવું, બધાયના નહિ.” એમ ગંભીર વાતો કરી, સૌને વિચારમાં મૂકી દીધા. સ્વામીશ્રીએ અમુક નામો સભામાં લીધાં, પણ બધા સમજી શક્યા કે: “આ વાત આપણને પણ એટલી જ લાગુ પડે છે.” પ્રેમપ્યાલો પાતાં પાતાં સ્વામીશ્રીએ આજે સૌને કડવો ઘૂંટડો પણ ગળે ઉતારી દીધો! સૌને જાણપણું આપ્યું.
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫/૪૪૬]