॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada III-8: Remaining Eternally Happy
Nirupan
November 13, 1967. Mumbai. During the discourse, Yogiji Mahārāj explained Gadhadā III-8, “Many people become apathetic toward God and the Sant. They do not like the association of a Satpurush. They associate with non-believers (vimukh) instead. One who does not abide by dharma and niyams are non-believers. Those who are not abiding by dharma and niyams have been excommunicated by the Sanstha. Even during Mahārāj’s time, such was the practice. Mahārāj was all-knowing, yet why did he initiate people like Rolānand as a sadhu? Mahārāj is the master - he can do as he pleases. No one can find a fault in that. But those like Rolānand and Nirvikalpānand did not have good characteristics. Their intention was impure. Their fortune became such that they left Shāstriji Mahārāj’s Sanstha and maligned him.”
[Brahmaswarup Yogiji Mahārāj: 4/535]
તા. ૧૩/૧૧/૧૯૬૭, મુંબઈ. કથાપ્રસંગમાં વચનામૃત ગઢડા અંત્ય ૮નું નિરૂપણ કરતાં યોગીજી મહારાજે કહ્યું, “કેટલાક ભગવાન અને સંતથી ઉદાસ થાય છે, તેને સત્પુરુષનો સંગ મળે તે ન ગમે. વિમુખનો સંગ કરે. વિમુખ શું? ધર્મ-નિયમ ન પાળતો હોય તે વિમુખ. એવા ધર્મ-નિયમમાં નથી, તે સંસ્થાએ બહાર કાઢેલા વિમુખ છે. મહારાજ છતાંય એમ જ હતું. મહારાજ અંતર્યામી હતા. તોય રોળાનંદ જેવાને કેમ સાધુ કર્યા હશે? ધણી કહેવાય. ચાહે સો કરે. તેનો વાંક તો કઢાય જ નહીં. પણ એવા રોળાનંદ, નિર્વિકલ્પાનંદ જેવાનાં લક્ષણ સારાં નહીં. વૃત્તિ બગડેલી, નસીબ એવાં થઈ ગયાં તો સ્વામીની (શાસ્ત્રીજી મહારાજની) સંસ્થા છોડીને નીકળી ગયા. દ્રોહ કર્યો.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૫૩૫]