॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-8: Ekādashi; ‘Gnān-Yagna’; ‘Antardrashti’
Nirupan
January 1964, Mumbai. Vachanāmruts Gadhadā II-7 and Gadhadā II-8 were read during the morning discourses. Yogiji Mahārāj said, “...Introspection is to look at the manifest form of God. True meditation is to look at the manifest form of God and abiding by his commands.”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/586]
જાન્યુઆરી, ૧૯૬૪, મુંબઈ. સવારે વચનામૃત ગઢડા મધ્ય ૭, ૮ વંચાયાં તે પર યોગીજી મહારાજે વાત કરી, “... પ્રગટ હોય તે સામું જોઈ રહેવું તે અંતર્દૃષ્ટિ. પ્રગટ સામું જોવું ને આજ્ઞામાં રહેવું તે સાચું ધ્યાન છે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૮૬]
Nirupan
August 15, 1967, Mumbai. During the morning discourse, Yogiji Mahārāj said, “Tāmasi yagna is like beating someone and making an accusation: ‘Why did you join outcasts? You will go to narak.’ One should not engage in gossip or other misuse of one’s indriyas. This is bad company within Satsang. Gunātit is like the fire of Brahma. One should associate with Brahma through contemplation. If a blacksmith does the job of a confectioner, he will be called a confectioner – the same goes here. Being born unto Brahma is the final stage of knowledge. Introspection is looking at the manifest form of God or within one’s heart. Many ascetics sit in apparent meditation and introspection; however this is still categorized as a physical perspective. Introspection is attaining God and the Sant.”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/521]
તા. ૧૫/૮/૧૯૬૭, મુંબઈ. યોગીજી મહારાજ કહે, “‘બંડમાં ક્યાં ભળ્યા? નરકમાં જશો’ એમ કહે ને ધોકાપાટી કરે તે તામસી યજ્ઞ. ઇન્દ્રિયોથી ખટપટ, આઘું-પાછું ન કરવું. સત્સંગમાં કુસંગ કહેવાય. ગુણાતીત એ બ્રહ્માગ્નિ છે. મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવો. લુહાર પણ કંદોઈનું કામ કરે તો કંદોઈ કહેવાય. બ્રહ્મને ત્યાં જનમ થયો છે એ છેલ્લી સ્થિતિનું જ્ઞાન. આ પ્રગટ જોવા કે અંદર જોવા તે અંતર્દૃષ્ટિ. ધ્યાન ધરીને ઘણા બાવા-મહાત્માઓ બેઠા છે. પણ તે બધી બાહ્યદૃષ્ટિ. જેને ભગવાન ને સંત મળ્યા તે અંતર્દૃષ્ટિ છે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૨૧]