॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-51: The Characteristics of One Who Behaves as the Ātmā
Prasang
On November 20, 1956, Yogiji Mahārāj went to Jhārolā for the opening of the high school. Here, Yogiji Mahārāj gave the accompanying youths an āgnā for the day of fast, “Memorize Vachanāmrut Gadhada II-51.” Yogiji Mahārāj then left to visit devotees’ homes.
After he returned, Yogiji Mahārāj had the youths recite the Vachanāmrut to him. He then said, “Since you all memorized this Vachanāmrut, you behaved as the ātmā.” Saying this, he rang the small bell that was sitting on the table nearby and said, “If one follows the command of the Satpurush to just ring a bell, then even that is considered as behaving as the ātmā.”
[Brahmaswarup Yogiji Mahārāj: 2/128]
તા. ૨૦/૧૧/૧૯૫૬ના રોજ યોગીજી મહારાજ હાઈસ્કૂલના ઉદ્ઘાટન નિમિત્તે ઝારોળા પધાર્યા હતા. અહીં તેઓએ સાથે ફરતા યુવકોને ઉપવાસની આજ્ઞા કરી કહ્યું, “ગઢડા મધ્યનું ૫૧મું વચનામૃત મોઢે કરજો.” આમ કહી તેઓ પધરામણીએ પધાર્યા.
પધરામણીઓ બાદ ઉતારે પધારી યોગીજી મહારાજે બધા યુવકોનો મુખપાઠ લીધો. પછી બોલેલા, “તમે બધાએ આ વચનામૃત મોઢે કર્યું છે તો સૌ આત્મસત્તારૂપે વર્ત્યા છો.” એમ કહી બાજુમાં જ ટેબલ પર પડેલી ઘંટડી બતાવી કહ્યું, “સત્પુરુષની આજ્ઞાથી જો ઘંટડી ખખડાવે તો પણ આત્મસત્તારૂપે વર્ત્યા ગણાય.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૨૮]