॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada III-12: A Magical Technique
Mahima
March 1936, Sārangpur. After having Vachanāmrut Gadhadā III-12 read, Shāstriji Mahārāj lucidly spoke on behaving with humility and renouncing obstinacy, egotism and jealousy: “All the sadhus, pārshads and devotees should imbibe Shriji Mahārāj’s principle in their hearts. If one has not perfected this Vachanāmrut, then in five years, 10 years or even 50 years, one will inevitably have to return home.
“Furthermore, whoever has not perfected this Vachanāmrut, their satsang will not remain in the end. Therefore, the trio - ego, criticism and jealousy – are destructive to the jiva.”
[Brahmaswarup Shāstriji Mahārāj: 2/4]
માર્ચ, ૧૯૩૬, સારંગપુર. શાસ્ત્રીજી મહારાજે વચનામૃત ગઢડા અંત્ય ૧૨મું વચનામૃત વંચાવી, નિર્માનીપણે વર્તવાની અને હઠ, માન અને ઈર્ષ્યાનો ત્યાગ કરવાની વાત કરતાં કહ્યું, “સૌ સંત, પાર્ષદ અને હરિભક્તો, શ્રીજીમહારાજની આ સિદ્ધાંત વાત અંતરમાં ઉતારી લેજો. આ વચનામૃત સિદ્ધ નહીં થયું હોય, તો પાંચ વર્ષે, દસ વર્ષે કે પચાસ વર્ષે પણ ઘેર ગયા સિવાય રહેવાશે નહીં. વળી, જે કોઈ હરિભક્તને પણ આ વચનામૃત સિદ્ધ નહીં થયું હોય તો અંતે તેનો સત્સંગ રહેશે નહીં. માટે માન, દ્રોહ અને ઈર્ષ્યા – એ ત્રણ જીવની ઘાત કરનારાં છે.”
[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૪]