॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-24: Resoluteness in Sānkhya and in Yoga; Choko-Pātlo
Nirupan
On February 27, 1985, Pramukh Swami Maharaj addressed the assembly during the final day of pārāyan:
“Shriji Maharaj says in the Vachanamrut that everything except Dham (i.e. Aksharbrahman), Dhami (Parabrahman), and Mukta (the aksharmuktas) is destroyed. Yet, we still feel that everything will remain as is. Do all of you not become guests at some point? When we are someone’s guest, all we do is go from the bed to the dining table and from the dining table to the bed. If someone were to ask if this house is yours, we would say, ‘No, we are guests.’ Similarly, we are guests in this world for 50... 60... 70 years. If we understand this, then our attachment, feeling of my-ness for material objects, and delusion would be destroyed.
“Akshardham is our true home. Because we do not realize this, we struggle to acquire worldly objects. We are trying to grab water but will we never obtain mākhan (a product of processing milk). Maybe someone can obtain mākhan from water, right? No, they will not.
“We should live according to what pleases God and do what pleases God. Remember these two rules firmly.”
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5/256]
તા. ૨૭/૨/૧૯૮૫ની સવારે પ્રમુખસ્વામી મહારાજ બોરસદ-સ્થિત અનડા મહાવિદ્યાલયના વાર્ષિકોત્સવમાં લાભ આપી પારાયણની પૂર્ણાહુતિમાં પધાર્યા. અત્રે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં તેઓએ જણાવ્યું:
“શ્રીજીમહારાજ વચનામૃતમાં કહે છે કે ધામ, ધામી ને મુક્ત સિવાય બધું નાશ પામી જાય છે. છતાં આપણને થઈ જાય છે કે: ‘બધું બરાબર છે.’ તમે બધા મહેમાન થાઓ છો કે નહીં? ત્યાં ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બેસતા હોઈએ. છતાં કોઈ પૂછે કે, ‘આ ઘર તમારું છે?’ તો તરત કહીએ, ‘ના, તો મહેમાન છું.’ તેમ આ જગતમાં આપણે ૫૦-૬૦-૭૦ વર્ષના મહેમાન છીએ. આ સમજાય તો મોહ, મમતા, આસક્તિ નીકળી જાય.
“અક્ષરધામ આપણું સાચું ઘર છે. આપણને એ મનાતું નથી એટલે તાણાવાણી કરીએ છીએ. પાણીમાં બાચકા ભરીએ છીએ, પણ એમાંથી માખણ મળે? કો’કને કદાચ મળતું હશે, કેમ? ન જ મળે. ફિંહોટા થાય.
“આપણે તો ભગવાન જેમ રાખે તેમ રહેવું છે ને એ જેમ રાજી થાય એમ કરવું છે – આ બે સૂત્રો બરાબર યાદ રાખવાં.”
જીવન-સાફલ્યની જડીબુટ્ટી સ્વામીશ્રીએ સહજ-સહજમાં આપી દીધી.
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫/૨૫૬]