॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada III-7: An Iron Nail
Prasang
Keeps Complete Affection Toward Devotees
May 24, 1979, Sankari. After morning puja, Pramukh Swami Maharaj spoke from Vachanamrut Gadhada III-7 about maintaining loyalty toward devotees. In his discourse, Swamishri talked in detail how he tumbled three times in an attempt to save another satsangi. Regarding this incident, a parshad said, “Bapa, the devotee you loyally saved actually speak ill of you!”
“Do not look at that!” Swamishri immediately countered. Then, he continued, “He is still a devotee. Therefore, maintain loyalty toward him.”
Pure sentiments flowed from these words and drenched everyone present. Swamishri maintained complete affection toward devotees while overlooking their base natures.
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/51]
હરિભક્તસું રાખત પૂરન પ્યાર
તા. ૨૪/૫/૧૯૭૯, સાંકરી. પ્રાતઃપૂજા બાદ આરંભાયેલી કથામાં પ્રમુખસ્વામી મહારાજ વચનામૃત(ગઢડા અંત્ય ૭)ના નિરૂપણ દરમ્યાન ભક્તનો પક્ષ રાખવાની અદ્ભુત વાતો કરવા લાગ્યા. તેમાં એક સત્સંગીને બચાવવા જતાં પોતે ત્રણ ગોળમટાં ખાઈ ગયેલાં તે પ્રસંગ પણ તેઓએ વિસ્તારથી કહ્યો. તેના અનુસંધાનમાં એક પાર્ષદે કહ્યું, “બાપા! આપે જે ભક્તને પક્ષ રાખી બચાવ્યા તે તો આપણું વાંકું બોલે છે!”
“તે આપણે જોવું નહીં.” સ્વામીશ્રીએ તરત જ પાળ બાંધતાં કહ્યું. પછી બોલ્યા, “તે હરિભક્ત તો છે જ ને! માટે આપણે તો પક્ષ રાખવો.”
આ શબ્દોમાંથી ઊડી રહેલી સ્વામીશ્રીની શુદ્ધ ભાવનાની છોળ્યોમાં સૌ તરબોળ થઈ ગયા. ‘હરિભક્તસું રાખત પૂરન પ્યાર...’ સમા તેઓએ કોઈનાય સ્વભાવ સામે જોયા વિના સૌને પ્રેમ પાયેલો.
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૫૧]
Nirupan
October 29, 1982; Amdavad. In the morning, Pramukh Swami Maharaj spoke enlightening words on Vachanamrut Gadhada III-7:
“No matter which end of the earth one may travel to, [a devotee of God] never loses his principles. ‘The source of all bliss is God’ - if that becomes firm, then one will not develop a liking for anyone else, and one will not have to run for their liberation. The reputation of one who sits here with the Sant has remained and will remain. Mirabai, Narsinha Mehta, Dada Khachar, Sagram, Jivan Koli of Jetalpur, and others sat (associated) with God and the Sant, so their reputation increased. One should apply the tilak-chāndlo prominently.
“If one has attachment to the Satpurush and if the Satpurush does not allow one’s liking to prevail, he would not develop an aversion to the Satpurush. If one encounters hardships and he does not protect one, one would still not develop an aversion. One should put effort while maintaining divya-bhāv and putting aside one’s logic, then one will conquer their internal enemies. This ascetic is not like the one who wanders in the bazaars. There is a great difference between them and this one (referring to himself).”
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/558]
તા. ૨૯/૧૦/૧૯૮૨ની સવારે તેઓએ વચનામૃત ગઢડા અંત્ય ૭ના આધારે કથામૃત પીરસતાં પ્રમુખસ્વામી મહારાજે કહ્યું:
“સિદ્ધાંતમાં દુનિયાના ગમે તે છેડે જાય તોય ફેર ન પડે. ‘બધાં સુખનો આધાર ભગવાન છે’ તે દૃઢ થઈ જાય તો બીજે ક્યાંય પ્રતીતિ આવે નહીં ને કલ્યાણ માટે ક્યાંય દોડાદોડ કરવી ન પડે. અહીં સંત પાસે બેસશે તેની આબરૂ રહી છે ને રહેશે. મીરાંબાઈ, નરસિંહ મહેતા, દાદાખાચર, સગરામ, જેતલપુરના જીવણ કોળી વગેરે ભગવાન ને સંત પાસે બેઠાં તો તેમની આબરૂ વધી છે. તિલક-ચાંદલો બરાબર ભભકાદાર કરવો.
“ભગવાન ને સંત સાથે આત્મબુદ્ધિની દૃઢતા થઈ હોય તો ધાર્યું ન થવા દે ત્યારે પણ અભાવ ન આવે. કંઈ મુશ્કેલી આવે ને રક્ષા ન થવા દે ત્યારે પણ અભાવ ન આવે. દિવ્યભાવ રાખીને, બુદ્ધિ ગિરો મૂકીને કાર્ય કર્યા કરવું તો ધીરે ધીરે અંતઃશત્રુઓ જીતાઈ જશે. બજારમાં રખડતા હોય એવા આ બાવા નથી. તેમાં ને આમાં ઘણો ફેર છે.”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૫૫૮]