॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-49: A Great Difference Exists between God’s Form and Māyik Forms; Not Becoming Content with Spiritual Discourses, Devotional Songs, etc.
Prasang
Gadhada, November 10, 1981. Pramukh Swami Maharaj sat down to eat at 10 pm. Then, he attended the daily nightly discourse. However, the sadhu delivering the discourse was concerned about Swamishri’s sleep, so he read Vachanamrut Gadhada II-49 and immediately ended the discourse. Swamishri asked, “Why did you end early?”
“So you are not troubled and get sufficient rest.”
“I also desire the same - that I do not want to give you trouble. However, Shriji Maharaj says in this very Vachanamrut that he has never been satisfied [with listening to discourses] and neither should you be.” In this manner, Swamishri explained why one should not cut the time for discourses and begrudgingly retired for the night.
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4]
તા. ૧૦/૧૧/૧૯૮૧. ગઢડા આવી પ્રમુખસ્વામી મહારાજ રાત્રે દસ વાગ્યે ભોજન કરવા બિરાજ્યા. ત્યારબાદ રોજિંદી રાત્રિકથામાં પધાર્યા. પરંતુ કથા કરનારા પુરાણી સંતને સ્વામીશ્રીના આરામની ચિંતા સવિશેષ હોવાથી તેઓએ ગઢડા મધ્ય પ્રકરણનું ૪૯મું વચનામૃત વાંચી તરત જ કથાની ઇતિશ્રી કરી દીધી. તે જોઈ સ્વામીશ્રીએ પૂછ્યું, “કેમ આમ કર્યું?”
“આપને તકલીફ ન પડે, આપ આરામ કરો તેથી.”
“અમારી પણ એ જ ઇચ્છા છે કે આપને તકલીફ નથી આપવી, પણ શ્રીજીમહારાજ આ વચનામૃત(ગઢડા મધ્ય ૪૯)માં કહે છે કે અમારે તૃપ્તિ થઈ નથી ને તમારે પણ ન કરવી.” આમ મર્મ કરતાં સ્વામીશ્રી કથામાં કાપ ન મૂકવા વિષે ઘણી વાતો કરી, કચવાતા મને આરામ કરવા ઊભા થયા.
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૪૫૨]