॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

Kariyani-6: One Who Possesses Matsar

Nirupan

To Renounce Is a Mark of the Brave

Guru Purnima, July 13, 1979. Pramukh Swami Maharaj showered his blessings for 1.5 hours during his stay at Bochasan. Speaking on Vachanamrut Kariyani 6, Swamishri said:

“One should understand the greatness of these learned sadhus who have renounced. We (referring to himself) came from grazing cattle so what greatness do we possess? When one harbors possessiveness, matsar will reside in them. However, what are we compared to the vastness of the brahmānd? Therefore, we should learn to make do. ‘If there is no buttermilk, then give us milk; we will make do.’ -- not like that. One should maintain discretion. One should not trouble others.”

While Swamishri was showering the bliss of Brahman, Pravinbhai - who was eager to become a sadhu - interrupted, “Bapa, one person reprimanded me. He said, ‘Cowards become sadhus. Just try to run one household, and then they’ll know how a household is run. Only the brave engage in worldly life.’”

Hearing this, Swamishri clarified, “Bhagat! Even dogs and birds engage in worldly life (have offspring and provide them shelter and food). No one has to teach them how to sustain themselves. Gunatitanand Swami said, ‘The worldly path is not difficult. Anybody can master it. But to understand and tread the path of spiritual wisdom is indeed difficult.’ Even the indigenous people maintain their households. It is not difficult. No one goes to tell them: ‘Make sure you run your household this way.’ So, to let go (renounce) is the characteristic of the brave. Do you understand now?”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/77]

મૂકવું તે શૂરવીરનું કામ છે

તા. ૧૩-૭-૧૯૭૯. ગુરુપૂર્ણિમા બાદ બોચાસણમાં રોકાઈને પારાયણનો લાભ આપી રહેલા પ્રમુખસ્વામી મહારાજે તા. ૧૩/૭ના રોજ તો કારિયાણી પ્રકરણના છઠ્ઠા વચનામૃત પર સતત અઢી કલાક સુધી બ્રહ્મરસની છોળ્યો ઉડાડી. તેમાં તેઓએ જણાવ્યું કે:

“ભણેલા-ગણેલા આ સંતો આવ્યા તેનો મહિમા સમજવો. અમારા જેવા ઢોરાં ચારતાં આવ્યા હોય તેનો શું મહિમા? જ્યાં મારું મનાય ત્યાં મત્સર આવે, પણ બ્રહ્માંડની દૃષ્ટિમાં આપણી શું ગણતરી? માટે ચલાવી લેતાં શીખવું. ‘છાશ ન હોય તો દૂધ લાવો, ચલાવી લઈશું,’ એમ નિર્વાહ ન કરવો. વિવેક રાખવો. સામાને મૂંઝવણ ન કરાવવી.”

સ્વામીશ્રી આમ બ્રહ્મધારા રેલાવી રહેલા ત્યાં જ સાધુ થવાની ઇચ્છા ધરાવતા યુવાન પ્રવીણભાઈ વચમાં બોલ્યા, “બાપા! એક જણ મને વઢ્યા હતા. તેમણે કહ્યું કે, ‘સાધુ થવું તે કાયરનું કામ છે. એક ઘર તો ચલાવી જુઓ! કેમ ચાલે છે તે ખબર પડે. શૂરવીર હોય તે સંસારમાં રહે.’”

આ સાંભળી સચોટ ખુલાસો કરતાં સ્વામીશ્રીએ કહ્યું, “ભગત! સંસાર તો કૂતરાંય ચલાવે છે ને પક્ષીઓ પણ ચલાવે છે. તેને નભાવવા માટે કોઈને ઉપદેશ આપવો પડતો નથી. વાત સાંભળે ને ઉમળકા આવે કે ‘કેવું હશે? કેમ હશે?’ ગુણાતીત સ્વામીએ કહ્યું, ‘વ્યવહારમાર્ગ તો કાંઈ કઠણ નથી પણ જ્ઞાનમાર્ગ સમજવો ને તે માર્ગે ચાલવું કઠણ છે.’ આદિવાસી પણ સંસાર ચલાવે છે. તે કાંઈ કઠણ નથી. તેને નથી કોઈ કહેવા જતું કે, ‘સંસાર-વ્યવહાર આમ ચલાવજે.’ મૂકવું તે શૂરવીરનું કામ છે. સમજાયું હવે?”

સ્વામીશ્રીની વાણી ‘એના મુખનો સુણે ઉપદેશ, તેને સંશય નવ રહે લેશ...’ની જેમ રેલાતી.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૭૭]

SELECTION
TYPE * History * Mahima * Nirupan * Prasang * Summary * Akhyan VAKTA * Aksharbrahma Shri Gunatitanand Swami * Brahmaswarup Mahant Swami Maharaj * Brahmaswarup Pragji Bhakta * Brahmaswarup Pramukh Swami Maharaj * Brahmaswarup Shastriji Maharaj * Brahmaswarup Yogiji Maharaj REFERENCE * Aksharamrutam * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 1 * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 2 * Bhagwan Swaminarayan: Part 4 * Bhagwan Swaminarayan: Part 5 * Brahmana Sange * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 1 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 7 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8 * Brahmaswarup Shastriji Maharaj: Part 1 * Brahmaswarup Shastriji Maharaj: Part 2 * Brahmaswarup Shri Pragji Bhakta * Brahmaswarup Yogiji Maharaj: Part 1 * Brahmaswarup Yogiji Maharaj: Part 2 * Brahmaswarup Yogiji Maharaj: Part 3 * Brahmaswarup Yogiji Maharaj: Part 4 * Brahmaswarup Yogiji Maharaj: Part 5 * Brahmaswarup Yogiji Maharaj: Part 6 * Chalo Chale Ham Akshardham * Divine Memories - Part 1 * Divine Memories - Part 2 * Divine Memories - Part 3 * Jeva Me Nirakhya Re - Part 6 * Parabhakti * Sanjivani * Satsang Saurabh: Part 1 * Swabhavvash Sansar * Swamini Vato * Yogi Gita Marma * Yogi Vani * Yogiji Maharaj’s 101 Tales of Wisdom PLACE YEAR
Go

Type: Keywords Exact phrase