॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-28: Mahārāj’s Compassionate Nature; A ‘Lifeline’
Nirupan
The Path to Falling from Satsang
November 24, 1976. Sanjaya. In the morning, Pramukh Swami Maharaj explained the essence of upāsanā based on Vachanamrut Gadhada II-28:
“One who worships the murtis of God will not disrespect them. We bow to Shankar’s bull. We bow to the five deities. So then, how can we get rid of the murti of Mul Akshar Gunātitānand Swāmi, who is the devotee of Bhagwan Swaminarayan? What should we understand one who removes it to be like? One’s name is Jivābhāi (one who lives), but if he sticks his hand in a snake’s burrow, he will certainly die. Similarly, we may be a satsangi or a sadhu; but if we malign the devotee of God, then that is the path to falling from Satsang.”
Swamishri spoke for two hours and clarified the understanding of upāsanā.
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/253]
પડવાનો માર્ગ
સંજાયામાં તા. ૨૫/૧૧ની સવારે ગઢડા મધ્ય પ્રકરણના ૨૮મા વચનામૃતના આધારે ઉપાસનાનો સાર સમજાવતાં સ્વામીશ્રીએ કહ્યું:
“મૂર્તિપૂજક હોય તે કોઈ પણ મૂર્તિનો અનાદર કરે જ નહીં. શંકરજીના પોઠિયાને નમીએ છીએ, પંચદેવને નમીએ છીએ, તો સ્વામિનારાયણ ભગવાનના ભક્ત મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિને કઢાય જ કેમ? જે કાઢે તેને કેવો સમજવો? નામ જીવાભાઈ હોય પણ સાપના રાફડામાં હાથ નાંખે તે મરવાનો જ છે. તેમ સત્સંગી કે સાધુ કહેવાઈએ પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરીએ તો તે પડવાનો જ માર્ગ છે.”
આમ, સતત બે કલાક સુધી કથા કરીને સ્વામીશ્રીએ જ્ઞાનમાર્ગ ચોખ્ખો કરી આપ્યો.
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૨૫૩]
Nirupan
September 14, 1978. During his stay in Mumbai, Pramukh Swami Maharaj explained Vachanamrut Gadhada II-28 during the morning discourse, “We should know who we need to please. We should believe the words of whom we have determined would liberate us. If we ask too much from the Satpurush, he will pat us with his blessings, but earning his pleasure is a totally different matter. We should join with one who is eternally certified by Shriji Maharaj. We should not believe the words of one who becomes Māvjibhāi on their own...”
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/534]
૧૯૭૮/૯/૧૪. મુંબઈના રોકાણ દરમ્યાન પ્રાતઃકથામાં વચનામૃત ગઢડા મધ્ય ૨૮ સમજાવતાં પ્રમુખસ્વામી મહારાજે કહ્યું, “આપણે કોને રાજી કરવા છે તે જોવું. જેના થકી કલ્યાણ માન્યું છે તેના થકી જે વાત આવી તે માનવું. ઘણું કહેશો તો થાપો મારી દેશે પણ રાજીપો જુદી વાત છે. અનાદિની મહોર શ્રીજીમહારાજના વખતથી વાગી છે તે જોઈ જોડાઈ જવું. મેળે માવજીભાઈ થયા હોય તેનું ન માનવું...”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૫૩૪]