॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada III-12: A Magical Technique
Nirupan
April 18, 1974. Today was Ekadashi. In the morning, Swamishri spoke on ‘The Magical Technique’ Vachanamrut:
“To tolerate is a great thing. If there is any obstacle (related to their social affairs) in one’s moksha, then one should drop their social affairs (for the sake of their moksha). A bhakta is one who understands the Sant to be the manifest form of God and is attached to him. One who understand the Sant as he is thoroughly with gnān and understanding is a bhakta. This talk is like a magical technique. A lock may be huge but the key is small and it opens the lock. If one’s finger is cut, it will heal but if one’s neck is cut, what will happen? Similarly, some small mistake will be forgiven by God by asking for forgiveness; but bearing an aversion toward devotees of God is a grave mistake. That should not happen.”
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/372]
૧૯૭૪. તા. ૧૮/૪ના રોજ આવેલી એકાદશીની સવારે કરામતના વચનામૃત પર આશીર્વર્ષા વરસાવતાં સ્વામીશ્રીએ કહેલું કે:
“સહન કરવું તે મોટી વાત છે. કલ્યાણમાં વિઘ્ન આવતું હોય તો વ્યવહારને પડતો મૂક્યો. ‘ભગવાનનું સાક્ષાત્ સ્વરૂપ છે’ એવું સમજીને જે સંતમાં જોડાયો તે ભક્ત. જ્ઞાન, સમજણથી જેવા છે તેવા સમજવા તે ભક્ત. આ વાત કરામત જેવી છે. તાળું મોટું પણ નાની ચાવી લગાડે તો તરત ઊઘડી જાય. આંગળી કપાય તો સાંધો બાઝે પણ ગળું કપાય ત્યાં શું? દૈહિક ભૂલ ભગવાનને પ્રાર્થના કરીએ તો ટાળે પણ અવગુણ આવે તે મોટી ભૂલ. તે ન થવી જોઈએ.”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૩૭૨]